________________
પર્વ ૮ મુ
૩૧૯ પ્રકૃતિથી દયાળુ એવા નેમિકુમારે વિચાર્યું કે “જે હું છાતીથી, ભુજાથી કે ચરણથી કૃષ્ણને દબાવીશ તે તેના શા હાલ થશે ? તેથી જેવી રીતે તેને અડચણ ન થાય અને તે મારી ભુજના તેના બળને જાણે તેવી રીતે કરવું પડ્યું છે. આ પ્રમાણે વિચાર કરી નેમિકુમારે કૃષ્ણને કહ્યું કે “હે બંધુ ! વારંવાર પૃથ્વી પર આળોટવા વિગેરેથી જે યુદ્ધ કરવું તે તે સાધારણ માણસનું કામ છે, માટે પરસ્પર ભુજાના નમાવવા વડેજ આપણું યુદ્ધ થવું જોઈએ.” કૃષ્ણ તે વચન સ્વીકારીને પોતાની ભુજા લાંબી કરી, પરંતુ વૃક્ષની શાખા જેવી તે વિશાળ ભુજાને કમળના નાળવાની જેમ લીલામાત્રમાં નેમિકુમારે નમાવી દીધી. પછી નેમિનાથે પોતાની વામ ભુજ લાંબી ધરી રાખી, એટલે કૃષ્ણ વૃક્ષને વાનર વળગે તેમ સર્વ બળવડે તેને વળગી પડયા, પણ નેમિકુમારના તે ભુજસ્તંભને વનનો હાથી પૃથ્વીના દાંત જેવા મહાગિરિને નમાવી શકે નહીં તેમ કિંચિત્ પણ નમાવી શક્યા નહીં. પછી નેમિનાથનો ભુજસ્તંભ છેડી પિતાનું વિલખાપણું ઢાંકી દેતા કૃષ્ણ તેમને આલિંગન દઈને આ પ્રમાણે બેલ્યા–“હે પ્રિય બંધુ ! જેમ રામ મારા બળથી જગતને તૃણ સમાન માને છે, તેમ હું તમારા બળથી બધા વિશ્વને તૃણ સમાન ગણું છું. આ પ્રમાણે કહી કૃષ્ણ નેમિનાથને વિસર્જન કર્યા. રામને કહ્યું, “હે ભાઈ ! તમે બંધુ નેમિનાથનું લોકોત્તર બળ
એ ? વૃક્ષ ઉપર પક્ષીની જેમ હઅધચકી પણ તેની ભુજા સાથે લટકી રહ્યો ! તેથી હું એમ માનું છું કે એ નેમિનાથના બળ સમાન ચક્રવત્તી અને ઇંદ્રનું બળ પણ નથી. તેનું આવું બળ છે, તે છતાં એ આપણું અનુજ બંધુ સમગ્ર ભારતવર્ષને કેમ સાધતા નથી ? આમ સુસ્ત થઈને બેસી કેમ રહે છે !” રામે કહ્યું- “ભાઈ ! જેમ તે બળથી ચકવરી કરતાં પણ અધિક જણાય છે, તેમ શાંત મૂર્તિથી રાજ્યમાં પણ નિઃસ્પૃહ જણાય છે.” રામે આ પ્રમાણે કહ્યું, તે છતાં પણ પોતાના અનુજ બંધુના બળથી શંકા પામતા કૃષ્ણને દેવતાઓએ કહ્યું, “હે કૃષ્ણ ! પૂર્વે શ્રી નમિપ્રભુએ કહ્યું હતું કે “મારી પછી નેમિનાથ તીર્થકર થશે, તે કુમારજ રહેશે, માટે તેને રાજ્યલક્ષમીની ઈચ્છા નથી. તે સમયની રાહ જુવે છે. યંગ્ય સમય પ્રાપ્ત થયે જન્મબ્રહ્મચારી રહીને તે દીક્ષા ગ્રહણ કરશે, માટે તમે જરા પણ બીજી ચિંતા કરશે નહીં.” દેવતાનાં આ પ્રમાણેનાં વચન સાંભળી કૃષ્ણ પ્રસન્ન થઈ રામને વિદાય કર્યા. પછી પોતે અંતઃપુરમાં જઈ ત્યાં નેમિનાથને બોલાવ્યા.
બન્ને બંધુઓએ રત્નના સિંહાસન ઉપર બેસી વારાંગનાઓએ ઢાળેલા જળકળશવડે નાન કર્યું. દેવદૂષ્ય વસથી અંગ લુહી દિવ્ય ચંદનનું વિલેપન કર્યું. પછી ત્યાં બેસી બને વીરોએ સાથે જ ભેજન કર્યું. પછી કૃષ્ણ અંત:પુરના રક્ષકોને આજ્ઞા કરી કે “આ નેમિનાથ મારા બંધુ છે અને મારાથી અધિક છે; માટે તેમને અંતઃપુરમાં જતાં તમારે ક્યારે પણ
કાવવા નહીં. સર્વ બ્રા પત્નીઓ (જાઈએ)ની વચમાં એ નેમિકુમાર ભલે ક્રીડા કરે. તેમાં કાંઈ પણ દેષ નથી.” પછી સત્યભામા વિગેરે પોતાની પત્નીઓને આજ્ઞા કરી કે “આ નેમિકુમાર મારા પ્રાણ જેવા છે, તે તમારા દિયર થાય છે, તેનું માન રાખો અને તેની સાથે નિ:શંકપણે કીડા કરજે.” આ પ્રમાણે કૃષ્ણ કહ્યું. એટલે અંત:પુરની સ્ત્રીઓએ તેજ વખતે નેમિકુમારની પૂજા કરી. પછી નેમિકુમાર ભેગથી પરાડ મુખ અને નિવિકારીપણે તેમની સાથે વિહાર કરવા લાગ્યા, અને પોતાની સદશજ અરિષ્ટનેમિ ફમાં રની સાથે કૃષ્ણ અંતઃપુર સહિત હર્ષથી ક્રીડાગિરિ વિગેરેમાં રમવા લાગ્યા.