________________
પવ ૮ મું
૩૩૫ અહીં પાંડેએ પ્રાત:કાળે દ્રૌપદીને દીઠી નહીં એટલે તેઓ જળ, સ્થળ અને વન વિગેરેમાં તેની બહુ શોધ કરવા લાગ્યા. જ્યારે કોઈ પણ સ્થાનકેથી દ્રૌપદીને કાંઈ પણ ખબર મળ્યા નહીં ત્યારે તેમની માતાએ જઈને કૃષ્ણને જણાવ્યું, કારણ કે તેજ તેમના શરણરૂપ અને વિધુરપણામે બંધુરૂપ હતા કૃષ્ણ કાર્યમાં મૂઢ થઈ વિચારમાં પડયા, તેવામાં પોતે કરેલા અનર્થને જોવા માટે નારદમુનિ ત્યાં આવ્યા, એટલે કૃષ્ણ નારદને પૂછયું કે “તમે કોઈ સ્થાનકે દ્રૌપદીને જોઈ છે ? નારદે કહ્યું કે “હું ઘાતકીખંડમાં અમરકંકા નગરીએ ગયે હતા, ત્યાંના રાજા પદ્મનાભને ઘેર મે દ્રૌપદીને જોઈ છે.” આ પ્રમાણે કહીને ત્યાંથી બીજે ચાલ્યા ગયા. કૃષ્ણ પાંડેને કહ્યું કે “પદ્મનાભે દ્રૌપદીનું હરણ કર્યું છે, તેથી હું ત્યાં જઈને દ્રોપદીને લઈ આવીશ, માટે તમે ખેદ કરશે નહીં. પછી કૃષ્ણ પાંડવોને લઈ મોટા રીન્ય સાથે માગધ નામના પૂર્વ સાગરના તટ ઉપર ગયા. ત્યાં પાંડેએ કહ્યું, “સ્વામિન્' આ સમુદ્ર સંસારની જેમ અત્યંત ભયંકર, પારાવાર અને ઉદ્ધત છે. અહીં કોઈ ઠેકાણે મહા મેટા પર્વતે એક પથરાની જેમ તેમાં મગ્ન થયેલા છે, કઈ ઠેકાણે મોટા પર્વત જેવાં જળજંતુઓ રહેલાં છે, કઈ સ્થાને સમુદ્રને પણ શેષણ કરવાની પ્રતિજ્ઞા કરીને વડવાનલ રહેલો છે, કોઈ ઠેકાણે કૈવર્તાની જેમ વેલંધર દેવતાઓ રહેલા છે. કોઈ ઠેકાણે પિતાના તરંગથી તે મેઘનું પણ કમંડળની જેમ ઉદ્વર્તન કરે છે. આ સમુદ્ર મનથી પણ અલંધ્ય છે, તે તેને દેહથી તે શી રીતે જ ઉલ્લંઘન કરી શકાશે?” પાંડનાં આવાં વચન સાંભળી ‘તમારે શી ચિંતા છે?” એમ કહીને શુદ્ધ હૃદયવાળા કૃષ્ણ તેના તટ ઉપર બેસીને તેના અધિષ્ઠાયિક સુસ્થિત નામના દેવતાની આરાધના કરી. તત્કાળ તે દેવ પસંદ થઈને બેલ્યો-“હું શું કાર્ય કરૂં ? કૃણે કહ્યું કે-“હે લવણદધિના અધિષ્ઠાયક દેવ ! પદ્મનાભ રાજાએ દ્રૌપદીનું હરણ કરેલું છે, તે જેવી રીતે ધાતકીખંડમાંથી તે દ્રૌપદી અહીં લવાય તેમ કરે.” દેવે કહ્યું કે “હે કૃષ્ણ! તે પદ્મનાભને તેના પૂર્વ સંગતિવાળા દેવે દ્રૌપદીને લઈ જઈને જેમ સેપી છે, તેમ હું તેને ત્યાંથી લાવીને તમને સે પં; અથવા જે આ વાર્તા તમને ન રૂચતી હોય; તે બળ, વાહન સહિત એ પદ્મનાભને સમુદ્રમાં ફેંકી દઈ દ્રૌપદીને લઈ આવીને તમને અર્પણ કરું.” કૃષ્ણ કહ્યું કે “એમ કરવાની જરૂર નથી, માત્ર આ પાંડવોથી અને મારાથી એમ છ પુરુષોથી રથમાં બેસીને જવાય તેવો જળની અંદર અનાહત માર્ગ આપો કે જેથી અમે ત્યાં જઈ એ વરાકને જીતીને દ્રૌપદીને લઈ આવીએ. આ માર્ગ અમને યશ આપનાર છે.” પછી તે સુસ્થિત દેવે તેમ કર્યું, એટલે કૃષ્ણ પાંડવ સહિત સ્થળની જેમ સમુદ્રને ઉલંઘીને અમરકંકા નગરીએ પહોંચ્યા. ત્યાં તે નગરની બહારના ઉદ્યાનમાં રહી કૃષ્ણ દારૂક સારથિને સમજાવી પદ્મરાજાની પાસે હતપણે મોકલ્યા. દારૂક તરત જ ત્યાં ગયે અને પના ચરણપીઠને પિતાના ચરણથી દબાવત, ભયંકર ભ્રકુટી ચઢાવતે અને ભાલાના અગ્ર ભાગથી કૃષ્ણના લેખને આપતે સતે પદ્ધ પ્રત્યે આ પ્રમાણે બે“અરે પદ્મ રાજા ! જેમને કૃષ્ણ વાસુદેવની સહાય છે એવા પાંડેની સ્ત્રી દ્વીપદીને જંબુદ્વીપના ભરતક્ષેત્રમાંથી તું હરી લાવ્યો છે, તે કૃષ્ણ પાંડેની સાથે સમુદ્ર આપેલા માર્ગે અહીં આવેલા છે, માટે હવે જો જીવવાને ઇચ્છતે હે તે સત્વર તે દ્રૌપદી કૃષ્ણને સેંપી દે.” પદ્મરાજા બોલ્યા-એ કૃષ્ણ તે જંબુદ્વીપના ભરતક્ષેત્રને રાજા છે, બાકી અહીં તે એ છએ જણ મારી પાસે કોણ માત્ર છે? માટે જા, તેને યુદ્ધ કરવાને સજજ કર.” દારૂકે આવીને તે વચન કૃષ્ણને કહ્યાં, એટલામાં તે પદ્મનાભ રાજા પણુ યુદ્ધ કરવાની ઈચ્છાથી તૈયાર થઈ સેના લઈને નગર બહાર નીકળે. સમુદ્રના તરંગની જેમ તેના સૈનિકો ઉછળી ઉછળીને તુટી પડવા લાગ્યા. તે વખતે કૃષ્ણ નેત્રને વિકસ્વર કરી પાંડવોને કહ્યું કે “તમે આ