________________
૫૮મુ
૨૮૫
નૃત્ય કરવા લાગ્યુ’. તેની માતા મયૂરી વિરસ સ્વરે પાકારતી પેાતાના પ્યારા બચ્ચાના સ્નેહથી નિય'ત્રિત થઈ સતી તે પ્રદેશને છેાડી શકી નહીં. પછી લેાકેાએ આવીને લક્ષ્મીવતીને કહ્યું, ‘તમારૂ' કૌતુક પૂર્ણ થતું નથી, પણ તેની માતા મયૂરી ખિચારી મરી જાય છે, માટે તેના બચ્ચાને છેડી દો.' લેાકેાની વાણીથી એ બ્રાહ્મણીને દયા આવી, તેથી સાળ માસના તે મારના યુવાન બચ્ચાને તેણે જ્યાં હતું ત્યાં મૂકી દીધું. આ કૃત્યથી તે બ્રાહ્મણીએ પ્રમાદવડે સાળ વર્ષનું પુત્રના વિરહનું માટું વેદનીય કર્મ બાંધ્યું,
એક વખતે એ લક્ષ્મીવતી પોતાના વિભૂષિત રૂપને દર્પણમાં જોતી હતી, તેવામાં સમાધિગુપ્ત નામે એક મુનિભિક્ષાને માટે તેના ઘરમાં આવ્યા, એટલે તેના પતિ સામદેવે કહ્યું કે ભદ્રે ! આ મુનિને ભિક્ષા આપ.' તેવામાં કોઇ પુરૂષના બાલાવાથી સામદેવ બહાર ચાલ્યા ગયા, એટલે તત્કાળ તે સ્ત્રીએ થૂકાર કરી કઠોર અક્ષરા ખાલી તે મુનિને ઘર બહાર કાઢવા અને સત્વર દ્વાર વાસી દીધું. મુનિજુગુપ્સાના આ તીવ્ર પાપકર્મથી સાતમે દિવસે તે સ્ત્રીને ગલત્ક્રુષ્ટ થયા; તેની પીડાથી વિરક્ત થઇને તે અગ્નિમાં બળી મુઈ. ત્યાંથી મૃત્યુ પામીને તે જ ગામમાં કાઈ ધાબીને ઘેર તે ગધેડી થઈ. ફરીવાર મૃત્યુ પામી, પાછી તે જ ગામમાં વિષ્ઠાભુક્ ડુક્કરી થઈ. ત્યાંથી મૃત્યુ પામી કુતરી થઈ. તે ભવમાં દાવાનળથી દુગ્ધ થતાં કોઈ શુભ ભાવ આવવાથી મનુષ્યનું આયુષ્ય બાંધી મૃત્યુ પામી. પછી નર્મદા નદીને કાંઠે આવેલા ભૃગુકચ્છ ( ભરૂચ ) નગરમાં તે કાણા નામની માછીમારની પુત્રી થઈ, તે અતિ દુ``ધી તેમજ દુર્ભાગા થઈ. તેનાં માતા પિતા તેની દુગંધને સહન ન કરી શકવાથી તેને નર્મદાના તીર ઉપર મૂકી આવ્યા. ત્યાં યૌવનવતી થતાં તે હમેશાં નાવિકાથી લેાકેાને નમ દા નદી ઉતારવા લાગી, દૈવયેાગે શીતૠતુમાં સમાધિગુપ્ત મુનિ ત્યાં આવી ચઢયા, અને પતની જેમ નિષ્ક પપણે કાર્યાત્સગ માં સ્થિત થયા. તેમને જોઈ ‘આ મહાત્મા બધી રાત્રી શીતને શી રીતે સહન કરી શકશે ?' એમ વિચારી દયાદ્ન ચિત્તવાળી તેણે તૃણવડે મુનિને આચ્છાદિત કર્યા. રાત્રી નિગમન થયા પછી પ્રાત:કાળે તેણે મુનિને નમસ્કાર કર્યાં, એટલે ‘આ ભદ્રિક છે' એવુ ધારી મુનિએ તેને ધર્મદેશના આપી. તે વખતે ‘આ મુનિને મેં કોઈ ઠેકાણે જોયા છે' એમ ચિરકાળ ચિંતવીને તેણે મુનિને તે વિષે પૂછ્યુ. એટલે મુનિને તેના પૂર્વ ભવ કહી બતાવ્યા. પછી મહર્ષિએ તેને કહ્યું કે ‘ભદ્રે ! પૂર્વ ભવમાં તે સાધુની જુગુપ્સા કરી હતી, તેથી આ ભવમાં તું આવી દુગધા થઇ છે, કેમકે સં અનાવ કર્મીને અનુસરતા જ થાય છે.' આ પ્રમાણે સાંભળવાથી તેને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે પૂર્વી ભવે કરેલી જુગુપ્સાને માટે વારંવાર પાતાની નિંદા કરતી સતી તે મુનિને ખમાવવા લાગી. ત્યારથી તે પરમ શ્રાવિકા થઈ, એટલે મુનિએ તેને ધમ શ્રી નામની આર્યાને સાંપી દીધી. પછી તે આર્યાની સાથે જ વિહાર કરવા લાગી. એકવાર કાઇ ગામમાં જતાં ત્યાં નાચલ નામના કાઇ શ્રાવકને આર્યાએ તેને સોંપી. તે નાયલને આશ્રયે રહી સતી અને એકાંતર ઉપવાસ કરતી સતી જિનપૂજામાં તત્પુરપણે બાર વર્ષ સુધી ત્યાં રહી. છેવટે અનશન કરી મૃત્યુ પામીને તે અચ્યુતઇંદ્રની ઇંદ્રાણી થઈ. ત્યાં પંચાવન પલ્યાપમનુ' આયુષ્ય ભોગવી ત્યાંથી ચવીને તે રૂમિણી થઇ છે. પૂર્વ ભવમાં તેણે મયૂરીને ખચ્ચાના વિયાગ કરાવ્યા હતો, તેથી તે રૂમિણી આ ભવમાં સેાળ વર્ષ સુધી પુત્રવિરહનું દુઃખ અનુભવશે.”
આ પ્રમાણે રૂમિણીને પૂર્વ ભવ સાંભળી સીમંધર પ્રભુને નમીને નારદ બૈતાઢગિરિ ઉપર મેઘકૂટ નગરે આવ્યા, ત્યાં સ`વર વિદ્યાધરની પાસે આવીને કહ્યું કે ‘તમારે પુત્ર થયા તે બહુ સારૂં થયું.' આવાં વચનથી પ્રસન્ન થઇ સંવરે નારદની પૂજા કરી અને પ્રદ્યુમ્ન