________________
પર્વ ૮ મું
૨૮૯ કરતાં તેણીના અંગના સ્પર્શથી જાણે અગ્નિનો સ્પર્શ થયો હોય તેમ તે દાઝવા લાગ્યો, તેથી તત્કાળ ઉઠીને પોતાનો જે વેશ હતો તે પહેરીને તે પલાયન કરી ગયો. સુકુમારિકા પ્રથમની જેમજ ખેદ પામી. તેની એવી અવસ્થા જોઈ તેના પિતાએ તેને કહ્યું, “વત્સ ! ખેદ કર નહીં, તારા પૂર્વ પાપકર્મનો ઉદય થયે છે, બીજું કાંઈ કારણ નથી, માટે સંતોષ ધારણ કરી મારે ઘેર રહી નિત્ય દાન પુણ્ય કર્યા કર.” આ વચનથી સુકુમારિકા શાંત થઈ અને ધર્મતત્પર થઈને ત્યાં રહી સતી નિરંતર દાન આપવા લાગી.
અન્યદા ગપાલિકા નામે સાધ્વી તેને ઘેર આવી ચડ્યાં. તેમને સુકુમારિકાએ શુદ્ધ અન્નપાનથી પ્રતિલાભિત કર્યા. પછી તેની પાસેથી ધર્મ સાંભળી પ્રતિબોધ પામીને સુકુમારિકાએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચતુર્થ, છઠ્ઠ અને અઠ્ઠમ વિગેરે તપને આચરતી એ સુકુમારિકા સાથ્વી ગોપાલિકા આર્યાની સાથે હંમેશાં વિહાર કરવા લાગી. એક વખતે સુકુમારિકા સાધ્વીએ પિતાની ગુરૂણીને કહ્યું કે, “પૂજ્ય આર્યા ! આપની આજ્ઞા હોય તો હું સુભૂમિભાગ
ઉદ્યાનમાં રવિમંડળની સામે જતી સતી આતાપના લઉ.' આર્યા બોલ્યાં કેપોતાના નિવાસસ્થાનની બહાર રહીને સાધ્વીને આતાપના લેવી ક૫તી નથી, એમ આગમમાં કહેલું છે. ગુરૂણીએ આ પ્રમાણે કહ્યાં છતાં તે સાંભળ્યું ન હોય તેમ કરીને સુકુમારિકા સુભૂમિમાગ ઉદ્યાનમાં ગઈ, અને સૂર્ય સામી દષ્ટિ સ્થાપન કરીને આતાપના લેવા લાગી. . એક વખતે દેવદત્તા નામની એક વેશ્યા ત્યાં ઉદ્યાનમાં આવેલી તેના જેવામાં આવી. તેના એક કામી ત્યારે તેને ઉત્કંગમાં બેસાડેલી હતી, એકે તેના માથા પર છત્ર ધરી હતી, એક તેને વસ્ત્રના છેડાવડે પવન નાખતો હતો, એક તેના કેશને બાંધતો હતો અને એકે તેના ચરણને ધરી રાખ્યા હતા. આ પ્રમાણે જોઈ સુકુમારિકા સા ધ્વી કે જેને ભોગની ઈચ્છા પૂર્ણ થઈ નહોતી, તેણે એવું નિયાણું કર્યું કે “ આ તપસ્યાના પ્રભાવથી હું આ વેશ્યાની જેમ પાંચ પતિવાળી થાઉં.' ત્યારપછી તે વારંવાર પોતાના શરીરને સાફ રાખવા લાગી. આર્યાએ તેને તેમ કરતાં વારતી ત્યારે તે ચિત્તમાં વિચારતી કે “હું જ્યારે પૂર્વે ગૃહસ્થ હતી ત્યારે, આ આર્યાએ મારૂં સારૂં માન જાળવતી હતી, પણ હવે તેમની સાથે ભિક્ષુકી થઈ એટલે તેઓ મને જેમ તેમ તિરસ્કાર આપે છે, માટે મારે તેમની સાથે રહેવાની શી જરૂર છે ?” આવું ધારી તે જુદા ઉપાશ્રયમાં રહી, અને એકાકી સ્વતંત્રપણે વિચરતી ચિરકાળ વ્રતને પાળવા લાગી. પ્રાંતે આઠ માસનો સંલેખ કરી, પૂર્વ પાપની આલોચના કર્યા વિના તે મૃત્યુ પામી અને નવ પલ્યોપમનું આયુષ્યવાળી સૌધર્મક૯પમાં દેવી થઈ. ત્યાંથી રચવીને તે આ દ્રૌપદી થઈ છે અને પૂર્વ ભવમાં કરેલા નિયાણાથી તેને પાંચ પતિઓ થયા છે, તો તેમાં શે વિસ્મય છે !'
આ પ્રમાણે મુનિએ કહ્યું, તે વખતે આકાશમાં “ સાધુ, સાધુ,” એવી વાણી થઈ. એટલે એને પાંચ પતિ તે યુક્ત છે એમ કૃષ્ણ વિગેરે કહેવા લાગ્યા. પછી સ્વયંવરમાં આવેલા રાજાઓએ અને સ્વજનોએ કરેલા મોટા ઉત્સવ સાથે પાંડે દ્રૌપદીને પરણ્યા. પાંડુ રાજા દશ દશાહને, કૃષ્ણને અને બીજા રાજાઓને જાણે વિવાહને માટે બોલાવ્યા હોય તેમ માનપૂર્વક પોતાને નગરે લઈ ગયા. ત્યાં તેમને ચિરકાળ રાખી સારી પેઠે ભક્તિ કરીને જ્યારે દશાર્હ અને રામ કૃષ્ણ રજા માગી ત્યારે તેમને તેમજ બીજા રાજાઓને વિદાય કર્યા.
૩૭