________________
પર્વ ૮ મુ
૩૧૩ આવીને કૃષ્ણના વક્ષસ્થળમાં તુંબના ભાગથી વાગ્યું. પછી તે ચક કૃષ્ણની પાસે જ ઊભું રહ્યું, એટલે તેને કૃષ્ણ પિતાના ઉદ્યત પ્રતાપની જેમ હાથમાં લીધું. તે સમયે “આ નવમા વાસુદેવ ઉત્પન્ન થયા” એમ આઘેષણ કરતા દેવતાઓએ આકાશમાંથી કૃષ્ણની ઉપર સુગંધી જળ પુષ્પની વૃષ્ટિ કરી. કૃષ્ણ દયા લાવી જરાસંધને કહ્યું, “અરે મૂર્ખ ! શું આ પણ મારી માયા છે ? પરંતુ હજુ પણ તું જીવતો ઘેર જા, મારી આજ્ઞા માન. હવે પછી તારા દુર્વિપાકને છોડી તારી સંપત્તિસુખ ભેગવ અને જીર્ણ (વૃદ્ધ) થયાં છતાં પણ જીવતે રહે.” જરાસંધે કહ્યું “અરે કૃષ્ણ! એ ચક મેં ઘણીવાર લાલિત કર્યું છે તેથી મારી પાસે એ એક ઉંબાડીઆ જેવું છે, માટે તે ચક્રને મૂકવું હોય તે ખુશીથી મૂક.’ પછી કૃષ્ણ જરાસંધ ઉપર એ ચક્ર છોડયું. મહાત્માઓને બીજાનાં શસ્ત્રો પણ પિતાનાં શસ્ત્રો થઈ પડે છે.” તે ચક્ર આવીને જરાસંધનું મસ્તક પૃથ્વીપર પાડી નાખ્યું. જરાસંધ મૃત્યુ પામીને ચોથી નરકે ગયો, અને દેવતાઓએ ઊંચે સ્વરે જયનાદ કરી કૃષ્ણની ઉપર કલ્પવૃક્ષનાં પુષ્પોની વૃષ્ટિ કરી.
8838888888888888888888888888888888888888
| ફુલ્લાવાર્થહેમચંદ્રવિનિતે વિષણિશવપુરુમત્તેિ ॐ महाकाव्येऽष्टमे पर्वणि शांबप्रद्युम्न विवाहजरासंघवध
વરાર્તનો નામ સપ્તમઃ સ ||