________________
સર્ગ ૫ મે.
રામ કૃષ્ણ તથા અરિષ્ટનેમિનો જન્મ, કંસને વધ અને
દ્વારિકા નગરીનું સ્થાપના - હસ્તિનાપુરમાં કોઈ શ્રેણી રહેતું હતું, તેને લલિત નામે એક પુત્ર હતું, તે તેની માતાને ઘણો વહાલો હતો. એક વખતે તે શેઠાણને ઘણો સંતાપદાયક ગર્ભ રહ્યો. તેણીએ વિવિધ દ્રવ્ય-ઉપચારેથી તે પાડવા માંડયે તો પણ તે ગર્ભ પડવો નહીં. સમય પૂર્ણ થયે શેઠાણીને પુત્ર આવ્યો. તેને કાંઈક તજી દેવાને માટે તેણે દાસીને આપ્યો. તે શેઠના જેવામાં આવતાં તેણે દાસીને પૂછ્યું કે “આ શું કરે છે ?” દાસી બેલી-“આ પુત્ર શેઠાણીને અનિષ્ટ છે. તેથી તેને ત્યાગ કરાવે છે. તે જાણી શેઠે દાસી પાસેથી તે પુત્રને લઈ લીધે અને ગુપ્ત રીતે બીજે સ્થાને ઉછેરવા આપે. પિતાએ તેનું ગંગદર એવું નામ પાડયું. તેને માતાથી છાની રીતે લલિત પણ રમાડતા હતા. એક વખતે વસંતેત્સવ આવ્યું, ત્યારે લલિતે પિતાને કહ્યું કે “આજે ગંગદત્તને સાથે જમાડે તે ઘણું સારું.” શ્રેષ્ઠી બોલ્યા-પુત્ર ! જે તારી મા જુએ તે સારું નહીં.' લલિતે કહ્યું, “હે તાત ! મારી માતા જુએ નહીં તે હું યત્ન કરીશ.” પછી શેઠે તેમ કરવાની આજ્ઞા આપી; એટલે લલિતે ગંગદત્તને પડદામાં રાખી જમવા બેસાડયા, અને શેઠે તથા લલિત તેની આડા બેઠા. તેઓ જમતાં જમતાં છાની રીતે ગંગદત્તને ભોજન આપવા લાગ્યા. તેવામાં અકસ્માત ઉદ થયેલ પવને પિલા પડદાને ઉડાડે. એટલે ગંગદત્ત શેઠાણીને જોવામાં આવ્યું. તેણે તત્કાળ કેશવડે તેને ખે અને સારી પેઠે કટીને તેને ઘરની ખાળમાં નાખી દીધો. તે જોઈ મહામતિ શેઠે અને લલિતે ઉદ્વેગ પામી શેઠાણીથી છાની રીતે પાછે ગંગદત્તને ત્યાંથી લઈ હવરાવીને કેટલેક બોધ આપે.
તે સમયે કઈ સાધુઓ ભિક્ષા માટે ફરતા ફરતા ત્યાં આવ્યા. તેમને પિતા પુત્ર શેઠાણીને તે પુત્ર ઉપર દ્વેષ થવાનું કારણ પૂછ્યું, એટલે એક સાધુ બોલ્યા- “એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. એક વખતે કાષ્ઠ લેવા માટે તેઓ ગામ બહાર ગયા અને કાકની ગાડી ભરી પાછા વળ્યા. તે વખતે મોટે ભાઈ આગળ ચાલતો હતો. તેણે માર્ગમાં ચીલા ઉપર એક સર્પિણીને જતી જોઈ. તેથી નાનો ભાઈ કે જે ગાડીહાંકતે હતો તેને તેણે કહ્યું કે “અરે ભાઈ ! આ ચીલામાં સર્પિણ પડી છે, માટે તેને બચાવીને ગાડી ચલાવજે તે સાંભળી પિલી સર્પિણીને વિશ્વાસ આવ્યો તેવામાં પેલે કનિષ્ઠ ભાઈ ગાડી સાથે ત્યાં આવ્યો. તેણે આ સર્પિણને જોઈને કહ્યું કે “આ સર્પિણીને મોટા ભાઈએ બચાવી છે, પણ હું તેની ઉપર થઈને જ ગાડી હાંકું, કારણકે તેનાં અસ્થિનો ભંગ સાંભળતાં મને ઘણો હર્ષ થશે.” પછી તે ક્રૂર એવા લઘુ ભાઈએ તેમ કર્યું. તે સાંભળી તે સર્પિણી “આ મારો વૈરી છે' એમ ચિંતવન કરતી મરણ પામી: હે શ્રેષ્ઠી ! તે સર્પિણી મરીને આ તારી શ્રી થયેલી છે, અને પેલા બેમાં જ્યેષ્ઠ બંધુ હતો તે આ લલિત થયેલ છે. પૂર્વ જન્મના ૩૩