________________
પર્વ ૯ મું
३६३ પિતાના સ્વરને મેળવીને તેઓ તારસ્વરે ગાવા લાગ્યા, કેમકે “ભવિતવ્યતાનું ઉલ્લંઘન કરવું અશક્ય છે.” કાનને અત્યંત મધુર લાગે એવું તેમનું ગીત સાંભળીને મધ પર માખીઓની જેમ યુવાન નગરજનો તેમની ફરતા ફરી વળ્યા. પછી “આ બે જણા કેળુ છે? તે જાણવાને માટે લોકોએ તેમના શરીર પરથી બુરખા ખેંચી લીધા, એટલે “અરે આ તે પેલા ચંડાળ છે' એમ આક્ષેપપૂર્વક તેઓ બેલી ઊઠયા. પછી નગરજનોએ લાકડી અને ઢેખાળાથી તેમને કુટવા માંડયા; એટલે ઘરમાંથી શ્વાનની જેમ તેઓ ડોક નીચી કરીને નગરમાંથી નીકળી ગયા. લેકેએ તેમજ બાળકોના સમૂહે મારેલા તેઓ પગલે પગલે
ખલિત થતાં માંડમાંડ ગંભીર ઉદ્યાનમાં આવ્યા. ત્યાં સ્થિત થઈને તેઓ વિચાર કરવા લાગ્યા કે “સર્ષે સું ઘેલા દુધની જેમ હીનજાતિથી દુષિત એવાં આપણાં કળા, કૌશલ્ય અને રૂપ વિગેરેને ધિક્કાર છે ! આપણે યાયન વિગેરે ગુણથી કરેલો ઉપકાર આપણને અપકારરૂપ થઈ પડે. શાંતિકાર્ય કરતાં ઉલટે વેતાળ ઉત્પન્ન થયે; પરંતુ આપણામાં રહેલ કળા, લાવણ્ય અને રૂપ આપણા આ શરીર સાથે એકરૂપ થઈ ગયાં છે; અને સર્વ અનર્થનું કારણે આ શરીર જ છે, માટે તેને કેઈ પણ રીતે તૃણની જેમ ત્યજી દઈએ.” આ નિશ્ચય કરી પ્રાણ છોડવામાં તત્પર થયેલા તેઓ જાણે સાક્ષાત્ મૃત્યુને જેવા જતા હોય તેમ દક્ષિણ દિશા તરફ ચાલ્યા.
ઘણે દૂર જતાં એક મોટે ગિરિ તેમના જેવામાં આવ્યું. તે એટલે ઊંચે હતું કે જેના ઉપર ચઢવાથી પૃથ્વી પર રહેલા મેટા હાથીઓ પણ બચ્ચાં જેવા દેખાતા હતા. પછી ભૃગુપાત (ભેરવજવ) કરવાની ઈચ્છાએ તેઓ તેની ઉપર ચઢળ્યા, ત્યાં ગુણના જંગમગિરિરૂપ એક મહામુનિ તેમને જોવામાં આવ્યા. વર્ષાકાળના મેઘની જેમ ગિરિશિખર પર રહેલા તે મુનિને જોઈને તેમના સંતાનો પ્રસાર નાશ પામી ગયે. પછી આનંદાશ્રુના મિષથી જાણે પૂર્વના દુઃખને છોડી દેતા હોય તેમ તેઓ ભ્રમરની જેમ સદ્ય તેમના ચરણકમળમાં પડયા. મુનિએ ધ્યાનને સમાપ્ત કરીને તેમને કહ્યું કે “તમે બે કેણ છો ? અને અહીં કેમ આવ્યા છો ?” તેઓએ પિતાની સર્વ વૃત્તાંત મુનિને કહી સંભળાવ્યું. મુનિ બેલ્યા કે “ભૃગુપત કરવાથી તમારા શરીરને નાશ થશે, પણ સેંકડે જન્મથી ઉપાર્જન કરેલા તમારા અશુભ કર્મનો કાંઈ નાશ થશે નહીં. જે તમારે આ શરીરનો ત્યાગ કરી હોય તે સ્વર્ગ અને મોક્ષાદિના કારણરૂપ પરમ તપ તપીને એ શરીરનું ફળ ગ્રહણ કરે.” ઈત્યાદિક દેશનાવાક્યરૂપ અમૃતથી જેમનાં મન ધેવાઈને નિર્મળ થયાં છે એવા તે બંનેએ તત્કાળ તે મુનિ પાસે યતિધર્મ ગ્રહણ કર્યો. અનુક્રમે શાસ્ત્રોનું અધ્યયન કરીને તેઓ ગીતાર્થ થયા. “મનસ્વી જનો જેને ગ્રહણ કરવામાં આદર કરે તેમનું ગ્રહણ કેમ ન થાય ?” છ, અઠ્ઠમ વિગેરે અતિ દુસ્તપ તપીને તેમણે પૂર્વ કમની સાથે પિતાના શરીરને શેષવી નાખ્યું. પછી શહેરે શહેર અને ગામે ગામ વિહાર કરતા તેઓ અન્યદા હસ્તિનાપુર સમીપે આવ્યા. ત્યાં નગર બહાર ઉદ્યાનમાં રહીને તેઓએ દુસ્તપ તપ કરવા માંડયું. “શાંત ચિત્તવાળા મનુષ્યને સંગની ભૂમિ પણ તપસ્યાને માટે થાય છે.”
એક વખતે જાણે શરીરધારી યતિધર્મ હોય તેવા સંભૂત મુનિએ માસક્ષમણને પારણે હસ્તિનાપુરમાં ભિક્ષા માગવાને માટે પ્રવેશ કર્યો. ઈસમિતિપૂર્વક ઘેરઘેર ભમતા તે મુનિ માર્ગમાં નમુચિ મંત્રીને જોવામાં આવ્યા, એટલે “આ ચંડાળનો પુત્ર મારે વૃત્તાંત જાહેર કરશે” એમ મંત્રીના ચિત્તમાં ચિંતા ઉત્પન્ન થઈ, કારણ કે પાપી જને સર્વ ઠેકાણે શક્તિ હોય છે. પછી “જ્યાંસુધી આ મારા મર્મને પ્રકાશિત ન કરે ત્યાં સુધીમાં તેને હું નગર