________________
૩૫૦
સર્ગ ૧૧ મે દિશાઓમાંથી વૃક્ષોને ઉમૂલન કરી લાવીને સમગ્ર દ્વારકાનગરીને કાષ્ઠ વડે પૂરી દીધી, અને સાઠ કુલ કેટી બહા૨ ૨હેનારા અને તેર કુલ કીટી દ્વા૨કા માં રહેનારા એ એ સવ યાદને દ્વારકામાં એકઠા કરીને એ પાયન અસુરે અગ્નિ પ્રગટ કર્યો. એ અગ્નિ પ્રલયકાળના અગ્નિની જેમ પોતાના ઘાટા ધુમાડાથી બધા વિશ્વમાં અંધકા૨ કરતે સત ધગ ધગ શબ્દ કરતે પ્રજ્વલિત થે. બાળકથી તે વૃદ્ધ સુધીના બધા લોકો જાણે બેડી વડે કેદ કરેલા હોય તેમ એક પગલું પણ ત્યાંથી ચાલવાને સમર્થ થયા નહીં, સર્વે પિંડાકારપણે એકઠા થઈ રહ્યા. તે વખતે રામ અને કૃષ્ણ વાસુદેવ, દેવકી અને રોહિણીને અગ્નિમાંથી બહાર કાઢવાને માટે રથમાં બેસાડ્યા, પણ વાદી જેમ સર્પને ખંભિત કરે તેમ દેવતાએ સ્તભિત કરેલા અશ્વો અને વૃષભે ત્યાંથી જરા પણ ચાલી શક્યા નહી. પછી રામકૃષ્ણ ઘોડા અને વૃષભને છોડી દઈને પિતેજ તે રથને ખેંચવા લાગ્યા, એટલે તે રથની ધરી તડ તડ શબ્દ કરતી લાકડાના કકડાની જેમ ભાંગી પાડી, તથાપિ તેઓ “હે રામ ! હે કૃષ્ણ! અમારું રક્ષણ કરો, રક્ષણ કરે. એમ દીનપણે પોકાર કરતા માતા-પિતાને બચાવવા માટે અતિ સામર્થ્યથી તે રથને માંડ માંડ નગરના દરવાજા પાસે લાવ્યા, એટલામાં તેનાં બંને કમાડ બંધ થઈ ગયાં. રામે પગની પાનીના પ્રહારથી તે બને કમાડને લીલામાત્રમાં ભાંગી નાખ્યાં, તથાપિ જાણે પૃથ્વીએ ગ્રસ્ત કર્યો હોય તેમ જમીનમાં ખેંચી ગયેલે રથ બહાર નીકળી શક્યો નહીં. તે વખતે પાયન દેવે આવીને કહ્યું કે “અરે રામ કૃષ્ણ! તમને આ શે મોહ થયે છે? મેં તમને પૂર્વે કહ્યું હતું કે તમારા બે વિના બીજા કેઈન અગ્નિમાંથી મોક્ષ થવાનો નથી, કારણ કે મેં તેને માટે મારું મહા તપ વેચી દીધું છે, અર્થાત્ નિયાણા વડે નિષ્ફળ કરી નાખ્યું છે. તે સાંભળીને તેમનાં માતા પિતા બોલ્યાંહે વત્સ ! હવે તમે ચાલ્યા જાઓ, તમે બે જીવતા રહેશે તે બધા યાદવે જીવતાજ છે, માટે હવે વધારે પુરૂષાર્થ કરે નહીં; તમે તે અમને બચાવવા માટે ઘણું કર્યું, પરંતુ ભવિતવ્યતા બળવાનું અને દુલર્ભય છે. અમે અભાગીઆએએ પ્રભુની પાસે દીક્ષા લીધી નહીં, તો હવે અત્યારે અમે અમારા કર્મનું ફળ ભોગવશું.' તેમણે આ પ્રમાણે કહ્યું તોપણ જ્યારે રામ કૃષ્ણ તેમને મૂકીને ગયા નહીં, ત્યારે વસુદેવ, દેવકી અને રોહિણીએ કહ્યું કે “અત્યારથી અમારે ત્રિજગદ્દગુરૂ શ્રી નેમિનાથનું જ શરણ છે, અમે ચતુવિધ આહારનાં પચખાણ કરીએ છીએ, અને શરણેછુ એવા અમે અહંત, સિદ્ધ, સાધુ અને અહં તકથિત ધર્મનું શરણ અંગીકાર કરીએ છીએ. અમે કોઈના નથી અને કોઈ અમારું નથી.” આ પ્રમાણે આરાધના કરીને તેઓ નવકાર મંત્રના ધ્યાનમાં તત્પર થયા, એટલે દ્વૈપાયને તેમની ઉપર અગ્નિના મેઘની જેમ અગ્નિ વર્ષા, જેથી તે ત્રણે તત્કાળ મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. પછી રામ અને કૃષ્ણ નગરીની બહાર નીકળી જીર્ણોદ્યાનમાં ગયા, અને ત્યાં ઉભા રહીને બળતી દ્વારકાપુરીને જોવા લાગ્યા.
દ્વારકાની અંદર અગ્નિવડે બળવાથી માણેકની દીવાલે પાષાણના ખંડની જેમ ચૂર્ણ થતી હતી, ગશીર્ષચંદનના સ્તંભ પલાલની જેમ ભમ થતા હતા, કીલ્લાના કાંગરાઓ તડ તડ શબ્દ કરતા તુટી પડતા હતા, અને ઘરનાં તળી આ ફટ ફ શબ્દ કરતાં કુટતાં હતાં. સમદ્રમાં જળની જેમ અગ્નિની જવાળાઓ માં જરા પણ અંતર હતું નહી. પ્રલય કાળમાં જેમ સર્વત્ર એકાણુવ થઈ જાય તેમ સર્વ નગરી એકાનળરૂપ થઈ ગઈ હતી. અગ્નિ પોતાની જવાળારૂપ કરથી નાચતે હતો, પોતાના શબ્દોથી ગર્જના કરતું હતું, અને વિસ્તાર પામતા ધુમાડાના મિષથી નગરજનરૂપ માછલાની ઉપર જાણે જાળ પાથરતો હોય તે દેખાતા હતા. આ પ્રમાણેની દ્વારકાની સ્થિતિને જોઈને કૃષ્ણ બળભદ્રને કહ્યું, “નપુંસક જેવા