________________
૩૨૭
પ' ૮ સુ
અત્યારે ‘જે ધવળમંગળમાં ગવાય તે સર્વ સત્ય હેાતું નથી' એ કહેવત ખરી પડી છે, કારણ કે તમે ધવળગીતમાં મારા ભર્તારૂપે ગવાયા, પણ સાચા થયા નહી. શું મે પૂ જન્મમાં દંપતીએ (સ્ત્રી ભર્તા)નો વિચાગ કરાવ્યા હશે કે જેથી આ ભવમાં પતિના કરસ્પર્શનું સુખ પણ મને પ્રાપ્ત થયું નહીં.” આ પ્રમાણે વિલાપ કરતી રાજીમતીએ એ કરકમળથી છાતી કુટી હાર તાડી નાખ્યા અને ક‘કણ ફાડી નાખ્યાં. તે વખતે તેની સખીએ ખાલી હૈ વ્હેન ! શામાટે તમે આટલા બધા ખેદ કરે છે ? તમારે તેની સાથે શે સંબંધ છે ? અને તમારે તેની સાથે હવે શુ કાય છે ? સ્નેહ વગરના, નિઃસ્પૃહ, વ્યવહારથી વિમુખ, વનના પ્રાણીની જેમ ઘેર રહ્યા છતાં ગૃહવાસમાં ભીરૂ, દાક્ષિણ્યતા વગરનો, નિષ્ઠુર અને સ્વેચ્છાચારી એવા એ વરીરૂપ નેમિ કદિ ચાલ્યા ગયા તા ભલે ગયા; આપણે તેને પહેલાંથીજ સારી રીતે ઓળખી લીધા તે ઠીક થયું; જો કદિ એ તમને પરણીને આમ મમતારહિત થયા હેાત તેા પછી કુવામાં ઉતારીને દોર કાપી નાખવા જેવું થાત. હવે પ્રદ્યુમ્ન, શાંખ વિગેરે બીજા ઘણા સદ્ગુણી યદુકુમાર છે, તેમાંથી તમને રૂચે તેવા એક તમારા પતિ થાઓ. હું સુભ્ર ! તમે નેમિનાથને માત્ર સ’૫થીજ અપાયા હતા, તેથી જ્યાંસુધી તેમણે તમારૂ` પાણિગ્રહણ કર્યું' નથી ત્યાંસુધી તમે કન્યારૂપજ છે.”
સખીનાં આવાં વચન સાંભળી રાજીમતી ક્રોધ કરીને બાલી–“અરે સખી ! મારા કુળને કલંક લાગે તેવું અને કુલટાના કુળને ચેાગ્ય વચન તમે કેમ ખાલા છે ? ત્રણ જગતમાં નેમિકુમારજ એક ઉત્કૃષ્ટ છે, તેના સદેશ બીજો વર કોણ છે ? અને કદિ તેના જેવા બીજા કાઈ હોય તો પણ શું કામના ? કારણ કે કન્યાદાન તે એકવારજ થાય છે. હું મનથી અને વચનથી એ નેમિકુમારને વરી ચુકી છું અને તેણે ગુરૂજનના આગ્રહથી મને સ્ત્રીપણે સ્વીકારી પણ હતી, તે છતાં અત્યારે એ વેલાકયશ્રેષ્ઠ નેમિકુમાર મને પરણ્યા નહીં, તેા પ્રકૃતિથીજ અનના હેતુરૂપ એવા આ ભાગથી મારે પણ સર્યું, મારે તેની કાંઇ જરૂર નથી. જો કે તેણે વિવાહમાં તા કરથી મારા સ્પર્શ કર્યા નહીં, તથાપિ તદાનમાં તા તે મારા સ્પર્શ કરશે, અર્થાત્ મારા મસ્તકપર વાસક્ષેપ કરવાવડે હસ્તક્ષેપ અવશ્ય કરશે.’’ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ઉગ્રસેનની પુત્રી રાજીમતી સખીજનને નિવારી શ્રી નેમિકુમારનું ધ્યાન કરવામાંજ તત્પર થઈને કાળ નિગ`મન કરવા લાગી.
અહી શ્રી નેમિનાથ દરરોજ વાર્ષિક દાન આપવા લાગ્યા અને સમુદ્રવિજય વિગેરે વેદના પામતા બાળકની જેમ અહિ શ રૂદન કરવા લાગ્યા. ભગવાન્ નેમિએ રાજીમતીની પૂર્વોક્ત પ્રતિજ્ઞા લેાકેાનાં મુખેથી અને ત્રિવિધ જ્ઞાનના પ્રભાવથી જાણી લીધી, તથાપિ એ પ્રભુ મમતારહિત રહ્યા. પ્રભુએ એ પ્રમાણે નિરિ૭પણે એક વર્ષ પર્યંત દાન દીધું. પછી શક્રાદિક દેવનાયકોએ આવીને પ્રભુનો દીક્ષા સંબધી અભિષેક કર્યા, અને ઉત્તરકુરૂ નામની રત્નમય શિખિકામાં શિવાકુમાર (નેમિનાથ) આરૂઢ થયા. પછી સુરાસુર મનુષ્યએ તે શિખિકાને વહન કરી. તે વખતે પ્રભુની બે બાજુએ શક અને ઇશાને ચામર લઈ ને ચાલ્યા; સનકુમારે માથે છત્ર ધરી રાખ્યું, માહેંદ્ર ઇન્દ્ર ઉત્તમ ખડ્ગ લઈને ચાલ્યા; બ્રહ્મ કે દપ ણ લીધું, લાંતક ઈન્દ્ર પૂર્ણ કુંભ લીધે, મહાશકે કે સ્વસ્તિક લીધા, સહસ્રાર ઇન્દ્ર ધનુષ્ય લીધું, પ્રાણતાધીશે શ્રીવત્સ ધારણ કર્યું, અચ્યુતેદ્રે નંદાવત્ત ઉપાડયુ અને ખીજા ચમરેદ્ર વિગેરે ઇન્દ્રો હતા તેઓ અનેક પ્રકારના શસ્ત્રધારી થઇને આગળ ચાલ્યા. એ પ્રમાણે પિતા વિગેરે દશાર્હા, શિવાદેવી વિગેર માતાએ અને રામકૃષ્ણાદિક બંધુએથી પરવર્યા સતા મહામનસ્વી ભગવત રાજમાર્ગે ચાલ્યા. જ્યારે પ્રભુ ઉગ્રસેનના ગૃહ નજીક