________________
સ ૯ મા
રથ ઉપર આરૂઢ થયા. તે વખતે અશ્વોના હેષારવથી દિશાએથી બધિર કરતા ક્રોડાગમે કુમારા જાનૈયા થઈને તેમની આગળ ચાલ્યા, બન્ને પડખે હજારા રાજા હાથીપર ચડીને ચાલવા લાગ્યા, અને પછવાડે દશ દશા અને રામ કૃષ્ણે ચાલવા લાગ્યા. ત્યારબાદ મહામૂલ્યવાળી શિખિકાઓમાં બેસીને અંતઃપુરની સ્ત્રીએ અને બીજી પણ સ્ત્રી મંગળ ગીત ગાતી ગાતી ચાલી. આ પ્રમાણે માટી સમૃદ્ધિથી શ્રી નેમિકુમાર રાજમાર્ગે ચાલ્યા. આગળ મ’ગળપાઠકે ઊંચે સ્વરે મંગળપાઠ કરતા કરતા ચાલતા હતા, અને મામાં અટારીએ ઉપર ચઢેલી પુરસ્ત્રીઓની પ્રેમા ષ્ટિએ મંગળા લાજાની જેમ નેમિનાથની ઉપર પડતી હતી. એ પ્રમાણે પુરજનાએ જોયેલા અને પરસ્પર થી વણુ વેલા નેમિકુમાર અનુક્રમે ઉગ્રસેનના ઘર પાસે આવ્યા. નેમિનાથના આગમનને કાલાહળ સાંભળી મેધ્વનિથી મયૂરીની જેમ કમળલાચના ૨જીમતી ગાઢ ઉત્કંઠાવાળી થઈ. તેના ભાવ જાણીને તેની સખીએ એલી કે હે સુંદરી ! તમે ધન્ય છે। કે જેનુ નેમિનાથ પાણિગ્રહણ કરશે. હે કમળલોચના ! જો કે નેમિનાથ અહીં આવવાના છે, તથાપિ અમે ઉત્સુક થવાથી ગાખ ઉપર રહીને તેમને જોવાને ઇચ્છીએ છીએ' પેાતાના મનેાગત અર્થને કહેવાથી હ પામેલી રાજીમતી પણ સભ્રમથી સખીઓ સહિત ગેાખ ઉપર આવી.
૩૨૪
રાજીમતીએ ચંદ્ર સહિત મેઘના જેવા માલતી પુષ્પ ગુથેલા કેશપાશ ધર્યાં હતા, તે એ વિશાળ લેાચનથી કણ માં ધારણ કરેલાં આભૂષણભૂત કમળને હરાવતી હતી, મુક્તાફળવાળા કુંડળા યુક્ત કથી છીપની શાભાના તિરસ્કાર કરતી હતી, હીગળાક સહિત અધરથી પાકેલા અિંબફળને લજાવતી હતી, તેની કંઠાભૂષણયુક્ત ગ્રીવા સુવણૅની મેખલાવાળા શ`ખના જેવી શેાભતી હતી, હારથી અક્તિ એવાં સ્તન ખસ ગ્રહણ કરનારા ચક્રવાક જેવા શે।ભતાં હતાં, કરકમળથી કમળખ ડયુક્ત સરિતા જેવી દેખાતી હતી, જાણે કામદેવની ધનુ તા હોય તેવા તેના મધ્ય ભાગ (કટિપ્રદેશ) મુષ્ટિગ્રાહ્ય હતા, જાણે સુવર્ણ લક હાય તેવા નિત ખવડે મનારમ હતી, કદલી જેવા તેના ઉર્ફે હતા, મૃગલીના જેવી તેની જ'ધા હતી, રત્ન જેવી નખાવળી હતી, છેડાદાર શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં અને અંગે ગાચંદનનુ વિલેપન કર્યું હતું.
આ પ્રમાણે તૈયાર થઈને દેવી જેમ વિમાનમાં બેસે તેમ તે ગેાખ ઉપર આવીને બેઠી. ત્યાં રહીને તેણીએ જાણે પ્રત્યક્ષ કંદ હાય તેમ હૃદયમાં કદને પ્રદીપ્ત કરનાર નેમિનાથને દૂરથી જોયા. તેમને દૃષ્ટિથી નીરખીને તેણે મનમાં વિચાર્યુ કે ‘અહો ! આવા મનથી પણ અગોચર એવા પતિ મળવા દુર્લભ છે. ત્રણ લેાકમાં આભૂષણરૂપ એવા આ પિત જો મને પ્રાપ્ત થાય તેા પછી મારા જન્મનું ફળ શું પૂર્ણ નથી થયુ ? જો કે આ પરણવાની ઇચ્છાએ અહી' આવ્યા છે, તથાપિ મને પ્રતીતિ આવતી નથી, કારણ કે આવા પુરૂષ ઘણું પુણ્ય હોય તાજ પ્રાપ્ત થાય છે.' આ પ્રમાણે તે ચિતવતી હતી તેવામાં તેનું દક્ષિણ લાચન અને દક્ષિણ ખાડુ ફરકવો, તેથી તેના મનમાં અને અંગમાં સંતાપ ઉત્પન્ન થયા. પછી ધારાગૃહની પુતળીની જેમ નેત્રમાંથી અશ્રુને વર્ષાવતી રાજીમતીએ પોતાની સખીએ પ્રત્યે ગદ્ગદ્ સ્વરે તે વાત જણાવી તે સાંભળી સખીએ ખેાલી ‘સખી ! પાપ શાંત થાએ, અમ’ગળ હણાએ અને બધી કુળદેવીએ તારૂ કલ્યાણ કરા. હૅન ! ધીરી થા, આ તારા વર પાણિગ્રહણમાં ઉત્સુક થઈને અહી આવેલા છે, તેા હવે વિવાહમહોત્સવ પ્રવર્તતા સતા તને અનિષ્ટ ચિતા શા માટે થાય છે ?’
૧ ભગળિક નિમિત્તે ઉડાડેલી લાજા–ધાણી,