________________
પર્વ ૮ મું
“અરે પાપ શાંત થાઓ ! આ તમે શું બેલે છો ? તમે માતા છે અને હું પુત્ર છું, માટે આ આપણું બંનેના નરકપાતની વાત છોડી દે.” કનકમાળા બેલી–“મારો પુત્ર નથી, તને કેઈએ માર્ગમાં ત્યજી દીધેલો તે અનિજવાળપુરથી આવતાં સંવર વિદ્યાધર અહીં લાવેલ છે. તેણે મને ઉછેરવાને માટે આપ્યો હતો, માટે તું બીજા કોઈનો પુત્ર છે, તેથી નિઃશંકપણે તારી ઈચછા પ્રમાણે મારી સાથે ભેગ ભેગવ” આવાં તેનાં વચન સાંભળીને પ્રદ્યુમ્ન વિચાર્યું કે “હું આ સ્ત્રીના પાશમાં ફસી પડ છું, માટે મારે શું કરવું ?” પછી તે વિચાર કરીને બે -બરે ભદ્ર! જે હું એવું કામ કરે તે પછી સંવર અને તેના પુત્ર પાસેથી શી રીતે જીવવા પામું ?” કનકમાળા બેલી-હે સુભગ ! તેનો ભય રાખીશ નહીં, મારી પાસે જે ગૌરી ને પ્રજ્ઞપ્તિ બે વિદ્યા છે તે તું ગ્રહણ કર અને જગતમાં અજ થા” પછી “કદિપણું મારે આ અકૃત્ય કરવું નથી” એવો અંત:કરણમાં નિશ્ચય કરીને પ્રદ્યુમ્ન બોલ્યા કે “પ્રથમ મને તે બે વિદ્યા આપો, પછી હું તમારું વચન કરીશ. કામાતુર થયેલી કનકમાળાએ ગૌરી અને પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યા તત્કાળ તેને આપી, એટલે પ્રધુને પદયના પ્રભાવથી તેને સત્વર સાધી લીધી. પછી તેણીએ ફરીવાર ક્રીડા કરવાની પ્રાર્થના - કરી એટલે પ્રદ્યુમ્ન બેલ્ય-“હે અનઘે ! તમે મને ઉછેરવાથી પ્રથમ તે માતાજ માત્ર થયા હતા, પણ હવે વિદ્યાદાન કરવાથી તે ગુરૂ થયા છે, માટે હવે એ પાપકર્મ સંબંધી મને કાંઈ પણ કહેશે નહિ.” આ પ્રમાણે તેને કહી ઘર છોડીને પ્રદ્યુમ્ન નગરની બહાર ચાલ્યો ગયો, અને ત્યાં કાલાંબુકા નામની વાપિકાને કાંઠે જઈને કચવાતે મને વિચાર કરતે બેઠો.
અહીં કનકમાળાએ પિતાના શરીર પર નખના ઉઝરડા કરીને પિકાર કર્યો, એટલે “આ શું ? એમ પૂછતા તેના પુત્રો ત્યાં દેડી આવ્યા. તે બેલી કે “તમારા પિતાએ જે પેલા પ્રદ્યુમ્નને પુત્ર તરીકે માનેલો છે, તે દુષ્ટ યુવાને માજ૨ જેમ પિંડ આપનારને વિદ્યારે તેમ મને વિદારણ કરી નાખી છે. આ હકીકત સાંભળીને તત્કાળ તેઓ સર્વ ક્રોધ કરી કાલાંબુકાને તીરે ગયા, અને “અરે પાપી, અરે પાપી” એમ બોલતા પ્રદ્યુમ્નને પ્રહાર કરવા લાગ્યા. એટલે તત્કાળ વિદ્યાના પ્રભાવથી પ્રબળ થયેલા પ્રદ્યુમ્ન લીલામાત્રમાં સિંહ જેમ સાબરને મારે તેમ તે સંવરના પુત્રોને મારી નાખ્યા. પુત્રને વધ સાંભળી સંવર પણ ક્રોધ કરીને પ્રદ્યુમ્નને મારવા આવ્યો; પરંતુ વિદ્યાથી ઉત્પન્ન કરેલી માયાવડે પ્રદ્યુમ્ન સંવરને જીતી લીધે. પછી પ્રદ્યુમ્નને પશ્ચાત્તાપપૂર્વક મૂળથી માંડીને કનકમાળાને બધો વૃત્તાંત સંવરને કહ્યું. તે સાંભળી પશ્ચાત્તાપ કરતા સંવરે પ્રદ્યુમ્નની ઉલટી પૂજા કરી. તેવામાં ત્યાં નારદ મુનિ પ્રદ્યુમ્નની પાસે આવ્યા. પ્રજ્ઞપ્તિ વિદ્યાથી ઓળખેલા નારદની પ્રદ્યુને પૂજા કરી. અને તેમને કનકમાળાની હકીક્ત જણાવી, એટલે નારદ સીમંધર પ્રભુએ કહેલું પ્રદ્યુમ્ન અને રૂફણિીનો સર્વ વૃત્તાંત પ્રથમથી જણાવીને આ પ્રમાણે બોલ્યા કે “હે પ્રદ્યુમ્ન ! જેનો પુત્ર પ્રથમ પરણે તેણીને બીજીએ પોતાના કેશ આપવા” આવું પણ તમારી સાપન માતા સત્યભામાં સાથે તમારી માતા રૂકૃમિણીએ કરેલ છે. તે સત્યભામાનો પુત્ર ભાનુ, હાલમાં જ પરણવાનો છે તેથી જે તે પહેલો પરણશે તે તમારી માતાને પણમાં હારી જઈ પોતાના કેશ આપવા પડશે, ત્યારે કેશદાનની હાનિથી અને તમારા વિયાગની પીડાથી તમારા જેવા પુત્ર છતાં રૂકમિણી મૃત્યુ પામશે” આ પ્રમાણેની ખબર સાંભળી પ્રદ્યુમ્ન નારદની સાથે પ્રજ્ઞપ્તિ વિદ્યાએ નિર્માણ કરેલા વિમાનમાં બેસીને તત્કાળ દ્વારકાપુરી પાસે આવ્યા.