________________
પર્વ ૮ મું
૩૫૯.
અહીં જરાકુમાર પાંડેની પાસે આવ્યો અને કૃષ્ણનું કૌસ્તુભ રન આપીને દ્વારકા નગરીના દાહ વિગેરેની સર્વ વાર્તા કહી સંભળાવી. તેઓ તે વાત સાંભળીને સદ્ય શોકમગ્ન થઈ ગયા, અને સહોદર બંધુની જેમ તેઓએ એક વર્ષ સુધી કૃષ્ણની પ્રતિક્રિયા કરી. પછી તેઓને દીક્ષા લેવાની ઈચ્છાવાળા જાણીને શ્રી નેમિનાથે ચતુર્ગાની એવા ધમ શેષ નામના મુનિને પાંચ મુનિએની સાથે ત્યાં મોકલ્યા. તેમના આવવાથી જરાકુમારને રાજ્ય ઉપર બેસાડી પાંડવોએ દ્રોપદી સહિત તે મુનિની પાસે દીક્ષા લીધી, અને તેમણે અભિગ્રહ સહિત તપ આરંભ્ય. ભીમે એ અભિગ્રહ કર્યો કે જો કોઈ ભાલાના અગ્ર ભાગથી ઉંછ (ભિક્ષા) આપશે, તે જ હું ગ્રહણ કરીશ.” એ અભિગ્રહ છ માસે પૂરો થ, દ્વાદશાંગધારી તે પાંડવો અનુક્રમે પૃથ્વી પર વિહાર કરતા કરતા શ્રી નેમિનાથ પ્રભુને વાંદવાની ઉત્કંઠાએ ચાલ્યા.
શ્રી નેમિનાથ પ્રભુએ મધ્ય દેશ વિગેરેમાં વિહાર કરી. ઉત્તર દિશામાં રાજપુર વિગેરે શહેરમાં વિહાર કરી, ત્યાંથી ફ્રીમાન ગિરિ ઉપર જઈ આવી, તેમજ અનેક પ્લેચ્છ દેશમાં પણ વિહાર કરીને ઘણા રાજાઓ અને મંત્રીઓને પ્રતિબંધ કર્યો. વિશ્વના મહને હરનાર પ્રભુ આર્ય અનાર્ય દેશમાં વિહાર કરી પાછા હીમાન ગિરિ ઉપર આવ્યા, અને ત્યાંથી પાછા કિરાત દેશમાં વિચર્યા. હીમાન ગિરિ પરથી ઉતરી દક્ષિણા પથ દેશમાં આવ્યા, અને ત્યાં સૂર્યની જેમ ભવ્ય પ્રાણીરૂપ કમળવનને બંધ કર્યો.
કેવળજ્ઞાનથી માંડીને વિહાર કરતા પ્રભુને અઢાર હજાર મહાત્મા સાધુઓ, ચાળીશ હજાર - બુદ્ધિમાનું સાધ્વીઓ,ચારસો ચૌદપૂર્વધારી, પંદરસો અવધિજ્ઞાની, તેટલા જ વૈક્રિય લબ્ધિવાળા, તેટલોજ કેવળજ્ઞાની, એક હજા૨ મન:પર્ય વિજ્ઞાની, આ ઠસે વાદેલબ્ધવાળા, એક લાખ ને એગણતેર હજાર શ્રાવકો અને ત્રણ લાખ ને ઓગણચાળીશ હજાર શ્રાવિકાઓ–એટલે પરિવાર થયો. એટલા પરિવારથી પરવારેલા, અનેક મુર, અસુર અને રાજાઓએ યુક્ત થયેલા પ્રભુ પિતાનો નિર્વાણુ સમય નજીક જાણીને રૈવતગિરિ ઉપર પધાર્યા. ત્યાં ઈન્દ્રોએ રચેલા સમવસરણમાં બેસીને પ્રભુએ સર્વ જેના અનુગ્રહની ઈચ્છાથી છેલ્લી દેશના આપી. તે દેશનાથી પ્રતિબોધ પામીને કેટલાકે દીક્ષા લીધી, કેટલાક શ્રાવક થયા અને કેટલાક ભદ્રિકભાવી થયા. પછી પાંચસો ને છત્રીશ મુનિએની સાથે પ્રભુએ એક મહીનાનું પાદપપગમ અનશન કર્યું, અને આષાઢ માસની શુકલ અષ્ટમીએ ચિત્રા નક્ષત્રમાં સાયંકાળે શૈલેશીધ્યાનને પ્રાપ્ત થયેલા પ્રભુ તે મુનિઓની સાથે નિર્વાણપદને પ્રાપ્ત થયા.
પ્રદ્યુમ્ન અને શાંબ વિગેરે કુમાર, કૃષ્ણની આઠે પટ્ટરાણીઓ, ભગવંતના બંધુઓ, બીજા પણ ઘણા વ્રતધારી મુનિઓ અને રાજીમતી વિગેરે સાધ્વીઓ અવ્યયપદને પ્રાપ્ત થયાં. રથનેમિએ ચાર વર્ષ ગૃહસ્થપણામાં, એક વર્ષ છદ્મસ્થપણામાં અને પાંચસો વર્ષ કેવળીપણુમાં એમ સર્વ મળીને નવસો ને એક વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કર્યું. એજ પ્રમાણે કૌમારાવસ્થા, છદ્મસ્થાવસ્થા અને કેવળીઅવસ્થાને વિભાગે કરીને રાજીમતીએ પણ એટલું જ આયુષ્ય ભોગવ્યું. શિવાદેવી અને સમુદ્રવિજય રાજા માહેદ્ર દેવલોકમાં ગયા, અને બીજા દશાર્દો મહદ્ધિક દેવપણાને પ્રાપ્ત થયા. કૌમારપણામાં ત્રણ વર્ષ અને છદ્મસ્થ તથા કેવળપણમાં સાતસો વર્ષ-એમ એક હજાર વર્ષનું આયુષ્ય શ્રી નેમિનાથ ભગવંતે ભોગવ્યું. શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી પાંચ લાખ વર્ષ વીત્યાં ત્યારે શ્રી નેમિનાથ પ્રભુનું નિર્વાણ થયું.
૧ ભિક્ષા વિશેષ,