________________
૨૯૨
સગ ૬ ઠે તે વખતે નારદે કહ્યું, “વત્સ ! આ તારા પિતાની દ્વારકાપુરી આવી, જેને કુબેરે રત્નાથી નિમીને પછી ધનવડે પૂરી દીધી છે. પ્રદ્યુમ્ન બે “મુનિવર્ય! તમે ક્ષણવાર આ વિમાનમાં અહીંજ રહો, હું નગરીમાં જઈ કાંઈક ચમત્કાર કરૂં.' નારદે તે સ્વીકાર્યું. પછી પ્રદ્યુમ્ન આગળ ચાલ્યો. ત્યાં તે સત્યભામાના પુત્રના વિવાહની જાન આવતી તેણે જોઈ, એટલે પ્રદ્યુમ્ન તેમાંથી કન્યાને હરી લીધી અને જ્યાં નારદ હતા ત્યાં મૂકી. નારદે કહ્યું, “વત્સ ! ભય પામીશ નહીં, આ પણ કૃષ્ણનો પુત્ર જ છે.” પછી પ્રદ્યુમ્ન એક વાનરને લઈને વનમાં ગયે, અને વનપાળકને કહ્યું કે “આ મારે વાનર સુધાતુર છે, માટે તેને ફળાદિક આપ.” વનપાળકે બેલ્યા “આ ઉદ્યાન ભાનુકુમારના વિવાહને માટે રાખેલું છે, માટે તારે કાંઈ પણ બેલવું કે માગવું નહીં.” પછી પ્રદ્યુમ્ન ઘણા દ્રવ્યથી તેમને લોભાવીને તે ઉદ્યાનમાં પેઠે, અને પિતાના માયાવી વાનર પાસે બધું ઉદ્યાન ફળાદિકથી રહિત કરાવી નાખ્યું. પછી એક જાતિવંત અશ્વ લઈ વણિક બનીને તૃણ વેચનારની દુકાને ગયો, અને પિતાના અશ્વને માટે તે દુકાનદાર પાસે ઘાસ માગ્યું; તેઓએ પણ વિવાહ કાર્યનું કારણ બતાવીને ના પાડી, એટલે તેમને દ્રવ્યથી લોભાવી વિદ્યાબળે સર્વ તૃણ વગરનું કરી દીધું. તેવીજ રીતે સ્વાદિષ્ટ જળવાળાં જે જે સ્થાને હતાં તે બધાં જળરહિત કરી દીધાં. પછી પોતે અશ્વક્રીડા કરવાને સ્થાનકે જઈ અને ખેલાવવા લાગ્યું. તે અશ્વ ભાનુકે છે. એટલે તેની પાસે જઈ પૂછ્યું કે “આ અશ્વ કેની છે?” પ્રદ્યુમ્ન કહ્યું, “એ મારે અબ્ધ છે.” ભાનકે આદરથી કહ્યું, “આ અશ્વ મને આપશે ? જે તમે માગશે તે મૂલ્ય હું આપીશ.” પ્રદ્યુમ્ન કહ્યું કે “પરીક્ષા કરી ત્યા; નહિ તે હું રાજાના અપરાધમાં આવું.” ભાનુકે તે વાત કબુલ કરી અને પરીક્ષા કરવા માટે તે અશ્વે ઉપર પોતે બેઠે. પછી અશ્વની ચાલ જોવાને માટે તેને ચલાવતાં જ અશ્વે ભાનુકને પૃથ્વી પર પાડી નાખે. પછી નગરજનોએ જેનું હાસ્ય કરેલું છે એ પ્રદ્યુમ્ન મેંઢા ઉપર બેસી કૃણુની સભા માં આવ્યા અને સેવ સભાસદોને હસાવવા લાગ્યો. વળી ક્ષણવારે બ્રાહ્મણ થઈ મધુર સ્વરે વેદ ભણત દ્વારિકાના ચૌટામાં અને શેરીએ શેરીએ ભમવા લાગ્યા, માર્ગમાં સત્યભામાની એક કુજા દાસી મળી, એટલે તેને બરૂની લતાની જેમ વિદ્યાથી સરળ અંગવાળી કરી દીધી. તે દાસી પ્રદ્યુમ્નના પગમાં પડીને બેલી કે “તમે કયાં જાઓ છો ?” એટલે પ્રદ્યુમ્ન બોલ્યા, “જ્યાં ઈચ્છા પ્રમાણે ભોજન મળે ત્યાં જાઉં છું.” દાસી બોલી “ચાલે સત્યભામા દેવીને ઘેર, પુત્રના વિવાહને માટે તૈયાર કરેલા મોદક વિગેરે તમને યથારૂચિ આપીશ.” પછી પ્રદ્યુમ્ન મુજાની સાથે સત્યભામાને ઘેર આવ્યા. તોરણદ્વાર (મૂળદ્વા૨) પાસે તેને ઊભે રાખી કુક્લા સત્યભામાની પાસે ગઈ, એટલે સત્યભામાએ પૂછયું કે તું કોણ છે ?” દાસી બોલી “હું કુન્તા છું. સત્યભામાએ કહ્યું કે “તને આવી સરળ કોણે કરી ?” એટલે દાસીએ તે બ્રાહ્મણને વૃત્તાંત કહ્યો. સત્યભામાએ પૂછયું કે ‘તે બ્રાહ્મણ ક્યાં છે ? દાસી બેલી કે હું તેને તે રણદ્વાર પાસે ઊભો રાખી તમારી પાસે આવી છું. એટલે
તે મહાત્માને અહી લાવ” એમ સત્યભામાએ આજ્ઞા આપી, તેથી દાસી વેગથી દોડી જઈને તે કપટી બ્રાહ્મણને તેડી લાવી. તે આશિષ આપીને સત્યભામાં પાસે બેઠે; એટલે સત્યભામાએ કહ્યું “હે બ્રાહ્મણ ! મને રૂમિણુંથી અધિક રૂપવાળી કરે કપટી વિષે કહ્યું, તમે તો બહુ સ્વરૂપવાન દેખાઓ છો, તમારા જેવું કોઈ બીજી સ્ત્રીનું રૂપ મેં કયાંઈ પણ જોયું નથી.” સત્યભામાં બોલી “હે ભદ્ર ! તમે કહો છો તે સત્ય છે, તથાપિ મને રૂપમાં વિશેષ અનુપમ કરે.” બ્રાહ્મણે કહ્યું, “જે સર્વથી રૂપમાં અધિક થવું હોય તે પ્રથમ વિરૂપા થઈ જાએ, કારણ કે મૂળથી વિરૂપતા હોય તે વિશેષ રૂપ થાય છે. સત્યભામાએ પૂછ્યું