________________
૩૫૬
સર્ગ ૧૨ મેં
થઈ ગયા છે એવા આ પાષાણના રથને સાંધવાને કેમ ઈચ્છે છે?” તે દેવે કહ્યું, “હજારે યુદ્ધમાં નહીં હણાયેલે પુરુષ યુદ્ધ વિના મરી જાય, અને તે જે પાછો આવે તે આ મારે રથ પણ પાછો સજજ થાય.” પછી તે દેવે આગળ જઈને પાષાણ ઉપર કમળ રોપવા માંડયા. બળદેવે પૂછયું કે “શું પાષાણભૂમિ ઉપર કમળવન ઉગે ? દેવતાએ કહ્યું, “જે આ તમારે અનુજ બંધુ પાછો આવશે આ કમળ પણ પાષાણ ઉપર ઉગશે.” વળી તેની આગળ જઈને તે દેવ એક બળી ગયેલા વૃક્ષને જળવડે સિંચવા લાગ્યા. તે જોઈ બળદેવે કહ્યું કે “શું દશ્ય થયેલું વૃક્ષ પાણી સિંચવાથી પણ ફરીવાર ઉગે ?” ત્યારે દેવે પ્રત્યુત્તર આપે કે જે તમારા સ્કંધ ઉપર રહેલું આ શબ જીવશે તો આ વૃક્ષ પણ પુનઃ ઉગશે.' વળી તે દેવ આગળના ભાગમાં ગોવાળ થઈ ગાયોનાં શબના મુખમાં જીવતી ગાયની જેમ નવીન દુર્વા નાખવા લાગ્યો. તે જોઈ બળદેવે કહ્યું કે “અરે મૂઢ હદયવાળા ! આ અસ્થિપ્રાય થયેલી ગાયે શું તારી આપેલી દુર્વાને કયારે પણ ચરશે?” દેવ બોલ્યા કે “જો આ તમારે અનુજ બંધુ જીવશે તો આ મૃત ગયો દુર્વાને ચરશે.” તે સાંભળી રામે વિચાર્યું કે “શું આ મારો અનુજ બંધુ ખરેખર મૃત્યુ પામેલ હશે કે જેથી આ જુદા જુદા માણસે એક સરખેજ જવાબ આપે છે.” બળદેવને વિચાર આ પ્રમાણે સુધરેલો જાણીને તત્કાળ તે દેવતાએ સિદ્ધાર્થનું રૂપ કર્યું અને બળરામની આગળ આવીને કહ્યું કે “હું તમારે સારથિ સિદ્ધાર્થ છું” અને દીક્ષા લઈ મૃત્યુ પામીને દેવપણાને પ્રાપ્ત થયો છું. તમે પૂર્વે મારી પાસે માગણી કરી હતી, તેથી તમને બોધ આપવાને માટે હું અહીં આવ્યો છું. નેમિપ્રભુએ કહ્યું હતુ કે “જરાકુમારથી કૃષ્ણનું મૃત્યુ થશે.” તે પ્રમાણેજ થયું છે, કેમકે સર્વજ્ઞનું ભાષિત કદિ પણ અન્યથા થતું નથી, અને પિતાનું કૌસ્તુભ રત્ન નિશાની તરીકે આપીને કૃષ્ણ જરાકુમારને પાંડેની પાસે મોકલ્યો છે.” બળદેવ બોલ્યા- હે સિદ્ધાર્થ ! તમે અહીં આવીને મને બોધ કર્યો તે બહુ સારું કર્યું, પણ આ ભ્રાતાના મૃત્યુદુઃખથી પીડિત થયેલે હું હવે શું કરું? તે કહો.” સિદ્ધાર્થ બોલે, શ્રી નેમિનાથ પ્રભુના વિવેકી ભ્રાતા એવા જે તમે, તેને હવે દીક્ષા વિના બીજું કાંઈ પણ કરવું ઘટિત નથી. બહુ સારૂં” એમ કહી બળદેવે તે દેવતાની સાથે સિંધુ ને સમુદ્રના સંગમને સ્થાનકે આવી કૃષ્ણના શરીરને સંસ્કાર કર્યો. તે વખતે બળરામને દીક્ષા લેવાની ઈચ્છાવાળા જાણીને મહા કૃપાળુ શ્રી નેમિનાથે એક વિદ્યાધર મુનિને સત્વર ત્યાં મોકલ્યા. રામે તેમની પાસે દીક્ષા દીધી. પછી તંગિકા શિખર ઉપર જઈને તીવ્ર તપ કરવા લાગ્યા. ત્યાં સિદ્ધાર્થ દેવ તેમને રક્ષક થઈને રહ્યો.
એક વખતે બળરામ મુનિ મા ખમણના પારણાને માટે કઈ નગરમાં પિઠા, ત્યાં કેઈ સ્ત્રી બાળકને લઈને કૂવાને કાંઠે ઊભી હતી. તે રામનું અતિશય રૂપ જોઈને તેને જેવામાં જ વ્યગ્ર થઈ ગઈ તેથી વ્યગ્ર ચિત્તવાળી તેણીએ ઘડાને બાંધવાનું દોરડું ઘડાને બદલે પિલા બાળકના કંઠમાં બાંધ્યું. પછી એવામાં તે બાળકને કુવામાં નાખવા માંડો, તેવામાં બળરામે તે જોયું, તેથી વિચાર્યું કે “આવા અનર્થકારી એવા મારા રૂપને ધિક્કાર છે! હવેથી હું કઈ પણ ગામ કે નગર વિગેરેમાં પેસીશ નહીં. માત્ર વનમાં કાષ્ઠાદિકને લેવા આવનાર લોકો પાસેથી જ જે ભિક્ષા મળશે તેથી પારણું કરીશ.” આ પ્રમાણે નિરધાર કરી તે સ્ત્રીને નિવારીને બળદેવ મુનિ તરત વનમાં ચાલ્યા ગયા. ત્યાં રહીને માસિક પ્રમુખ દુસ્તપ તપ આચર્યો, અને તૃણ કાષ્ઠાદિકને વહન કરનારા લોકો પાસેથી પ્રાસુક ભાત પાણી વહેરીને પિતાને નિર્વાહ કરવા લાગ્યા.