________________
સગ ૮ મા
ઉગ્રસેન રાજાની રાણી ધારિણીને યાગ્ય સમયે રાજીમતી નામે એક પુત્રી થઈ, તે અદ્વૈત રૂપ લાવણ્ય સહિત અનુક્રમે વૃદ્ધિ પામવા લાગી. અહી' દ્વારકામાં ધનસેન નામે એક ગૃહસ્થ રહેતા હતા. તેણે ઉગ્રસેનના પુત્ર નભસેનને પોતાની કમલામેલા નામની પુત્રી આપી. એક વખતે નારદ ફરતા ફરતા નભસેનને ઘેર આવ્યા. તે વખતે નભઃસેનનુ` ચિત્ત વિવાહકા માં વ્યગ્ર હતું, તેથી તેણે નારદની પૂજા કરી નહી; તેથી ક્રોધ પામીને નારઢ તેને અન કરવાને માટે રામના પુત્ર નિષધનો પુત્ર સાગરચંદ્ર કે જે શાંખ વિગેરેને અતિપ્રિય હતા, તેની પાસે આવ્યા. નારદને આવતા જોઇ તેણે સામા ઊભા થઈ સત્કાર કરીને પૂછ્યું કે‘દેવર્ષ ! તમે સત્ર ભસ્યા કરો છે, તે કાંઈ પણ આશ્ચર્ય કોઈ સ્થાનકે જોયુ હાય તા કહા; કેમકે તમે આશ્ચર્ય જોવામાંજ પ્રીતિવાળા છે.’ નારદ એલ્યા-‘આ જગતમાં આશ્ચય - રૂપ કમલામેલા નામે એક ધનસેનની કન્યા મારા જોવામાં આવી છે, પણ તેણે તે કન્યા હમણાંજ નભઃસેનને આપી દીધી છે.’ આ પ્રમાણે કહી નારદ ઉડીને બીજે ચાલ્યા ગયા, પરંતુ તે સાંભળીને સાગરચંદ્ર તેમાં રક્ત થઈ ગયા, તેથી પીત્તથી ઉન્મત્ત થયેલેા જેમ બધે સુવર્ણ જુએ તેમ તે સાગરચંદ્ર તેનું જ ધ્યાન ધરી તેનેજ જોવા લાગ્યા. પછી નારદ કમલામેલાને ઘેર ગયા. તે રાજકુમારીએ આશ્ચય પૂછ્યું, એટલે ફૂટ બુદ્ધિવાળા નારદે કહ્યુ કે ‘આ જગતમાં એ આશ્ચય જોયાં છે, એક તે રૂપ સપત્તિમાં શ્રેષ્ઠ કુમાર સાગરચદ્ર અને બીજો કુરૂપીમાં શ્રેષ્ઠ કુમાર નભઃસેન.’ આ પ્રમાણે સાંભળી કમલામેલા નભઃસેનને છેાડી સાગરચ`દ્રમાં આસક્ત થઈ. પછી નારદે સાગરચંદ્ર પાસે જઇને તેનો રાગ જણાવ્યા. સાગરચંદ્ર કમલા મેલાના વિરહરૂપ સાગરમાં પડી ગયા છે એમ જાણી તેની માતા અને બીજા કુમારો પણ વિધુર થઈ ગયા. તેવામાં શાંખ ત્યાં આવ્યા. તેણે એવી રીતે સાગરચંદ્રને બેઠેલા જોઇ પછવાડે જઇને તેની આંખાને બે હાથવડે ઢાંકી દીધી. સાગર ઓલ્યા કે‘શું અહીં કમલામેલા આવી છે ?? ત્યારે શાંખ આલ્યા-અરે હું કમલામેલક આવ્યા છે’ સાગરચંદ્રે કહ્યું ‘ત્યારે બરોબર છે, તમેજ મને કમલામેલાનો મેળાપ કરાવી આપશે, જેથી હવે મારે બીજો ઉપાય ચિ'તવવાની જરૂર નથી.’ આ પ્રમાણેનાં તેનાં વચનને શાંએ સ્વીકાયું નહીં, તેથી સ કુમારોની સાથે તેને ઘણા મંદિરા પાઈ છળ કરીને સાગરચંદ્રે કબુલ કરાવી લીધું. જ્યારે મદાવસ્થા ખીલકુલ ચાલી ગઈ ત્યારે શાંએ વિચાર્યું કે મે... આ દુષ્કર કાર્ય સ્વીકાર્યું છે, પણ હવે તેનો નિર્વાહ કરવા જોઇએ.’ પછી પ્રજ્ઞપ્તિ વિદ્યાનું સ્મરણ કરી બીજા કુમારોને સાથે લઈ નભસેનના વિવાહને દિવસે શાંબ ઉદ્યાનમાં આવ્યા, અને ત્યાંસુધી કમલામેલાના ઘર સુધી સુરંગ કરાવી આસક્ત થયેલી કમલામેલાને તેના ઘરમાંથી ઉદ્યાનમાં ઉપાડી લાવી સાગરચંદ્ર સાથે વિધિપૂર્ણાંક પરણાવી દીધી. જ્યારે તે કન્યાને ઘરમાં દીઠી નહી. ત્યારે આમતેમ તેની શેાધ કરતા ધનસેનના માણસો ઉદ્યાનમાં આવ્યા. ત્યાં જેઓએ ખેચરનાં રૂપ લીધાં છે એવા યાદવેાની વચમાં રહેલી કમલામેલાને તેમણે જોઇ, તેથી તેઓએ તે વાત કૃષ્ણને જણાવી. કૃષ્ણ ક્રોધ કરીને તે કન્યાને હરનારાઓની પાસે આવ્યા અને તેમને મારવાની ઇચ્છાથી તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા, કારણ કે તે કોઇના અન્યાયને સહન કરી શકતા નહાતા. પછી શાંખ પોતાનું મૂળ રૂપ પ્રગટ કરી કમલામેલા સહિત સાગરચંદ્રને લઇને કૃષ્ણના ચરણમાં પડયો. કૃષ્ણ વિલખા થઈને ખેાલ્યા –‘અરે તે આ શું કર્યુ· ? આપણા આશ્રિત નભ:સેનને તે કેમ છેતર્યા ?’ શાંબ કુમારે ખધી વાત કી ખતાવી, એટલે કૃષ્ણે ‘હવે શા ઉપાય’ એમ કહી નભસેનને સમજાવ્યા, અને કમલાનેલા
૧ કમળાને મેળાપ કરાવી આપનાર.
૩૧૬