________________
૫૧ ૮ મા
૩૦૯
અનાષ્ટિને વી’ટાઈ વળ્યા. પછી વહાણના અગ્રભાગે તેનો નિર્યામક આવે તેમ હિરણ્યનાભ ક્રોધથી યાદવાને ઉપદ્રવ કરતા સતા સેનાની માખરે આવ્યો. તેને જોઈ અભિચ'દ્ર ખેલ્યો, “અરે વિટ! શુ' આટલા બધા ખકે છે ? ક્ષત્રિયો વાણીમાં શૂરા નથી હોતા, પણ પરાક્રમમાં શૂરા હોય છે.’” તે સાંભળી હિરણ્યનાભ અભિચદ્રની ઉપર તીક્ષ્ણ ખાણા ફેંકવા લાગ્યો. તેઓને મેઘધારાને પવનની જેમ અર્જુને વચમાંથીજ છેદી નાખ્યાં, એટલે તેણે અર્જુન ઉપર અનિવાર્ય ખાણશ્રેણી ફેકવા માંડી, તેવામાં ભીમે વચમાં આવીને ગદાપ્રહારવડે તેને રથ ઉપરથી પાડી નાખ્યો. તેથી હિરણ્યનાભ શરમાઈ ગયો. પછી ફરીવાર રથ પર ચઢી ક્રોધથી હોઠ કરડતા તે બધા યાદવસસૈન્ય ઉપર તીક્ષ્ણ બાણુ વર્ષાવવા લાગ્યો, પરંતુ તે માટા સૈન્યમાં કોઈ પણ ઘેાડેસ્વાર, હસ્ત્યસ્વાર, રથી કે પેઠળ તેનાથી હણાયો નહી. પછી સમુદ્રવિજયનો પુત્ર જયસેન કાધ કરી ધનુષ્ય ખેંચીને હિરણ્યનાભની સાથે યુદ્ધ કરવા તેની સામે આવ્યો, એટલે ‘અરે ભાણેજ ! તુ યમરાજના મુખમાં કેમ આવ્યો ?' એમ કહી હિરણ્યનાભે તેના સારથિને મારી નાખ્યો. તે જોઇ ક્રોધ પામેલા જયસેને તેનાં અખ્તર, ધનુષ્ય ધ્વજા છેદી નાખી, તેના સારથિને પણ યમરાજને ધેર પહેાંચતા કર્યાં. તત્કાળ હિરણ્યનાભે ક્રોધ કરીને મને વિંધે તેવાં દશ તીક્ષ્ણ માણેાવડે જયસેનને મારી નાખ્યો. તે જોઈ તેનો ભાઈ મહુીજય રથમાંથી ઉત્તરી ઢાલ તલવાર લઈ હિરણ્યનાભની ઉપર દોડી આવ્યો, તેને આવતો જોઈ હિરણ્યનાભે દૂરથી જ સુરપ્ર બાવડે તેનું મસ્તક હરી લીધું, એટલે પાતાના એ ભાઈના વધ થવાથી ક્રોધ પામેલા અનાવૃષ્ટિ તેની સાથે યુદ્ધ કરવા આવ્યા.
જરાસંધના પક્ષના જે જે રાજાએ હતા તે સર્વ ભીમ, અર્જુન અને યાદવાની સાથે જુદા જુદા યુદ્ધથી યુદ્ધ કરવા લાગ્યા, જ્યેાતિષાના પતિની જેવા પ્રાચ્જ્યાતિષપુરના રાજા ભગદત્ત હાથીપર બેસી મહાનેમિની સાથે યુદ્ધ કરવા દોડયા, અને બોલ્યા કે–અરે મહાનૈમિ! હું તારા ભાઇના સાળા રૂમિ કે અશ્મક નથી, પણ હું તેા નારકીના વી કૃત્તાંત જેવા છું, માટે તું અહીંથી ખસી જા.” આ પ્રમાણે કહી તેણે પાતાના હાથીને વેગથી હડકાર્યા અને મહાનૈમિના રથને મડળાકારે ભમાવ્યું. પછી મહાનેમિએ હાથીના પગના તળિયામાં ખાણા માર્યા, જેથી તે હાથી પગે સ્ખલિત થઇ ભગદત્ત સહિત પૃથ્વીપર પડી ગયા, એટલે ‘અરે ! તુ રૂમિ નથી !' એમ કહી હસીને પ્રકૃતિથી દયાળુ એવા મહાનેમિએ ધનુષ્યકાટીથી તેને સ્પર્શ માત્ર કરીને છોડી દીધા,
અહી' એક તરફ ભૂરિશ્રવા અને સત્યકિ જરાસ`ધ અને વાસુદેવની જયલક્ષ્મીની ઇચ્છા કરીને યુદ્ધ કરતા હતા. તે બન્ને દાંતવડે લડતા અરાવતની જેમ યિ તથા લેાહમય અસ્ત્રોથી યુદ્ધ કરતા સતા ત્રણ જગતને ભયંકર થઈ પડયા. ઘણીવાર સુધી યુદ્ધ કરતાં ક્ષીણુ જળવાળા મેઘની જેમ તેઓ બન્ને ક્ષીણાસ્ર થઈ ગયા, એટલે પછી મુઠ્ઠામુષ્ટિ વિગેરેથી ખાયુદ્ધ કરવા લાગ્યા. દઢ રીતે પડવાથી અને ઉછળવાથી ભૂમિને કપાવવા લાગ્યા અને ભુજાસ્ફાટના શબ્દોથી દિશાઓને ફાડી નાખવા લાગ્યા. છેવટે સત્યકિએ ભૂરિશ્રવાને ઘેાડાની જેમ બાંધી લઈ તેનું ગળું મરડી જાનુથી દબાવીને મારી નાંખ્યો.
અહી' અનાધૃષ્ટિએ હિરણ્યનાભના ધનુષ્યને છેદી નાખ્યુ. એટલે તેણે અના દૃષ્ટિ ઉપર માટી ભાગળના ઘા કર્યા. અનાધૃષ્ટિએ ઉછળતા અગ્નિના તણખાવડે દિશાઓમાં પ્રકાશ કરતી તે ભાગળને આવતાં જ ખાણુથી છેદી નાખી; એટલે હિરણ્યનાભ અનાવૃષ્ટિને નાશ કરવા માટે રથમાંથી ઉતરી હાથમાં ઢાલ તરવાર લઈ પગે ચાલતા તેની સામે દોડયા. તે