________________
પર્વ ૮ મું
૩૨૧
ત્વચા જેવાં કેમળ અને કસ્તુરીથી ધુપિત એવાં વસ્ત્રો પહેરવા લાગ્યા, સ્ત્રીઓ કામદેવના શાસનની જેમ હાથીના કર્ણ જેવા ચળાચળ પંખાને જરાવાર પણ ન છોડવા લાગી, યુવાને વિચિત્ર પુષ્પરસવડે દ્વિગુણ સુગંધી કરેલા ચંદનજળને પોતાની ઉપર વારંવાર છાંટવા લાગ્યા, નારીઓ હૃદયપર સર્વ બાજુ કમળનાળ રાખવાવડે મુક્તાહારથી પણ અધિક સૌભાગ્ય (શભાઈ પામવા લાગી. વારંવાર બાહથી ગાઢ આલિંગન કરતા યુવાને પ્રિયાની જેમ જળા વસ્તુને છાતીપરજ રાખવા લાગ્યા. આવી ઘર્મથી ભીષ્મ એવી ગ્રીષ્મઋતુમાં કૃષ્ણ અંતઃપુર સાથે નેમિનાથને લઈને રૈવતગિરિન ઉદ્યાનમાંહેના સરવરે ક્રીડા કરવા માટે આવ્યા. પછી માનસરોવરમાં હંસની જેમ તે સરેવરમાં કૃષ્ણ અંત:પુર અને નેમિનાથ સહિત જળક્રીડા કરવાને પઠા. તેમાં કંઠસુધી મગ્ન થયેલી કૃષ્ણની સ્ત્રીઓના મુખ નવીન ઉદ્ભવી નીકળેલ કમલિનીના ખંડની ભ્રાંતિને ઉત્પન્ન કરવા લાગ્યાં. કૃષ્ણ કઈ રમણીની ઉપર જળની અંજલિ નાખી, એટલે તે ચતુરાએ ગંડૂષના જળથીજ કૃષ્ણની પર સામો આક્ષેપ કર્યો. કેટલીક જળભરૂવામાં કૃષ્ણને વળગી પડતી, તેથી કૃષ્ણ બરાબર પુતળીઓવાળા સ્તંભની શોભાને ધારણ કરતા હતા. જળકલ્લોલની જેમ વારંવાર ઉછળતી મૃગાક્ષીએ કૃષ્ણના ઉર:સ્થળમાં વેગથી અફળાતી હતી. જળના આઘાતથી તે રમણીઓની ષ્ટિ તાશ્રવણ થઈ જતી તે જાણે પિતાના ભૂષણરૂપી અંજનના નાશથી તેઓને અધિક રોષ થયે હોયની તેવી દેખાતી હતી. કૃષ્ણ કેઈ સ્ત્રીને તેની પ્રતિપક્ષી સપત્નીના નામથી બોલાવતા હતા, તેથી તે હાથીની સુંઢની જેમ કમળ કૃષ્ણને પ્રહાર કરતી હતી. કોઈ બાળાને કૃષ્ણ ઘણીવાર જોતા હતા, તેથી તેની પ્રતિપક્ષી બીજી સ્ત્રી ઈર્ષ્યા ધરીને કૃષ્ણનાં નેત્ર ઉપર કમળરજ મિશ્રિત જળથી તાડન કરતી હતી. કેટલીક મૃગનેત્રા યુવતિઓ ગેપપણાની રાસલીલાને સંભારીને કૃષ્ણની આસપાસ ફરતી હતી. તે વખતે નૈમિકુમાર નિર્વિકાર છતાં પણ ભાઈના આગ્રહથી અનેક પ્રકારે હાંસી કરતી એવી ભ્રાતૃપત્નીઓ સાથે ક્રીડા કરતા હતા. દિયરજી ! હવે ક્યાં જાઓ છો ?” એમ કહી કૃષ્ણની સ્ત્રીઓ એક સાથે હાથે તાડિત કરેલા જળવડે નેમિને આછોટન કરવા લાગી. તે વખતે જળના છાંટા ઉડાડતી કૃષ્ણની સ્ત્રીઓના કરથી શ્રી નેમિપ્રભુ પલ્લવિત વૃક્ષની જેવા શેવા લાગ્યા. પછી તે સ્ત્રીઓ જળક્રીડાના મિષથી સ્ત્રીસ્પ જણાવવાને નેમિકુમારના કંઠમાં વળગી પડી. છાતીવડે છાતીપર અથડાણી અને ભુજાવડે લપટાઈ ગઈ. કઈ રમણીય છત્રની જેમ નેમિકુમારના ઉપર સહમ્રપત્ર કમળ રાખીને જાણે અંતઃપુરની છત્રધારિણી હોય તેમ દેખાવા લાગી. કેઈ સ્ત્રીએ હાથીના કંઠમાં તેના બંધનની શૃંખલા નાખે તેમ નેમિકુમારના કંઠકંદલમાં કમળનાળનું આરોપણ કર્યું. કોઈ બાળાએ કાંઈક ન્હાનું કાઢીને નેમિનાથનું હદય કે જે કામદેવના અથી અનાહત હતું, તેની ઉપર શતપત્ર કમળવડે તાડન કર્યું. નેમિકુમારે પણ તે સર્વ ભ્રાતૃપનીઓની સાથે કૃતપ્રતિકૃતપણે ચિરકાળ નિર્વિકાર ચિત્તે જાડા કરી. પિતાના અનુજને ક્રીડા કરતા જોઈ કૃષ્ણને એટલે બધે હર્ષ થયો કે જેથી તે સરેવરના જળમાં નંદીવરમાં હાથીની જેમ ચિરકાળ સુધી ઊભા રહ્યા. પછી કૃષ્ણ જળક્રીડાને સમાપ્ત કરીને સરોવરમાંથી બહાર નીકળ્યા એટલે સત્યભામા તથા રૂકૃમિણી વિગેરે સ્ત્રીઓ પણ તીર ઉપર આવીને ઊભી રહી.
નેમિકુમાર સરોવરમાંથી હંસની જેમ બહાર નીકળ્યા, અને જ્યાં રકૃમિણી વિગેરે ઉભી હતી તે તીર ઉપર જઈને ઉભા રહ્યા. તત્કાળ રૂકૃમિણી વિગેરેએ ઉભા થઈ તેમને ૧ નહીં હણાયેલું ર તે કરે તેમ સામે કરવું
૧