________________
પર્વ ૮ મું
૩૩૯ તમે બાળપણમાં નંદને ઘેર મોટા થયા, અને તમારા અગ્રજ છ સદર નાગસાર્થવાહને ઘેર ઉછર્યા, મેં તે સાતમાંથી એક પુત્રને પણ બાલ્યવયમાં લાલિત કર્યો નહીં; તેથી હે વત્સ ! બાળકનું લાલનપાલન કરવાની ઈચ્છાવાળી હું પુત્રને ઈચ્છું છું. તે પશુઓને પણ ધન્ય છે કે જેઓ પોતાના અપત્ય (વાછડા) ને લાલિત કરે છે.'
માતાનાં આવાં વચન સાંભળી ‘હું તમારે મનોરથ પૂરો કરીશ” એમ કહી કૃષ્ણ સૌધર્મ ઈદ્રના સેનાપતિ નૈમેષી દેવની આરાધના કરી. દેવ પ્રત્યક્ષ થઈને બોલ્યો - હે ભદ્ર ! તમારી માતાને આઠમે પુત્ર થશે, પણ જ્યારે તે બુદ્ધિમાન યુવાવસ્થા પામશે ત્યારે દીક્ષા લેશે. તેને આ પ્રમાણેને કથન પછી સ્વ૯૫ વખતમાં એક મહદ્ધિક દેવ સ્વર્ગથી
વીને દેવકીના ઉદરમાં ઉત્પન્ન થયે, અને સમય આવતાં પુત્રરૂપે અવતર્યો. તેનું ગજસુકમાળ નામ પાડયું. જાણે બીજા કૃષ્ણ હોય તેવા એ દેવ સમાન પુત્રનું દેવકી લાલનપાલન કરવા લાગ્યાં. માતાને અતિ હાલે અને ભ્રાતાને પ્રાણ સમાન કુમાર બન્નેનાં નેત્રરૂપ કુમુદને ચંદ્રરૂપ થયે. અનુક્રમે યૌવનવયને પાયે, એટલે પિતાની આજ્ઞાથી કેમ રાજાની પુત્રી પ્રભાવતીને પરણ્ય. વળી સે મશર્મા બ્રાહ્મણની ક્ષત્રિયાણી થી ઉત્પન્ન થયેલી સમા નામની કન્યાને પણ જે કે તે ઈચ્છતો ન હતે તો પણ માતા અને ભ્રાતાની આજ્ઞાથી પર. તેવામાં શ્રી નેમિનાથ પ્રભુ ત્યાં સમવસર્યા. તેમની પાસે સ્ત્રીઓ સહિત જઈને ગજસુકમાળે સાવધાનપણે ધર્મ સાંભળે, તેથી અપૂર્વ વૈરાગ્ય ઉત્પન્ન થતાં બંને પત્નીએ સહિત માતા પિતાની આજ્ઞા મેળવીને તેણે પ્રભુની પાસે દીક્ષા લીધી. જ્યારે ગજકયુમાળે દીક્ષા લીધી ત્યારે તેના વિયેગને નહિ સહન કરી શકતા એવા તેના માતાપિતાએ અને કૃષ્ણ પ્રમુખ ભાઈઓએ ઊંચે સ્વરે રૂદન કર્યું.
* જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે ગજસુકુમાળ મુનિ પ્રભુની આજ્ઞા લઈ સાયંકાળે સ્મશાનમાં જઈને કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા. તેવામાં કાંઈક કારણે બહાર ગયેલા મશર્મા બ્રાહાણે તેમને દીઠા. તેમને જોઈ તે મશર્માએ ચિંતવ્યું કે, આ ગજસુકુમાળ ખરેખર પાખંડો છે, તેને આવો વિચાર છતાં માત્ર વિટંબના કરવાને એ દુરાશય મારી પુત્રીને પર હતે. આમ ચિંતવી એ મહાવિધી બુદ્ધિવાળા સોમશર્માએ અતિ ક્રાધાયમાન થઈને બળતી ચિતાના અંગારાથી પૂરેલી એક ઘડાની ઠીબ તેના માથા ઉપર મૂકી. તેના વડે અત્યંત દહન થયા છતાં પણ તેમણે સમાધિપૂર્વક તે સર્વ સહન કર્યું, તેથી એ ગજસુકુમાળ મનિનાં કર્મરૂપ સર્વ ઈધન બળીને ભસ્મ થઈ ગયાં, અને તત્કાળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી આયુષ્ય પૂર્ણ થવાથી તે મુનિ મોક્ષે ગયા.
પ્રાતઃકાળે કૃષ્ણ પોતાના પરિવાર સહિત રથમાં બેસીને પૂર્ણ ઉત્કંઠિત મનથી ગજસુકમાળ મુનિને વાંચવા માટે ચાલ્યા. દ્વારકાની બહાર નીકળ્યા, તેવામાં તેમણે એક વૃદ્ધ બ્રાહ્મણને માથે ઈટે લઈ કઈ દેવાલય તરફ જતો જે. કૃષ્ણ તેની પર દયા લાવીને તેમાંથી એક ઈંટ પિતાની જાતે તે દેવાલયમાં લઈ ગયા એટલે કેટીગમે લોકો તે પ્રમાણે એકએક ઈટ લઈ ગયા, જેથી તેનું તે કામ થઈ ગયું. આ પ્રમાણે તે બ્રાહ્મણને કૃતાર્થ કરીને કૃષ્ણ નેમિનાથની પાસે આવ્યા. ત્યાં સ્થાપન કરેલા ભંડારની જેવા પિતાના ભાઈ ગજસુકુમાળને તેમણે દીઠા નહીં, એટલે કૃષ્ણ ભગવંતને પૂછ્યું કે “પ્રભુ ! મારા ભાઈ ગજસુકુમાળ ક્યાં છે? ભગવંતે કહ્યું કે “સોમશર્મા બ્રાહ્મણને હાથે તેનો મોક્ષ થયો. તે વાત વિસ્તારથી સાંભળતાં જ કૃષ્ણને મૂછ આવી. થોડી વારે સંજ્ઞા પામીને કૃષ્ણ ફરીવાર પ્રભુને પૂછયું “ભગવદ્ ! એ મારા ભાઈને વધ કરનાર બ્રાહ્મણને મારે શી રીતે ઓળખવો?’ પ્રભુ બોલ્યા “કૃષ્ણ ! એ મશર્માની ઉપર તમે કોપ કરશે નહીં, કારણકે તમારા ભાતાને