________________
પર્વ ૮ મુ
૩૧૫. આપી. હવે તે વિદ્યાધરના રાજાઓ વસુદેવની સાથે હમણાં જ અહીં આવે છે, અને તે ખબર કહેવાને માટે અમને અગાઉથી મોકલેલ છે.”
આ પ્રમાણે તેઓ કહેતી હતી, તેવામાં વસુદેવ પ્રદ્યુમ્ન અને શાંબ સહિત સર્વ ખેચર રાજાઓની સાથે ત્યાં આવ્યા અને સર્વનાં નેત્રને ઉત્સવરૂપ થયા. ખેચરેએ વસુધારા જેવાં સુવર્ણો, રત્નો, વિવિધ જાતનાં વાહનો, અધો અને હાથી વિગેરે આપી કૃષ્ણની પૂજા કરી. કૃષ્ણ જયસેન વિગેરેની પ્રેતકિયા કરી અને સહદેવે જરાસંધ વિગેરેની પ્રક્રિયા કરી. પછી જીવયશાએ પિતાના પતિ અને પિતાના કુળ સંહાર થયેલો જોઈ અગ્નિમાં પ્રવેશ કરીને પિતાના જીવિતને છોડી દીધું. તે વખતે યાદ આનંદથી કુદવા લાગ્યા, તેથી કૃષ્ણ તે સિનપલ્લી ગામને સ્થાને આનંદપુર નામે એક ગામ વસાવ્યું.
પછી કૃષ્ણ ઘણુ ખેચરે અને ભૂચરને સાથે લઈ છ માસમાં ભરતાર્થ સાધી મગધ દેશમાં આવ્યા, ત્યાં એક યોજન ઊંચી અને એક એજનના વિસ્તારવાળી, ભરતાઈવાસી દેવીએ અને દેવતાઓએ અધિષ્ઠિત કટિશિલા નામે એક શિલા હતી, તેને કૃષ્ણ પિતાના ડાબા હાથવડે પૃથ્વીથી ચાર આંગળ ઊંચી કરી. એ શિલાને પહેલા વાસુદેવે ભુજાના અગ્રભાગ સુધી ઊંચી કરેલી, બીજાએ મસ્તક સુધી, ત્રીજાએ કંઠ સુધી, ચોથાએ ઉર:સ્થળ સુધી, પાંચમાએ હદય સુધી, છઠ્ઠાએ કટી સુધી, સાતમાએ સાથળ સુધી, આઠમાએ જાનુ સુધી અને આ નવમા કૃષ્ણ વાસુદેવે પૃથ્વીથી ચાર આંગુળ ઊંચી ધારણ કરી, કારણ કે અવસર્પિણીના નિયમ પ્રમાણે વાસુદેવનું બળ પણ ઓછું થતું જાય છે.
પછી કૃષ્ણ દ્વારકામાં આવ્યા. ત્યાં સોળ હજાર રાજાઓએ અને દેવતાઓએ અર્ધચક્રીપણાનો તેને અભિષેક કર્યો. ત્યારપછી કૃષ્ણ પાંડવોને કુરૂદેશ તરફ અને બીજા ભૂચરો તથા ખેચરને પોતપોતાનાં સ્થાન તરફ વિદાય કર્યા. સમુદ્રવિજય વિગેરે દશ બળવાન દશાહ, બળદેવાદિક પાંચ મહાવીરે, ઉગ્રસેન પ્રમુખ સોળ હજાર રાજાઓ, પ્રદ્યુમ્ન વિગેરે સાડાત્રણ કરેડ કુમારે, શાંબાદિક સાઠ હજાર દુત કુમાર, વીરસેન પ્રમુખ એકવીશ હજાર વીરે, મહાસેન પ્રભૂતિ મહા બળવાન છપ્પન હજાર તળવર્ગો અને તે સિવાય ઇભ્ય, શ્રેષ્ઠી, સાર્થપતિ વિગેરે હજાર પુરૂષ મસ્તકપર અંજલિ જોડીને કૃષ્ણની સેવા કરવા લાગ્યા. અન્યદા સોળ હજાર રાજાઓએ આવીને ભક્તિથી અનેક રત્ન અને બે બે કન્યાઓ કૃષ્ણ વાસુદેવને અર્પણ કરી. તેમાંથી સોળ હજાર કન્યા કૃષ્ણ પરયા, આઠ હજાર કન્યા બળરામ પરણ્યા અને આઠ હજાર કન્યાઓ તેમના કુમારે પરણ્યા. પછી કૃષ્ણ, રામ અને બીજા કુમારે ક્રીડાઘાન તથા કીડાપર્વત વિગેરેમાં રમ્ય રમણીઓથી વીંટાઈને સ્વચ્છ દે વિહાર કરવા લાગ્યા.
એક વખતે તેઓને ક્રીડા કરતા જોઈ શ્રી નેમિનાથ પ્રત્યે રાજા સમુદ્રવિજય અને શિવાદેવી પ્રેમભરેલી વાણીવડે કહેવા લાગ્યાં કે “હે પુત્ર ! તમને જોતાં અમોને સદા નેત્રુત્સવ થાય છે, તેને કોઈ ગ્ય વધૂનું પાણિગ્રહણ કરીને વૃદ્ધિ પમાડે.” આવાં માતાપિતાનાં વચન સાંભળીને જન્મથી જ સંસારપર વિરક્ત અને ત્રણ જ્ઞાનને ધરનાર શ્રી નેમિપ્રભુ બોલ્યા“પિતાજી ! હું કઈ ઠેકાણે યોગ્ય સ્ત્રી જતો નથી, કારણ કે આ સ્ત્રીઓ તે નિરંતર દુઃખમાં પાડનારી જ થાય છે, તેથી મારે એવી સ્ત્રીની જરૂર નથી. જ્યારે મને અનુપમ સ્ત્રી મળશે ત્યારે પ્રાણિગ્રહણ કરીશ.” આ પ્રમાણે શ્રી નેમીશ્વરકુમારે ગંભીર વાણીથી પિતાનાં સરલ પ્રકૃતિવાળાં માતાપિતાને વિવાહના ઉપક્રમ સંબંધી આગ્રહથી નિવાર્યા.