________________
૩૫૮
સગ ૧૨ મે એક મંદભાગી છું કે જે એ મહાતપ કરવાનું કે આવા મુનિને પ્રતિલાભિત કરવાને સમર્થ નથી, તેથી તિર્યચપણાથી દૂષિત એવા મને ધિક્કાર છે !”
આવી રીતે તે ત્રણે જણ જેવા માં ધર્મધ્યાનમાં તત્પર થઈને રહ્યા હતા, તેવામાં તેઓ જે વૃક્ષ નીચે ઊભા હતા તે વૃક્ષને અધ ભાગ છેદે હોવાથી મેટા પવનથી બાકીનો ભાગ ભાંગી જઈને તે વૃક્ષ તેમના ઉપર પડ્યું. તે પડવાથી તે ત્રણે તત્કાળ મૃત્યુ પામ્યા અને બ્રહ્મદેવલેકને વિષે પદ્મોત્તર નામના વિમાનમાં ત્રણે દેવતા થયા.
રામ સે વર્ષ સુધી દીક્ષા પર્યાય પાળીને સ્વર્ગે ગયા. ત્યાં ઉત્પન્ન થતાંજ અવધિજ્ઞાનવડે જેવાથી ત્રીજા નરકમાં રહેલા કૃષ્ણને તેમણે દીઠા, તેથી બ્રાતૃનેહથી મેહિત એવા બળરામ દેવ ઉત્તરક્રિય શરીર કરી કૃષ્ણની પાસે આવ્યા, અને કૃષ્ણને આલિંગન કરીને બોલ્યા કે “હે ભાઈ! હું તમારા ભાઈ રામ છું, અને તમારી રક્ષા કરવા માટે બ્રહ્મદેવકથી અહીં આવ્યો છું, માટે કહે, તમારી પ્રીતિને માટે હું શું કરું ? આ પ્રમાણે કહીને તેણે કરવડે કણને ઉપાડયા, એટલે તે પારાની જેમ વિશીર્ણ થઈ થઈને પૃથ્વી પર પડયા અને પાછા મળી ગયા. પછી કૃષ્ણ પ્રથમ આલિંગનથી જ જાણેલા અને પછી પોતાનું નામ કહેવાથી ને ઉદ્ધાર કરવાથી બરાબર ઓળખેલા એવા રામને ઉઠીને સંભ્રમથી નમસ્કાર કર્યો. બળરામ બાલ્યા કે “હે ભ્રાતા ! શ્રી નેમિનાથે પૂર્વ કહ્યું હતું કે વિષયસુખ અને દુ:ખને જ આપનાર છે, તે તમારા સંબંધમાં હમણાં પ્રત્યક્ષ થયું છે. હે હરિ! કર્મ થી નિયંત્રિત થયેલા એવા તમને સ્વર્ગમાં લઈ જવાને તે હું સમર્થ નથી, તેથી તમારા મનની પ્રીતિને માટે હું તમારી પાસે રહેવા ઈચ્છું છું. કૃષ્ણ કહ્યું કે “હે ભ્રાતા ! તમારા અહીં રહેવાથી પણ મને શું લાભ થવાનું છે? કેમકે તમે છતાં મારે તો નરકનું આયુષ્ય જેટલું બાંધ્યું છે તેટલું ભેગવવું જ પડશે, માટે આપને અહીં રહેવાની જરૂર નથી. મને નરકમાં ઉપજવાની પીડા કરતાં મારી આવી અવસ્થા જેને શત્રુઓને હપ અને સહદોને ગ્લાનિ થઈ છે તે જ વધારે દુ:ખ આપે છે, માટે હે ભાઈ ! તમે ભરતક્ષેત્રમાં જાઓ અને ત્યાં ચક્ર, શાગ ધનુષ્ય, શંખ અને ગદાને ધરનાર, પીતાંબર ધારણ કરનાર અને ગરૂડના ચિન્હવાળા મને વિમાનમાં બેઠેલા બતાવે, અને મારી સાથે જ નીલાંબરને ધરનારા, તાલ વૃક્ષના ચિન્હવાળા અને હળ તથા મુશળને હથિયાર તરીકે રાખનારા એવા તમને પણ સ્થાને સ્થાને બતાવે, જેથી ‘અદ્યાપિ પણ રામ કૃષ્ણ અવિનધરપણે સ્વેચ્છાએ વિહાર કરતા સતા વિદ્યમાન છે એવી લોકોમાં ઘૂષણ ફેલાય, અને પૂર્વે થયેલા આપણે તિરસ્કારને બાધ થાય.” આ પ્રમાણેનાં કૃષ્ણનાં કથનને સ્વીકારીને રામે ભરતક્ષેત્રમાં આવી તેના કહ્યા પ્રમાણેના બને રૂપ સર્વ ઠેકાણે બતાવ્યાં અને ઊંચે વરે ઉદ્દઘોષણા કરી કે હે લોકો ! તમે અમારી ભીતી પ્રતિમા કરીને ઉત્કૃષ્ટ દેવતાની બુદ્ધિએ આદરપૂર્વક તેની પૂજા કરો. અમે જ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના કરનારા છીએ. અમ દેવલોકમાંથી અહી આવીએ છીએ અને વેચ્છાથી પાછા દેવલોકમાં જઈએ છીએ. અમે જ દ્વારકા રચી હતી અને સ્વર્ગમાં જવાની ઈચ્છાથી પાછી અમે જ સં હરી લીધી છે. અમારા સિવાય બીજો કોઈ કર્તા હર્તા નથી, અમે જ સ્વર્ગલોકના આ પનારા છીએ.” આ પ્રમાણેની તેમની વાણીથી સર્વ લોકો શહેરે શહેરમાં અને ગામે ગામમાં રામ કૃષ્ણની પ્રતિમા કરીને પૂજવા લાગ્યા. બળરામ દેવતા જેઓ તેમની પ્રતિમાની પૂજા કરે તેમને માટે ઉદય આપવા લાગ્યા, તેથી સર્વ લોકે તેના વિશેષ પ્રકારે ભક્ત થયા. આ પ્રમાણે રામે પોતાના ભાઈ કૃષ્ણનાં વચન પ્રમાણે આખા ભરતક્ષેત્રમાં પિતાની કીતિ અને પૂજા ફેલાવી. પછી તે નાના ભાઈના દુઃખે કચવાતા મને બ્રહ્મદેવલોકમાં ગયા.