________________
પર્વ ૮ મું',
૩ર૩
પછી કૃષ્ણ ગ્રીષ્મઋતુને ત્યાંજ નિર્ગમન કરીને પરિવાર સાથે નેમિને એગ્ય કન્યા જેવાને ઉત્સુક થઈ દ્વારકામાં આવ્યા. ત્યાં સત્યભામાએ કહ્યું કે “હે નાથ ! મારી રાજીમતી નામે એક નાની બહેન છે, તે અરિષ્ટનેમિને બરાબર યોગ્ય છે. તે સાંભળી કૃષ્ણ બોલ્યા- હે સત્યભામા ! તમે ખરેખર મારા હિતકારી છે, કારણ કે નેમિનાથને મેગ્ય સ્ત્રીની ચિતારૂપ સાગરમાંથી તમે મારો ઉદ્ધાર કર્યો છે. પછી કૃષ્ણ પોતેજ તત્કાળ ઉગ્રસેનને ઘેર ગયા. માર્ગમાં યાદવોએ અને નગરજનોએ સંભ્રમથી તેમને જતા જોયા. ઉગ્રસેને અર્થપાઘ વિગેરેથી કૃષ્ણને સત્કાર કરી સિંહાસન પર બેસાડીને આગમનનું કારણ પૂછયું. કૃષ્ણ બોલ્યા-“હે રાજન ! તમારે રાજીમતી નામની કન્યા છે, તે મારા અનુજ ભાઈ નેમિ કે જે મારાથી ગુણમાં અધિક છે, તેને યોગ્ય છે, આવાં કૃષ્ણનાં વચન સાંભળી ઉગ્રસેન બેલ્યા- હે પ્રભુ! આજે અમારાં ભાગ્ય ફળ્યાં કે જેથી તમે અમારે ઘેર આવ્યા અને વળી અમને કૃતાર્થ કર્યા. તે સ્વામિન્ ! આ ગૃહ, આ લક્ષ્મી, આ અમે, આ પુત્રી અને બીજું બધું સર્વે તમારે આધીન છે, તેથી સ્વાધીન વસ્તુમાં પ્રાર્થના શી?” ઉગ્રસેનનાં આવાં વચન સાંભળી કૃષ્ણ ખુશી થયા, અને શીધ્ર સમુદ્રવિજય પાસે આવી તે ખબર આપ્યા. સમુદ્રવિજયે કહ્યું- હે વત્સ! તમારી પિતૃભક્તિ અને ભ્રાતૃવાત્સલ્ય જોઈ મને ઘણે હર્ષ થાય છે. વળી તમે મારા નેમિકુમારને ભેગાભિમુખ ર્યા, તેથી અમને ઘણો જ આનંદ ઉપજાવ્યા છે; કેમકે અરિષ્ટનેમિ વિવાહ કરવાનું કબુલ કરે તે ઠીક, એ મને રથ આટલા વખત સુધી અમારા મનમાં જ લીન થઈ જતો હતો. પછી રાજા સમુદ્રવિજયે ક્રોડુકિને બોલાવીને નેમિનાથ અને રામતીના વિવાહને માટે શુભ દિવસ પૂળ્યો, એટલે ક્રોષ્યકિએ કહ્યું કે “હે રાજન ! વર્ષાકાળમાં સાધારણ શુભ કાર્યનો પણ આરંભ કરે કહ્યો નથી તે વિવાહની તે વાતજ શી કરવી? ” સમુદ્રવિજયે કહ્યું, “આ વખતે જરા પણ કાળક્ષેપ કરે ગ્ય નથી, કારણ કે કોણે માંડમાંડ નેમિનાથને વિવાહને માટે મનાવ્યા છે, તેથી વિધ્ર ન આવે તે નજીકમાંજ કઈ વિવાહને દિવસ મન
વિવાહનો દિવસ બતાવો અને તમારી અનુજ્ઞાથી ગાંધર્વાવિવાહની જેમ એ વિવાહ થઈ જાઓ.” ક્રાગ્ટકિએ વિચારીને કહ્યું, “હેય દુપતિ! જે એમજ હોય તે પછી શ્રાવણ માસની શુકલ ષષ્ટીએ એ કાર્ય કરો.” રાજાએ કો ટુકિને સત્કાર કરી વિદાય કર્યો. પછી એ વાર્તા ઉગ્રસેનને કહેવરાવી, અને બને તે કાર્યમાં તૈયાર થયા. કૃષ્ણ પણ દ્વારકામાં પ્રત્યેક દુકાને, પ્રત્યેક દરવાજે અને પ્રત્યેક ગૃહે રત્નમય માંચા અને તેરણ વિગેરે રચાવ્યાં. વિવાહનો દિવસ નજીક આવ્યા એટલે દશાર્ડ અને રામ કૃષ્ણ વિગેરે એકઠા થયા. શિવાદેવી, રેહિણી અને દેવકી વિગેરે માતાઓ, રેવતી પ્રમુખ રામની પત્ની અને સત્યભામા વિગેરે કૃષ્ણની પત્નીઓ, ધાત્રીઓ અને બીજી ત્રવૃદ્ધ તેમજ સૌભાગ્યવતી રમણીઓ એકઠી થઈને ઊંચે સ્વરે ગીત ગાવા લાગી, સર્વેએ મળીને નેમિકુમારને પૂર્વાભિમુખે ઉત્તમ આસન પર બેસાડ્યા, અને રામ કૃષ્ણ પ્રીતિથી પોતાની જાતે તેમને હવરાવ્યા. પછી નેમિકુમારને હાથે મંગળસૂત્ર બાંધી હાથમાં બાણ આપીને કૃષ્ણ ઉગ્રસેનને ઘેર ગયા, ત્યાં પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળી રામતીને પણ કૃષ્ણ તેવી રીતે જ સ્નાનાદિ કરાવીને તૈયાર કર્યો. ફરી પાછા પોતાને ઘેર આવ્યા.
તે રાત્રી નિર્ગમન કરીને પ્રાત:કાળે નેમિનાથને વિવાહ માટે ઉગ્રસેનને ગૃહે લઈ જવાને તૈયાર કર્યા. ત છત્ર માથે ધર્યું, અને પડખે શ્વેત ચામર વીંજાવા માંડયાં, છેડા સહિત બે વેત વસ્ત્ર પહેરાવ્યાં, મુક્તાફળનાં આભરણથી શણગાર્યા અને મનોહર ગશીષચંદનથી અંગરાગ કર્યો. આ પ્રમાણે તૈયાર થયા પછી નેમિનાથ શ્વેત અશ્વવાળા