________________
૩૩૬
સર્ગ ૧૦ મા
પદ્મરાજાની સાથે યુદ્ધ કરશે, કે હું યુદ્ધ કરૂં તે રથમાં બેસીને જોશે?” પાંડેએ કહ્યું; પ્રભુ! કાં તે આજે પદ્મનાભ રાજા, કે કાં તો અમે રાજા એવી પ્રતિજ્ઞા લઈને અમે પદ્મનાભ સાથે યુદ્ધ કરીશું.”
કૃષ્ણ તે વાત સ્વીકારી એટણે તેઓ પદ્મનાભ સાથે યુદ્ધ કરવા ગયા. પદ્મ ક્ષણવારમાં તેમને હરાવ્યા. એટલે તેઓએ કૃષ્ણ પાસે આવીને કહ્યું કે “સ્વામિન્ ! આ પદ્મનાભ તે. ઘણે બળવાન છે અને વળી બળવાન રીન્યથી આવૃત્ત છે, તેથી એ તો તમારાથી જ જીતાય તેમ છે, અમારાથી છતાય એમ નથી, માટે તમને જેમ એગ્ય લાગે તેમ કરે. કૃષ્ણ બોલ્યા- હે પાંડવે ! જ્યારથી તમે “પદ્મનાભ રાજા કે અમે રાજા” એવી પ્રતિજ્ઞા લીધી હતી, ત્યારથી જ તમે હારી ગયા હતા.” પછી “હું રાજા છું', પદ્મનાભ નથી એમ કહી કણ યુદ્ધ કરવા ચાલ્યા અને મહા વનિવાળે પાંચજન્ય શંખ ફૂંકયો. સિંહની ગર્જનાથી મૃગના ટોળાની ગતિની જેમ તે શંખના નાદથી જ પદ્મરાજાના સૈન્યને ત્રીજો ભાગ તુટી ગ. પછી કૃષ્ણ શાર્ક ધનુષ્યને ટંકાર કર્યો, એટલે તેના વિનિથી દુર્બળ દોરીની જેમ પદ્મનાભના લશકરને બીજો ત્રીજો ભાગ તુટી ગયે, ત્યારે પેતાના સૈન્યને તૃતીયાંશ અવશેષ રહ્યો ત્યારે પદ્મરાજા રણભૂમિમાંથી નાશી તત્કાળ અમરકંકા નગરીમાં પેસી ગયો, અને લેઢાની અર્ગલાવડે નગરના દરવાજા બંધ કર્યા. કૃષ્ણ ક્રોધથી પ્રજ્વલિત થઈ રથમાંથી ઉતરી પડ્યા અને તત્કાળ સમુદ્દઘાત વડે દેવતા કરે તેમ નરસિંહરૂપ ધારણ કર્યું. યમરાજની જેવા ક્રોધાયમાન થઈને દાઢેથી ભયંકર એવું મુખ ફાડયું અને ઉગ્ર ગર્જના કરીને નગરીના દ્વાર ઉપર દોટ મૂકીને પગને ઘા કર્યો, જેથી શત્રુના હૃદય સાથે બધી ૫ કપાયમાન થઈ ગઈ. તેમના ચરણુઘાતથી કીલ્લાના અગ્ર ભાગ તુટી પડથા, દેવાલયે પડી ગયાં અને કેટની દીવાલે ભાંગી પડી. એ નરસિંહના ભયથી તે નગરમાં રહેનારા લોકોમાંથી કેટલાક ખાડામાં સંતાઈ ગયા, કેટલાક જળમાં પેસી ગયા, અને કેટલાક મૂછ પામી ગયા. એ વખતે પદ્ધરાજા દ્રૌપદીને શરણે આવીને કહેવા લાગ્યું- હે દેવી ! મારે અપરાધ ક્ષમા કરે અને યમરાજ જેવા આ કૃષ્ણથી મારી રક્ષા કરો.” દ્રૌપદી બોલી-હે રાજન્ ! મને આગળ કરી સ્ત્રીને વેશ લઈને જો તું કૃષ્ણને શરણે જઈશ તે જીવીશ, અન્યથા જીવી શકીશ નહીં. પછી તે તેવી રીતે કરી કૃષ્ણને શરણે આવીને નયે, એટલે શરણુ કરવા યોગ્ય કૃષ્ણ કહ્યું કે, હવે તું ભય પામીશ નહીં.’ એ પ્રમાણે કહી પાંડેને દ્રિૌપદી સેંપી રથારૂઢ થઈને કૃષ્ણ આવ્યા હતા તેજ માર્ગે પાછા ચાલ્યા.
એ વખતે તે ધાતકીખંડમાં ચંપાનગરીના પૂર્ણભદ્ર નામના ઉદ્યાનમાં ભગવાન શ્રી મુનિસુવ્રત પ્રભુ સમોર્યા હતા, તેમની સભામાં કપિલ વાસુદેવ બેઠા હતા, તેમણે પ્રભુને પૂછયું કે, “સ્વામિન્ ! મારા જે આ કેના શંખને નાદ સંભળાય છે ?” પ્રભુએ કહ્યું, “આ કૃષ્ણ વાસુદેવના શંખને ધ્વનિ છે.” એટલે કપિલે પૂછયું, “શું એક જ સ્થાને બે વાસુદેવ થાય?’ પછી પ્રભુએ દ્રૌપદી, કૃષ્ણ અને પદ્મરાજાનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. એટલે કપિલે કહ્યું કે “હે નાથ ! જંબુદ્વીપના અર્ધ ભરતક્ષેત્રના પતિ કૃષ્ણ વાસુદેવનું અભ્યાગત અતિથિની જેમ હું આતિથ્ય કરું.” પ્રભુ બોલ્યા, “જેમ એક સ્થાને બે તીર્થકર અને બે ચક્રવર્તી મળે નહીં તેમ બે વાસુદેવ પણ કારણગથી એક ક્ષેત્રમાં આવ્યા છતાં મળે નહીં.” આવાં અહંતનાં વચન સાંભળ્યાં, તો પણ કપિલ વાસુદેવ કૃષ્ણને જવાને ઉત્સુક થઈને તેના ( ૧ આ પ્રતિજ્ઞામાં વાક્યખલના છે. તે “શકુન કરતાં શબ્દ આગળ” એ કહેવતને ખરી પાડે છે.