________________
પર્વ ૮ મું
૩૦૫ સૈન્યમાં ચક્રરત્નની જેવું અભેદ્ય ચક્રટ્યૂહ રચી આપણે શત્રુના સૈન્યને હણી નાખશું. આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી જરાસંધે હર્ષ પામી તેને સાબાશી આપી અને ચક્રવૂહ રચવાને માટે પિતાના પરાક્રમી સેનાપતિઓને આજ્ઞા આપી; એટલે અર્ધચક્રી જરાસંધની આજ્ઞાથી હંસક, ડિંભક વિગેરે મંત્રીઓએ અને બીજા સેનાપતિઓએ ચક્રવ્યની રચના કરી. - તે હજાર આશાવાળા ચક્રવ્યહ સંબંધી ચક્રમાં પ્રત્યેક આરાએ એક એક મોટે રાજા રહ્યો; તે દરેક રાજાની સાથે સો હાથી, બે હજાર રથ, પાંચ હજાર અ અને સળ હજાર પરાક્રમી પેદળો એટલું એટલું સૈન્ય ગોઠવાયું; તેની પરિધિમાં સવા છ હજાર રાજાઓ રહ્યા; તથા મધ્યમાં પાંચ હજાર રાજાઓ અને પિતાના પુત્ર સહિત જરાસંધ રહ્યો; તેના પૃષ્ઠ ભાગમાં ગંધાર અને રીંધવની સેના રહી; દક્ષિણમાં સે તરાષ્ટ્રના પુત્રા રહ્યા, વામબાજએ મધ્ય દેશના રાજાઓ રહ્યાં અને આગળ બીજા અગણિત રાજાએ રહ્યા, તેમજ આગળના ભાગમાં શકટયૂહ રચીને તેની સંધિ સંધિએ પચાસ પચાસ રાજાઓને સ્થાપન કર્યા; આમાં અંદર એક ગુલમમાંથી બીજા ગુલ્મમાં જવાય એવી ગુલમરચનાથી અનેક રાજાઓ સૈન્ય સહિત રહ્યા અને એ ચકચૂહની બહાર વિચિત્ર પ્રકારનાં વ્યુહ રચીને અનેક રાજાઓ ઊભા રહ્યા. પછી રાજા જરાસંધે સત્ય પ્રતિજ્ઞાવાળા, મહાપરાક્રમી, વિવિધ સંગ્રામમાં વિખ્યાત થયેલા અને રણકશળ કેશલ દેશના રાજા હિરણ્યનાભને તે ચક્રગૃહના સેનાપતિપદમાં અભિષેક કર્યો. તે સમયે સૂર્ય અસ્ત પામ્યા.
તે રાત્રીએ ચાદવેએ પણ ચક્રવ્યહની સામે ટકી શકે તેવું અને શત્રુરાજાઓથી દુર્ભેદ્ય ગરૂડન્યૂહ રચ્યું, તે વ્યહના મુખ ઉપર અર્ધકોટિ મહાવીર કુમાર ઊભા રહ્યા અને તેના માથા પર રામ અને કૃષ્ણ ઊભા રહ્યા; અક્રૂર, કુમુદ, પદ્મ, સારણ, વિજયી, જય, જરાકુમાર, સુમુખ, દઢિમુષ્ટિ, વિદ્રથ, અનાધૃષ્ટિ અને દુર્મુખ ઈત્યાદિ વસુદેવના પુત્રે એક લાખ ર લઈને કૃષ્ણની પછવાડે રહ્યા, તેમની પછવાડે ઉગ્રસેન એક લાખ રથ લઈને રહ્યા; તેના પૃષ્ઠ ભાગે તેના ચાર પુત્રો તેના રક્ષક થઈને ઊભા રહ્યા; અને તે પુત્ર સહિત ઉગ્રસેનની રક્ષા માટે તેની પછવાડે ધર, સારણ, ચંદ્ર, દુર્ધર અને સત્યક નામના રાજાઓ ઊભા રહ્યા; રાજા સમુદ્રવિજય મહાપરાક્રમી ભાઈએ અને તેમના પુત્રોની સાથે દક્ષિણ પક્ષનો આશ્રય કરીને રહ્યા, તેમની પાછળ મહાનેમિ, સત્યનેમિ, દઢનેમિ, સુનેમિ, અરિષ્ટનેમિ, વિજયસેન, મેઘ, મહીય, તેજ સેન, જયસેન, જય અને મહાવૃતિ નામના સમુદ્રવિજયના કુમારે રહા, તેમજ પચીશ લાખ ર સહિત બીજા પણ અનેક રાજાઓ સમુદ્રવિજયની પડખે તેમના પુત્રની જેમ ઊભા રહ્યા. રામના પુત્ર અને યુધિષ્ઠિર વિગેરે અમિત પરાક્રમી પાંડવે વામપક્ષને આશ્રય કરીને રહ્યા અને ઉમૂક, નિષધ, શત્રુ દમન, પ્રકૃતિવૃતિ, સત્યકિ, શ્રીધ્વજ, દેવાનંદ, આનંદ, શાંતન, શતધવા, દશરથ, ધ્રુવ, પૃથુ, વિપૃથુ, મહાધતુ, દિધત્પા, અતિવીર્ય અને દેવાનંદ એ પચીશ લાખ થી વીટાઈ ધૃતરાષ્ટ્રના પુત્રોને વધ કરવામાં ઉદ્યત થઈ પાંડવોની પછવાડે ઊભા રહ્યા, તેમની પછવાડે ચન્દ્રયશ, સિંહલ, બર્બ૨, કાંબજ, કેરલ અને દ્રવિડ રાજાઓ રહ્યા. તેમની પણ પછવાડે સાઠ હજારરથ લઈ ધૈર્ય અને બળના ગિરિ. રૂપ મહાસેનને પિતા એકલે ઉભો રહ્યો. તેના રક્ષણ માટે ભાનુ, ભામર, ભીરૂ, અસિત, સંજય, ભાનુ, ધૃણુ, કંપતિ ગૌતમ, શત્રુંજય, મહાસેન, ગંભીર, બૃહધ્વજ, વસુવર્મ, ઉદય, કૃતવર્મા, પ્રસેનજિત્, દઢવર્મા, વિક્રાંત અને ચન્દ્રવર્મા એ સર્વ ફરતા રક્ષણ કરવાને ઉભા રહ્યા. આ પ્રમાણે ગરૂડધ્વજે (કૃષ્ણ) બરાબર ગરૂડયૂહની રચના કરી.
૩૯