________________
પવ ૮ મુ
૩૭
રથને ચીલે ચીલે સમુદ્રના તટ ઉપર આવ્યા. ત્યાં સમુદ્રી વચ્ચે થઈને જતા એવા કૃષ્ણ તથા પાંડવાના રૂપા અને સુવર્ણના પાત્ર જેવા શ્વેત અને પીળા રથના ધ્વજ તેના જોવામાં આવ્યા, એટલે ‘હું કપિલ વાસુદેવ તમને જોવાને ઉત્કંઠિત થઈ સમુદ્રકિનારે આવ્યા છુ, માટે પાછા વળે.’ આવા સ્પષ્ટ અક્ષરે સમજાય તેમ તેણે શખના નાદ કર્યાં. તેના ઉત્તરમાં ‘અમે દૂર ગયા છીએ, માટે હવે તમારે કાંઇ ખેલવુ નહીં.' આવા સ્પષ્ટ અક્ષરના ધ્વનિવાળા શંખ કૃષ્ણે સામે પૂર્યાં. તે શ ંખના ધ્વનેિ સાંભળી કપિલ વાસુદેવ ત્યાંથી પાછા ફર્યા, અને અમરકંકાપુરીમાં આવીને ‘આ શુ?” એમ પદ્મરાજાને પૂછયુ-એટલે પદ્મ પેાતાના અપરાધની વાર્તા કહીને પછી જણાવ્યું કે, હે પ્રભુ ! તમારા જેવા સ્વામી છતાં જ ખૂદ્વીપના ભરતક્ષેત્રના વાસુદેવ કૃષ્ણે મારો પરાભવ કર્યા.’ એટલે કપિલ વાસુદેવે કહ્યું કે‘અરે અસામાન્ય વિગ્રહવાળા દુરાત્મા ! તારૂં આ કૃત્ય સહન કરવા યાગ્ય નથી.’ એમ કહી તેને રાજ્યથી ભ્રષ્ટ કર્યાં, અને તેના રાજ્ય ઉપર તેના પુત્રને બેસાડયો.
અહીં કૃષ્ણે સમુદ્ર ઉતરી પાંડવા પ્રત્યે ખેલ્યા-હે પાંડવા ! જ્યાં સુધી હું સુસ્થિત દેવની રજા લઉં ત્યાં સુધીમાં તમે ગંગા ઉતરી જાએ.’ પછી તેએ નાવમાં બેસી સાડીખાસઠ ચાજન વિસ્તારવાળા ગગાના ભય કર પ્રત્રાહને ઉતરીને પરસ્પર કહેવા લાગ્યા કે, ‘અહીં આપણે નાવ ઊભું રાખી કૃષ્ણનુ બળ જોઈએ કે કૃષ્ણ નાવ વિના આ ગંગાના પ્રવાહને શી રીતે ઉતરે છે?” આ પ્રમાણે સ'કેત કરી તેએ નદીના તટ ઉપર સંતાઈ રહ્યા. પછી કૃષ્ણ કાર્ય સાધી કૃતકૃત્ય થઈ ગંગાના તીરે આવ્યા. નાવને જોયુ નહી., એટલે એક ભુજા પર અશ્વ સહિત રથને રાખી બીજા હાથવતી જળ તરવા લાગ્યા. એ પ્રમાણે તરતાં તરતાં જ્યારે ગગાના મધ્યમાં આવ્યા ત્યારે શ્રાંત થઇને વિચારવા લાગ્યા કે, અહા ! પાંડવા ઘણી શક્તિવાળા કે જેઓ નાવ વિના ગગાને તરી ગયા.' કૃષ્ણના આ પ્રમાણેના ચિ'તીતને જાણીને ગંગાદેવીએ તત્કાળ તાગ આપ્યા (સ્થળ કરી આપ્યું,) એટલે વિસામા લઈને હિર મુખે કરી તેને ઉતરી ગયા. તીરે આવીને પાંડવાને પૂછ્યું' કે, ‘તમે વહાણુ વગર શી રીતે ગ'ગા ઉતર્યા ?’ પાંડવાએ કહ્યું, ‘અમે તા નાવથી ગંગા ઉતર્યા.' કૃષ્ણે કહ્યું કે, ‘ત્યારે નાવને પાછું વાળીને મારે માટે કેમ ન માકલ્યુ ?” પાંડવા ખેલ્યા-તમારા અળની પરીક્ષા કરવાને અમે નાવને મેકલ્યું નહી.' તે સાંભળી કૃષ્ણે કાપ કરીને કહ્યું કે, “તમે સમુદ્ર તરવામાં કે અમરકકા નગરી જીતવામાં શુ' મારું ખળ જાણ્યું નહતું, કે હવે મારું ખળ જાણવુ ખાકી હતુ ?' આ પ્રમાણે કહી પાંડવાના પાંચે રથને લાહુદડ વડે ચૂ કરી નાંખ્યા, અને તે ઠેકાણે થમન નામે નગર વસાવ્યું. પછી કૃષ્ણે પાંડવાને દેશપાર કર્યા, અને પાતે પોતાની છાવણીમાં આવીને સની સાથે દ્વારકામાં આવ્યા.
પાંડવાએ પેાતાના નગરમાં આવી એ વૃત્તાંત કુંતીમાતાને કહ્યો, એટલે કુંતી દ્વારકામાં આવ્યા અને કૃષ્ણને કહ્યું કે, હું કૃષ્ણ ! તમે દેશપાર કરેલા મારા પુત્રા હવે કયાં રહેશે ? કારણ કે આ ભરતા માં તા એવી પૃથ્વી નથી કે જે તમારી ન હોય.' કૃષ્ણ મેલ્યા‘દક્ષિણ સમુદ્રના તટ ઉપર પાંડુથુરા નામે નવીન નગરી વસાવીને તેમાં તમારા પુત્ર નિવાસ કરે.' કુંતીએ આવીને એ વાર્તા (કૃષ્ણુની આજ્ઞા) પુત્રાને કહી; એટલે તેએ સમુદ્રની વેલાથી પવિત્ર એવા પાંડુ દેશમાં ગયા. કૃષ્ણે હસ્તિનાપુરના રાજ્ય ઉપર પાતાની એન સુભદ્રાના પૌત્ર અને અભિમન્યુના પુત્ર પરીક્ષીતના રાજ્યાભિષેક કર્યા,
૪૩