________________
३१४
સર્ગ ૧ લે
બહાર કાઢી મૂકાવું” એ વિચાર કરીને પિતાના સેવકોને તેને નગરની બહાર કાઢી મૂકવાની આજ્ઞા કરી, એટલે તે સેવકો એ મંત્રીના તે પૂર્વોપકારીને મારવાનો આરંભ કર્યો. “દુર્જન ઉપર ઉપકાર કરે તે સપને દુધ પાવા જેવું છે.' જેમ ધાન્યના પુંજને કુટે તેમ તે સેવક એ મુનિને કુટયા, એટલે તે ત્યાંથી ઉપવનમાં જવા માટે ઉતાવળે ચાલ્યા, તથાપિ તેઓએ તેમને છોડવા નહીં, એટલે નિરુપાચ એવા મુનિને શાંત છતાં પણ કપ ચઢયો. કેમકે “અગ્નિના તાપથી શીતળ જળ પણ ઉષ્ણ થાય છે.” તત્કાળ મુનિનાં મુખમાંથી અકાળે ઉત્પન્ન થયેલા મેઘમાંથી વિજળીની જેમ તેજલેશ્યા ઉત્પન્ન થઈ. તે વીજળીના મંડળની જેમ આકાશને પ્રકાશતી મેટી મોટી જ્વાળાઓથી ઉલ્લાસ પામવા લાગી. આ પ્રમાણે કેપથી તેજલેશ્યાને ધારણ કરતા મુનિને પ્રસન્ન કરવાને માટે નગરજનો ભયથી અને કૌતુકથી ત્યાં આવ્યા. રાજા સનસ્કુમાર પણ તે વાત સાંભળીને તત્કાળ ત્યાં આવ્યા, કેમકે “સદ્દબુદ્ધિવાળા પુરુષે જ્યાંથી અગ્નિ ઉઠે ત્યાંથી જ બુઝાવી દેવું જોઈએ.” રાજા સંભૂતમુનિને નમસ્કાર કરી બોલ્યા કે “હે ભગવન્! તમને આમ કરવું શું ઘટિત છે? “ચંદ્રકાંત મણિ સૂર્યનાં કિરણોથી તપે તે પણ તે પોતાની શીતળ કાંતિને છોડતો નથી.” આ સેવકો એ તમારે જે અપરાધ કર્યો, તેથી તમને કેપ થવાનો સંભવ છે, કેમકે ક્ષીરસાગરનું મથન કરતાં પણ શું કાલકૂટ વિષ ઉત્પન્ન નથી થયું ? પરંતુ સંપુરૂષોને ક્રોધ દુર્જનના નેહ જેવો હોય છે, એટલે કે પુરુષોને ક્રોધ થાય જ નહીં, થાય તે તે લાંબે કાળ રહે નહી અને જે કદાપિ રહે તે પણ તે નિષ્ફળ થાય, તેનું ફળ બેસે નહીં. તે વિષે તમને વધારે શું કહેવું? હું તો તમને પ્રાર્થના કરીને કહું છું કે હવે કો૫ છોડી દે, કેમકે તમારા જેવા પુરુષે અપકારીમાં ને ઉપકારીમાં બન્નેમાં સમદષ્ટિવાળા હોય છે.”
એ સમયે આ ખબર જાણીને ચિત્રમુનિ ભદ્રહસ્તીની જેમ મધુર ભાષણવડે શાંત કરવાને માટે સંભૂતમુનિ પાસે આવ્યા. પછી મેઘના જળના પૂરથી જેમ પર્વતને દાવાનળ શમી જાય તેમ ચિત્રમુનિનાં શાસ્ત્રાનુસારી વચનોથી સંભૂતમુનનો કોપ શાંત થઈ ગયે. તીવ્ર કોપ અને તપથી મુક્ત થયેલા તે મહામુનિ ક્ષયથી પણીના ચંદ્રની જેમ પ્રસન્નતાને પ્રાપ્ત થયા. પછી સર્વ લેકે તેમને વંદના કરી ખમાવીને ત્યાંથી પાછા ફર્યા. એટલે ચિત્રમુનિ સંભૂતમુનિને ઉદ્યાનમાં લઈ ગયા. ત્યાં ગયા પછી તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે “માત્ર આહારને માટે ઘેર ઘેર ફરવાથી મોટું દુઃખ પ્રાપ્ત થાય છે, આ શરીર આહારવડે પોષણ કર્યા છતાં પણ પરિણામે નાશવંત છે, ત્યારે રોગીઓને શરીરની કે આહારની શી જરૂર છે?” આવે ચિત્તમાં નિશ્ચય કરી સંલેખનાપૂર્વક બંને મુનિઓએ ચતુવિધ આહારનાં પચ્ચખાણ કર્યા. - અહીં રાજા સનકુમારે આજ્ઞા કરી કે “હું છતાં તે સાધુને પરાભવ જેણે કર્યો તેને શોધી લાવે.” એટલે કોઈએ આવીને નમુચિ મંત્રી વિષે સૂચના કરી દીધી. “પૂજ્ય જનની જે પૂજા કરતો નથી પણ ઉલટા હણે છે તે મહાપાપી છે.” એમ કહી રાજાએ નમૂચિને ચરની પેઠે બાંધીને મંગાવ્યા. પછી “હવેથી બીજે કઈ આવી રીતે સાધુનો પરાભવ કરે નહીં એમ વિચારી શુદ્ધ બુદ્ધિવાળા સનસ્કુમાર ચકી નગરના મધ્યમાં થઈને તેને બાંધેલી સ્થિતિમાં મનિની પાસે લાવ્યા. નમતા મુગટનાં ૨નની કાંતિથી પૃથ્વીને જળમયી કરતા રાજાએ બને મુનિને વંદના કરી, એટલે ડાબા હાથમાં રાખેલી મુખવસ્ત્રિકાવડે મુખને ઢાંકતા અને દક્ષિણ ભુજાને ઉંચા કરતા બને મુનિ બોલ્યા કે “જે અપરાધી હોય છે તે પોતાની મેળે તેના કર્મના ફળનું ભાજન થાય છે.” પછી સનસ્કુમારે તે મુનિને નમુચિ મંત્રીને બતાવ્યો, એટલે તે બધેલ નમુચિ ગરૂડના સર્ષની જેમ સનકુમારથી પંચવને મેગ્ય