________________
૩૬૨
સગ ૧ લો
મારી નાખ્યા. ત્યાંથી મૃત્યુ પામીને ગંગાનદીના કિનારે એક રાજહંસીના ઉદરથી પૂર્વની જેમ જુગળીઆરૂપે ઉત્પન્ન થયા. એક વખતે તેઓ સાથે ક્રીડા કરતા હતા, તેવામાં કઈ ઢીમરે જાળ પાથરી તેમાં પકડી લઈ ગ્રીવા ભાંગીને તેમને મારી નાખ્યા. “ધર્મહીનની પ્રાચે એવીજ ગતિ હોય છે.” ત્યાંથી મૃત્યુ પામીને કાશીપુરીમાં ભૂતદત્ત નામના સમૃદ્ધિમાન ચંડાળને ઘેર ચિત્ર અને સંભૂત નામે બે પુત્ર પણે ઉત્પન્ન થયા. તેઓને પરસ્પર અત્યંત નેહ હોવાથી તેઓ કદિ પણ જુદા પડતા નહીં. નખ અને માંસ જેવો દઢ તેમને સંબંધ હતે. તે સમયે તે વારાણસી નગરીમાં શેખ નામે રાજા હતે. અને તેને નમુચિ નામે પ્રધાન હતા. એક વખતે તે નમુચિ પ્રધાન મોટા અપરાધમાં આવ્યો, તેથી રાજાએ તેને ગુપ્ત રીતે મારી નાખવા સારૂ ભૂતદત્ત ચંડાળને સેંપી દીધું. તેણે નમુચિને કહ્યું કે “જો તુ મારા પુત્રોને ભૂમિગૃહ (ભેચરા)માં રહીને ગુપ્ત રીતે ભણાવ તે હું મારા આત્માની જેમ તારી ગુપ્તપણે રક્ષા કરૂં.” નમુચિએ માતંગપતિનું તે વચન કબુલ કર્યું, કેમકે “માણસ જીવિતને માટે ન કરે તેવું કાંઈ નથી.” પછી નમુચિ ચિત્ર અને સંભૂતને વિચિત્ર કળાઓનો અભ્યાસ કરાવવા લાગે. કેટલેક દિવસે અનુરાગી થયેલી તે ચંડાળની સ્ત્રીની સાથે રમવા લાગ્યો. તે વાત જાણવામાં આવતાં ભૂતદો તેને મારવાનો નિશ્ચય કર્યો. “પિતાની સ્ત્રી સાથે વ્યભિચાર કરનારા વ્યભિચારીને દેષ કેણ સહન કરે ?” તે વાતની ચિત્ર સંભૂતને ખબર પડવાથી તે ચંડાળના પુત્રોએ ભય બતાવી નમુચિને નસાડી મૂક્યો. તેના પ્રાણરક્ષણરૂપ વિદ્યાભ્યાસની દક્ષિણ તેઓએ આપી. ત્યાંથી નાસીને તે નમુચિ હસ્તિનાપુરમાં આવ્યા. ત્યાં સનકુમાર ચક્રીએ પિતાને પ્રધાન કર્યો,
અહીં ચિત્ર અને સંભૂત નવયૌવન વયને પ્રાપ્ત થયા, એટલે તેઓ જાણે અશ્વિનીકુમાર કઈ હેતુથી પૃથ્વી પર આવ્યા હોય તેવા દેખાવા લાગ્યા. હાહા અને હૂહૂ ગંધર્વને પણ ઉપહાસ્ય કરે તેવું અતિ મધુર ગીત તેઓ ગાવા લાગ્યા, અને નારદ તથા તુંબરૂને પણ તિરસ્કાર કરે એવી વીણા વગાડવા લાગ્યા, જ્યારે તેઓ ગીતપ્રબંધને અનુસરીને અતિ સ્પષ્ટ એવા સાત સ્વરોની વીણા વગાડતા હતા, ત્યારે કિનરો પણ તેમના કિંકર થઈ જતા હતા. ધીર ઘોષણાથી મૃદંગને વગાડતા ત્યારે મુરલીને નાદ કરનારા કૃષ્ણની પણ વિડંબના કરતા હતા. શંકર, પાર્વતી, ઉર્વશી, રંભા, મુંજકેશી અને તિત્તમાં પણ જે નાટને જાણતી ન હતી, તે નાટયને તેઓ અભિનય કરતા હતા. સર્વ ગાંધર્વનું સર્વસ્વ અને વિશ્વને કામણરૂપ અપૂર્વ સંગીત પ્રકાશ કરતાં તેઓએ સર્વના મનનું હરણ કર્યું. એક વખતે તે નગરીમાં મદનોત્સવ પ્રવર્યો, એટલે નગરજનો સંગીતના રસિક થઈને નગર બહાર નીકળ્યા. તે વખતે ચિત્ર અને સંભૂત પણ ગાતા ગાતા તે તરફ નીકળ્યા. તેમના ગીતથી આકર્ષાઈને મૃગલાની જેમ પુરજનો એકઠા થયા. તે વખતે કેઈએ રાજા પાસે આવીને કહ્યું કે “બે ચંડાળે એ આપણા નગરજનોને ગીતથી આકર્ષીને પિતાની જેવા મલિન કરી નાખ્યા છે. તત્કાળ રાજાએ કેટવાળને બોલાવીને આપપૂર્વક હુકમ કર્યો કે “એ બે ચંડાળને નગરીના કેઈ પણ પ્રદેશમાં પેસવા દેવા નહીં.” કોટવાળે તેમને ખબર આપવાથી તેઓ તે દિવસથી વારાણસીથી દૂર જ રહેવા લાગ્યા. એક વખતે વારાણસીમાં કૌમુદી ઉત્સવ પ્રવર્તે, એટલે ઇદ્રિયની ચપળતાથી તેઓએ રાજાના શાસનનું ઉલ્લંઘન કરીને ભમર જેમ હાથીના ગંડસ્થળ પર પ્રવેશ કરે તેમ તે નગરીમાં પ્રવેશ કર્યો. સર્વ અંગ પર બુરખ નાંખીને ઉત્સવને જોતાં ચારની જેમ આખી નગરીમાં તેઓ છાની રીતે ફરવા લાગ્યા. ફરતાં ફરતાં જેમ શિયાળ બીજા શિયાળના શબ્દ સાથે મેળવીને બેલે તેમ નગરજનોનાં ગીત સાથે