________________
સર્ગ ૮ મો.
સાગરચંદ્રનું ઉપાખ્યાન, ઉષાહરણ અને બાણાસુરને વધ. જરાસંધના મરણ પામ્યા પછી શ્રી નેમિનાથે જે કૃષ્ણના શત્રુરાજાઓને નિરોધમાં રાખ્યા હતા તેમને છુટા કર્યા. તેઓ નેમિનાથ પાસે આવી નમસ્કાર કરી અંજલિ જેડીને બોલ્યા-“હે પ્રભુ ! તમે એ જરાસંધને અને અમને ત્યારથીજ જીતી લીધા છે, કે જ્યારથી તમે ત્રણ જગતના પ્રભુ યાદવકુળમાં અવતર્યા છે. એકલા વાસુદેવ પ્રતિવાસુદેવને હણેજ તેમાં સંશય નથી, તે પછી હે નાથ ! તમે જેના બંધુ કે સહાયકારી છે તેની તે વાત જ શી કરવી ? જરાસંધે અને અમે એ આગળથી જ જાણ્યું હતું કે આપણે એવું અકર્તવ્ય કાર્ય આદયું છે કે જેને પરિણામે આપણને હાનિજ થવાની છે; પરંતુ એવી ભવિતવ્યતા હોવાથી તેમ બન્યું છે. આજે અમે તમારે શરણે આવ્યા છીએ, તો અમારા બધાનું કલ્યાણ થાઓ. અમે તેં તમારી સમક્ષ કહીએ છીએ, નહીં તે તમને નમનારનું તે સ્વતઃ કલ્યાણ થાયજ છે.આ પ્રમાણે કહીને ઊભા રહેલા તે રાજાઓને સાથે લઈને શ્રી નેમિ કૃષ્ણની પાસે આવ્યા. કૃષ્ણ રથમાંથી ઉતરીને નેમિકુમારને દઢ આલિંગન કર્યું. પછી નેમિનાથનાં વચનથી અને સમુદ્રવિજયની આજ્ઞાથી કૃષ્ણ તે રાજાઓનો અને જરાસંધના પુત્ર સહદેવને સત્કાર કર્યો, અને મગધ દેશનો એ ભાગ આપી સહદેવને તેના પિતાના રાજ્ય ઉપર જાણે પોતાનો કીર્તિસ્તંભ હોય તેમ આરેપિત કર્યો. સમુદ્રવિજયના પુત્ર મહાનેમિને શૌર્યપુરમાં અને હિરણ્યનાભના પુત્ર રૂફમનાભને કેશલદેશમાં સ્થાપિત કર્યો. તેમજ રાજ્યને નહીં ગ્રહણ કરવા ઈચ્છતા ઉગ્રસેનન ધર નામના પુત્રને મથુરાનું રાજ્ય આપ્યું. એ સમયે સૂર્ય પશ્ચિમસમુદ્રમાં નિમગ્ન થ, તે કાળે શ્રી નેમિનાથે વિદાય કરેલે માતલિ સારથિ દેવલોકમાં ગયો. કૃષ્ણ અને તેની આજ્ઞાથી બીજા સવ રાજાઓ પિતપોતાની છાવણીમાં ગયા. હવે સમુદ્રવિજય રાજા વસુદેવના આગમનની રાહ જોવા લાગ્યા.
બીજે દિવસે સમુદ્રવિજય અને કૃષ્ણ વાસુદેવની પાસે ત્રણ સ્થવિર ખેચરીઓ આવીને આ પ્રમાણે કહેવા લાગી કે “પ્રદ્યુમ્ન અને શાંબ સહિત વસુદેવ ખેચરની સાથે થોડા વખતમાં અહીં આવે છે, પણ તેમનું જે ચમત્કારી ચરિત્ર ત્યાં બન્યું છે તે સાંભળે. વસુદેવ બે પૌત્રેની સાથે ખેચ સહિત જેવા અહીંથી નીકળ્યા, તેવાજ વૈતાઢયગિરિ ઉપર ગયાઅને ત્યાં શત્રુ ખેચરની સાથે તેમને મેટું યુદ્ધ થયું. નીલકંઠ અને અંગારક વિગેરે ખેચરો જે પૂર્વના વૈરી હતા તેઓ એકઠા મળી મળીને વસુદેવની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ગઈ કાલે નજીકના દેવતાઓએ આવીને કહ્યું કે “કૃષ્ણના યુદ્ધનો અંત આવ્યો, જરાસંધ મરાયા અને કૃષ્ણ વાસુદેવને જય થયો.” તે સાંભળી સર્વ ખેચરોએ રણ છોડી દઈને રાજા મંદારવેગને તે વાત જણાવી, એટલે તેણે તેમને આજ્ઞા કરી કે “હે ખેચરો ! તમે સર્વ ઉત્તમ ભેટ લઈ લઈને આવે, એટલે આપણે વસુદેવ દ્વારા કૃષ્ણને શરણે જઈએ.” આ પ્રમાણે કહી તે ખેચરપતિ ત્રિપથર્ષભ રાજા વસુદેવની પાસે ગયા, અને તેમને પિતાની બહેન આપી અને પ્રદ્યુમ્નને પિતાની પુત્રી આપી. રાજા દેવર્ષભ અને વાયુપથે ઘણું હર્ષથી પિતાની બે પુત્રીઓ શાંબકુમારને