________________
પર્વ ૮ મું નેમિનાથ પણ રૈવતાચલ પર આવીને સમવસર્યા. તે ખબર સાંભળી કૃષ્ણ ત્યાં ગયા અને જગતની મેહરૂપી મહા નિદ્રાને દૂર કરવામાં રવિની કાંતિ જેવી ધમ દેશના સાંભળવા લાગ્યા. તે ધર્મ દેશના સાંભળીને પ્રદ્યુમ્ર, શાંબ, નિષધ, ઉત્સુક અને સારણ વિગેરે કેટલાએક કુમારએ દીક્ષા લીધી. તેમજ રૂફમિણી અને જાંબવતી વિગેરે ઘણી યાદવની સ્ત્રીએ એ પણ સંસાર પર ઉદ્વેગ પામીને પ્રભુની પાસે દીક્ષા લીધી. પછી કૃષ્ણને પૂછવાથી પ્રભુએ કહ્યું કે દ્વૈપાયન આજથી બારમે વર્ષે દ્વારકાનું દહન કરશે.” તે સાંભળીને કૃષ્ણ ચિંતા કરવા લાગ્યા કે “તે સમુદ્રવિજય વિગેરે ધન્ય છે કે જેઓએ આગળથીજ દીક્ષા લીધી છે, અને હું કે જે રાજ્યમાં લુબ્ધ થઈ દીક્ષા લીધા વિના પડ્યો રહ્યો છું તેને ધિક્કાર છે.” કૃષ્ણને આ આશય જાણી પ્રભુ બોલ્યા કે “કૃષ્ણ! કદિ પણ વાસુદેવ દીક્ષા લેતા જ નથી, કારણ કે તેઓને ચારિત્રધર્મની આડી નિયાણારૂપ અગળ હોય છે. વળી તેઓ અવશ્ય અગામી (નારકી) જ થાય છે. તમે પણ અહીંથી મૃત્યુ પામીને વાલુકા પ્રભા નામની ત્રીજી નરકમાં જશે.” તે સાંભળતાંજ કૃષ્ણ અતિ વિધુર થઈ ગયા, એટલે સર્વ ફરીથી કહ્યું કે હે વાસુદેવ! તમે તે નરકમાંથી નીકળીને આ ભરતક્ષેત્રમાં તીર્થકર થશે, અને આ બળભદ્ર અહીંથી મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં જશે, ત્યાંથી ચવીને પાછા મનુષ્ય થશે, પાછા દેવતા થશે, ત્યાંથી ચવીને આ ભરતક્ષેત્રમાં ઉત્સર્પિણી કાળમાં રાજા થશે, અને તમારાજ તીર્થમાં તે મોક્ષને પામશે.” આ પ્રમાણે કહી પ્રભુએ ત્યાંથી બીજે વિહાર કર્યો. વાસુદેવ પણ તેમને નમીને દ્વારકામાં આવ્યા. પછી કૃષ્ણ પાછી આઘોષણા કરાવી એટલે સર્વ લેકે વિશેષ ધર્મનિષ્ઠ થયાં.
કૈપાયન મૃત્યુ પામીને અગ્નિકુમાર નિકાસમાં દેવપણે ઉત્પન્ન થયે. પૂર્વનું વેર સંભારીને તે તત્કાળ દ્વારકામાં આવ્યું, ત્યાં સર્વ લેકે ચતુર્થ, છ, અમ વિગેરે તપમાં તત્પર અને દેવપૂજામાં આસક્ત તેના જોવામાં આવ્યા. તેથી ધર્મના પ્રભાવથી તે કાંઈ પણ ઉપસર્ગ કરવાને અશક્ત થયે; તેથી તેમનાં છિદ્ર જેત જેતે તે અગ્યાર વર્ષ સુધી સ્થિતિ કરીને રહ્યો. જ્યારે બારમું વર્ષ આવ્યું ત્યારે લો કે એ વિચાર્યું કે “આપણા તપથી દ્વૈપાયન ભ્રષ્ટ થઈ નાસી ગયે અને આપણે જીવતા રહ્યા, માટે હવે આપણે સ્વેચ્છાએ રમીએ. પછી મદ્યપાન કરતા અને અભક્ષ્ય ખાતા તેઓ સ્વેચ્છાએ કીડા કરવામાં પ્રવર્યા. તે વખતે છિદ્રને જેનારા વૈપાયનને અવકાશ મળ્યો, એટલે તેની કટુષ્ટિથી તત્કાળ કલ્પાંત કાળની જેવા અને યમરાજના દ્વાર જેવા વિવિધ ઉત્પાતે દ્વારકામાં ઉત્પન્ન થયા. આકાશમાં ઉલ્કાપાતના નિર્ધાત થવા લાગ્યા, પૃથ્વી કંપવા લાગી. ગ્રહોમાંથી ધૂમકેતુને વિડ. બના પમાડે તેવા ધુમ્ર છુટવા લાગ્યા, અંગારાની વૃષ્ટિ થવા લાગી, સૂર્ય મંડળમાં છિદ્ર જોવામાં આવ્યુ, સૂર્ય ચંદ્રના અકસ્માત્ ગ્રહણ થવા લાગ્યાં, મહેલમાં રહેલી લેયમય પુતળીઓ અટ્ટહાસ કરવા લાગી, ચિત્રમાં આલેખેલા દેવતાઓ ભ્રગુટી ચઢાવીને હસવા લાગ્યા અને નગરીમાં પણ હિંસક જનાવરો વિચરવા લાગ્યા. એ વખતે તે દ્વૈપાયન દેવ પણ અનેક શાકિની, ભૂત અને વેતાલ વિગેરેથી પરવયે સતે નગરીમાં ભમવા લાગે. નગરજને સ્વપ્નમાં રક્ત વસ્ત્ર અને રક્ત વિલેપનવાળા, કાદવમાં મગ્ન થયેલા અને દક્ષિણભિમુખ ખેંચાતા પિતાના આત્માને જોવા લાગ્યા. રામ અને કૃષ્ણનાં હળ અને ચક્ર વિગેરે આયુરને નાશ પામી ગયાં. પછી કૈપાયને સંવર્ણ વાયુ વિકુળે. તે વાયુએ કાષ્ટ અને તણ વિગેરે સર્વ તરફથી લાવી લાવીને નગરીમાં નાંખ્યા અને જે લેકે ચારે દિશાઓમાં નાસવા માંડ્યા તેઓને પણ પાછા નગરીમાં લાવી લાવીને નાખ્યા. વળી તે પવને આઠ