________________
પર્વ ૮ મું
૩૫૧ મને ધિક્કાર છે કે હું તટસ્થ રહીને આ મારી નગરીને બળતી જોઉં છું. આર્ય બંધુ ! જેમ આ નગરીની રક્ષા કરવાને હું સમર્થ નથી, તેમ તેને જોવાને પણ હું ઉત્સાહ રાખતો નથી. માટે કહે, હવે આપણે ક્યાં જઈશું? કેમકે સર્વત્ર આપણું વિરોધી રાજાઓ છે.” બળભદ્ર બેલ્યા–“ભાઈ ! આ વખતે આપણા ખરા સગા, સંબંધી, બાંધવ કે મિત્ર પાંડેજ છે, માટે તેમને ઘેર જઈએ.” કૃણે કહ્યું, “આર્ય! મેં પ્રથમ તેમને દેશનિકાલ કર્યા હતા, તે તે અપકારની લજજાએ આપણે ત્યાં શી રીતે જઈશું ?” રામ બોલ્યા-‘સપુરૂષે પિતાનાં હૃદયમાં ઉપકારનેજ ધારણ કરે છે, તેઓ નઠારા સ્વપ્નની જેમ કદિ પણ અપકારને તો સંભારતાજ નથી. હે ભ્રાતા ! આપણે અનેકવાર સત્કાર કરેલા એવા પાંડવ કૃતજ્ઞ હોવાથી આપણું પૂજા કરશે તેના સંબંધમાં બીજો વિચાર લાવશે જ નહીં.” આ પ્રમાણે રામે કહ્યું એટલે કૃષ્ણ પાંડવની પાંડમથુરા નગરીને ઉદ્દેશીને નૈઋત્ય દિશા તરફ ચાલ્યા.
અહીં દ્વારકા નગરી બળતી હતી, તે વખતે રામને પુત્ર કજવારક કે જે ચરમશરીરી હતું, તે મહેલના અગ્રભાગ ઉપર ચડી ઊંચા હાથ કરીને આ પ્રમાણે બોલ્યો કે “આ વખતે હું શ્રી નેમિનાથને વ્રતધારી શિષ્ય છું. મને પ્રભુએ ચરમશરીરી અને મોક્ષગામી કહ્યો છે. જે અહંતની આજ્ઞા પ્રમાણ હોય તે હું અગ્નિથી કેમ બળું !” આવી રીતે તે બાલ્યા એટલે ભકદેવતાઓ તેને ત્યાંથી ઉપાડીને પ્રભુની પાસે લઈ ગયા. તે વખતે શ્રી નેમિપ્રભુ પાંડવનો દેશમાં સમવસર્યા હતા, ત્યાં જઈને તે મહામાનવાળા કુwવારકે દીક્ષા લીધી. જે રામ કૃષ્ણની સ્ત્રીઓએ પુર્વે દીક્ષા લીધી નહતી, તેઓ શ્રી નેમિનાથને સંભારતી સતી અનશન કરીને અગ્નિના ઉપદ્રવ વેજ મૃત્યુ પામી ગઈ, એ અગ્નિમાં સાઠ કુલકોટી અને બોતેર કુલકટી યાદવો બળીને ભસમ થઈ ગયા. છ માસ સુધી દ્વારકા નગરી બન્યા કરી. પછી તેને સમુદ્ર જળવડે પ્લાવિત કરી નાખી.
અહીં માર્ગે ચાલતાં કૃષ્ણ હસ્તિકલ્પ નામના નગર પાસે આવ્યા એટલે તેમને સુધાની પીડા ઉત્પન્ન થઈ, તેથી તેમણે તે વાત બળભદ્રને જણાવી. બળભદ્ર બોલ્યા- હે બાંધવ ! હું તમારે માટે ભેજન લેવા સારૂ આ નગરમાં જાઉં છું, પરંતુ તમે અહીં પ્રમાદરહિત રહેજે, અને કદિ જો મને નગરમાં કાંઈ પણ કષ્ટ ઉત્પન્ન થશે તે હું સિંહનાદ કરી એટલે તમે તે સાંભળીને તરત ત્યાં આવજે.” આ પ્રમાણે કહીને રામ નગરમાં પેઠા. તે વખતે નગરજનો તેમને જોઈને “આ દેવકૃતિ પુરુષ કોણ છે?' એમ આશ્ચર્ય પામતા સતા નિરખવા લાગ્યા. વિચાર કરતાં તેઓના સમજવામાં આવ્યું કે ‘દ્વારકા અગ્નિથી બળી ગઈ છે, તેથી તેમાંથી નીકળીને આ બળભદ્ર અહીં આવ્યા જણાય છે' પછી બળભદ્દે કદઈની દુકાને જઈ આંગળીમાંથી મુદ્રિકા (વીટી) આપીને વિવિધ ભેજન લીધું, અને કલાલની દુકાનેથી કડું આપીને મદિરા લીધી. તે લઈને બળદેવ જેવા નગરના દરવાજા તરફ ચાલ્યા, તેવાજ રાજાના ચાકીદારે તેમને જે વિસ્મય પામીને તે વાત જણાવવા માટે ત્યાંના રાજાની પાસે આવ્યા. તે નગરમાં ધૃતરાષ્ટ્રનો પુત્ર અછદંત રાજ્ય કરતા હતે. પૂર્વે પાંડવોએ કૃષ્ણનો આશ્રય લઈને જ્યારે સર્વ કૌરનો વિનાશ કર્યો ત્યારે માત્ર તેને અવશેષ રાખ્યું હતું. રક્ષકોએ આવીને તે રાજાને કહ્યું કે “કેઈ બળદેવના જેવો પુરુષ ચરની જેમ મહા મૂલ્યવાળું કડુ અને મુદ્રિકા આપીને તેના બદલામાં આપણા નગરમાંથી મદ્ય અને ભોજન લઈને નગર બહાર જાય છે. તે બળભદ્ર હો કે કોઈ ચોર હો, પણ EL આપને જાહેર કરીએ છીએ, તેથી હવે પછી અમારે કાંઈ અપરાધ નથી. આ પ્રમાણેના ખબર સાંભળી અછદંત રૌન્ય લઈને બળદેવને મારવા તેની સમીપે આવ્યો અને નગરના