________________
સર્ગ ૧૦ મે
દ્રૌપદીનું પ્રત્યાહરણ અને ગજસુકુમાર વિગેરેનું ચરિત્ર. પાંડવ કૃષ્ણના પ્રસાદથી પિતાના હસ્તિનાપુર નગરમાં રહેતા અને દ્રૌપદીની સાથે વારા પ્રમાણે હર્ષથી ક્રીડા કરતા હતા. એક વખતે નારદ ફરતા ફરતા દ્રોપદીને ઘેર આવ્યા, ત્યારે ‘આ અવિરત છે' એમ જાણીને દ્રૌપદીએ તેને સત્કાર કર્યો નહિ, તેથી “આ દ્રૌપદી કેવી રીતે દુ:ખી થાય ? એમ ચિંતવતા નારદ ક્રોધ કરીને તેના ઘરમાંથી નીકળ્યા, પણ આ ભરતક્ષેત્રમાં તે કૃષ્ણના ભયથી કઈ તેનું અપ્રિય કરે તેવું જોવામાં આવ્યું નહિ, એટલે તે ધાતકીખંડના ભરતક્ષેત્રમાં ગયા. ત્યાં ચંપા નગરીમાં રહેનારા કપિલ નામના
સેવક પધ નામે રાજા અમરકંકા નગરીનો સ્વામી અને વ્યભિચારી હતો તેની પાસે આવ્યા, એટલે તે રાજાએ ઉઠીને નારદને સન્માન આપ્યું અને પિતાના અંતઃપુરમાં લઈ ગયે. ત્યાં પિતાની સર્વ સ્ત્રીઓ બતાવીને કહ્યું કે “હે નારદ! તમે આવી સ્ત્રીઓ કઈ સ્થાનકે જોઈ છે? તે વખતે નારદે “આનાથી મારો ઈરાદે સિદ્ધ થશે એમ વિચારીને કહ્યું કે-“રાજન ! કુવાના દેડકાની જેમ આવી સ્ત્રીઓથી તું શું હર્ષ પામે છે ? જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરને વિષે પાંડેને ઘેર દ્રૌપદી નામે સ્ત્રી છે, તે એવી સ્વરૂપવાન છે કે તેની આગળ આ તારી સર્વ સ્ત્રીઓ દાસી જેવી છે.” આ પ્રમાણે કહીને નારદ ત્યાંથી ઉત્પતીને અન્યત્ર ચાલ્યા ગયા.
નારદના ગયા પછી પદ્મનાભ રાજાએ દ્રૌપદીને મેળવવાની ઇચ્છાથી પિતાને પૂર્વ સંગતિવાળા એક પાતાળવાસી દેવની આરાધના કરી; એટલે તે દેવે પ્રત્યક્ષ થઈને કહ્યું કે હે પદ્રનાથ ! કહો, તમારું શું કાર્ય કરું ?” ત્યારે પલ્લે કહ્યું, દ્રૌપદીને લાવીને મને અર્પણ કરો. દેવે કહ્યું કે “એ દ્રૌપદી પાંડેને મૂકીને બીજાને ઈચ્છતી નથી, પણ તારા આગ્રહથી હું તેને લાવું છું.' એમ કહી દેવ તત્કાળ હસ્તિનાપુર આવ્યો અને અવસ્થાપિની નિદ્રાવડે સૌને નિદ્રાવશ કરીને નિદ્રાવશ પડેલી દ્રોપદીને ત્યાંથી રાત્રીએ હરી લાવ્યો, પછી તેને પદ્મને અર્પણ કરી દેવ સ્વસ્થાનકે ગયે. જ્યારે દ્રૌપદી જાગ્રત થઈ ત્યારે ત્યાં પિતાને જોઈ વિધુર થઈ સતી વિચારવા લાગી કે “શું આ તે સ્વપ્ન છે કે શું ઇંદ્રજાળ છે ?” તે વખતે પદ્મનાભે તેને કહ્યું કે-“હે મૃગાક્ષિ ! તું ભય પામીશ નહીં, હું તને અહીં હરણ કરાવીને લાવ્યા છે, માટે અહીં રહે ને મારી સાથે ભોગ ભેગવ. આ ધાતકીખંડ નામે દ્વિીપ છે, તેમાં આ અમરકંકા નગરી છે, હું તેને પદ્મનાભ નામે રાજા છું કે જે તારે પતિ થવાને ઈચ્છે છે.” તે સાંભળી પ્રત્યુત્પન્ન મતિવાળી દ્રૌપદી બોલી કે રે ભદ્ર ! એક માસની અંદર જે કોઈ મારો સંબંધી અહીં આવીને મને નહીં લઈ જાય તે પછી હું તમારું વચન માન્ય કરીશ.” પદ્મનાભે વિચાર્યું કે, હું અહીં જંબુદ્વીપનાં માણસેની ગતિ તદ્દન અશક્ય છે, તેથી આ વચન કબુલ કરવામાં અડચણ નથી.” આવું ધારીને કપટી પદ્મનાભે તે વચન સ્વીકાર્યું. પછી હું પતિ વગર એક માસ સુધી ભોજન કરીશ નહીં, એમ પતિવ્રતરૂપ મહા ધનવતી દ્રૌપદીએ અભિગ્રહ ધારણ કર્યો.