________________
પર્વ ૮ મું -
૨૮૭ પાંચ પતિ થશે ? મુનિ બોલ્યા-“આ દ્રૌપદી પૂર્વ ભવના કર્મથી પાંચ પતિવાળી થશે; પણ તેમાં આશ્ચર્ય શું છે ? કેમકે કર્મની ગતિ મહા વિષમ છે. તેનું વૃત્તાંત સાંભળો. ચંપાનગરીમાં સમદેવ, સોમભૂતિ અને સોમદત્ત નામે ત્રણ બ્રાહ્મણ રહેતા હતા, તેઓ સહોદર બંધુ હતા. ધન ધાન્યથી પરિપૂર્ણ એવા તેઓને અનુકમે નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી નામે પત્નીઓ હતી. તે ત્રણે ભાઈઓ પરસ્પર સનેહ ધરાવતા હતા. તેથી તેઓ એ એક વખતે એ ઠરાવ કર્યો કે “ આપણે ત્રણે ભાઈઓએ એક એક ભાઈને ઘેર વારા પ્રમાણે સાથે ભોજન કરવું. તે પ્રમાણે વર્તતાં એક દિવસ સોમદેવને ઘેર જમવાને વારે આવ્યું, એટલે ભેજનને અવસર પ્રાપ્ત થયા અગાઉ નાગશ્રીએ વિવિધ પ્રકારનાં ભેજનની તૈયારી કરવા માંડી. તેમાં તે રમણીએ અજાણ્ય કડવી તુંબડીનું શાક કર્યું. પછી એ શાક કેવું થયું છે તે જાણવાને માટે તેણીએ ચાખી જોયું, ત્યાં તે બહુ કડવું હોવાથી તેને અભે ય જાણું તેણીએ થુંકી કાઢ્યું. પછી વિચારવા લાગી કે “મેં ઘણું સ્વાદિષ્ટ વિવિધ પદાર્થોથી આ શાક સુધાર્યું, તથાપિ એ કડવું જ રહ્યું.' આમ વિચારી તેણીએ તે શાક ગેપવી દીધું, અને તે સિવાયનાં બીજા ભવ્ય ભજનવડે તેણે પોતાને ઘેર આવેલા કુટુંબ સહિત પિતાના પતિને તથા દિયરને જમાડયા. તે સમયે સુભૂમિભાગ નામના તે નગરના ઉદ્યાનમાં જ્ઞાનવાનું અને પરિવાર સહિત શ્રીધર્મઘોષ આચાર્ય સમવસર્યા. તેમના ધર્મ રૂચિ નામે એક શિષ્ય મોસક્ષમણને પારણે સેમદેવાદિક સર્વે જમી ગયા પછી નાગશ્રીને ઘેર ભિક્ષા લેવા આવ્યા. નાગશ્રીએ વિચાર કર્યો કે “આ શાકથી આ મુનિ જ તોષિત થાઓ.” એમ વિચારી તેણે તે કડવી તુંબડીનું શાક તે મુનિને હરાવ્યું. મુનિએ જાણ્યું કે “ આજે મને આ કેઈ અપૂર્વ પદાર્થ મળે છે. તેથી તેમણે ગુરૂ પાસે જઈ તેમના હાથમાં તે પાત્ર આપ્યું. ગુરૂ તેની ગંધ લઈને બોલ્યા- હે વત્સ ! જો આ પદાર્થ તું ખાઈશ તો મૃત્યુ પામીશ, માટે આને પરઠવી દે અને ફરીવાર હવે આ પિંડ સારી રીતે તપાસીને લેજે.' ગુરૂનાં આવાં વચનથી તે મુનિ ઉપાશ્રયની બહાર શુદ્ધ સ્થડિલ પાસે તે પરઠવવા આવ્યા, તેવામાં શાકમાંથી એક બિંદુ ભૂમિપર પડી ગયું, તેના રસથી ખેંચાઇને અનેક કીડીઓ આવી તેને લગ્ન થઈ. તે બધી તત્કાળ મૃત્યુ પામી ગઈ. તે જોઈ તે મુનિને વિચાર થયો કે “આના એક બિંદુમાત્રથી અનેક જતુઓ મરે છે, તે તેને પરડવવાથી કેટલાય જંતુઓનું મરણ થશે, માટે હું એક મૃત્યુ પામું તે સારું, પણ ઘણાં જંતુઓ મરે તે સારું નહીં આવો નિશ્ચય કરી તેણે તે તુંબડીનું શાક સમાહિતપણે ભક્ષણ કરી લીધું. પછી સમાધિપૂર્વક સમ્યક પ્રકારે આરાધના કરીને મૃત્યુ પામેલા તે ધર્મરૂચિ મુનિ સર્વાર્થસિદ્ધ વિમાનમાં અહમિંદ્ર દેવ થયા.
અહીં ધર્મઘોષ આચાર્યો “ધર્મરૂચિ મુનિને આટલો બધો વિલંબ કેમ થયું ? એ જાણવાને માટે બીજા મુનિઓને તપાસ કરવા મોકલ્યા. તેઓએ બહાર જઈને જોયું તો તેમને મૃત્યુ પામેલા દીઠા, તેથી તેમનું રજોહરણ વિગેરે લઈ ગુરૂ પાસે આવી મોટા ખેદ સાથે તે વાત ગુરૂને જણાવી. ગુરૂએ અતિશય જ્ઞાનના ઉપયોગથી જાણી લઈને પિતાના સર્વ શિષ્યોને નાગશ્રીનું બધું દુશ્ચરિત્ર જણાવ્યું તે સાંભળવાથી બધા મુનિઓને અને સાવીઓને કેપ ઉતપન થયો, તેથી તેઓએ તે વાર્તા સમદેવ વિગેરે અનેક લોકોને જણાવી. તે સાંભળી સોમદેવ વિગેરે વિએ નાગશ્રીને ઘરમાંથી કાઢી મૂકી. લોકોએ પણ તેને ઘણે તિરસ્કાર કર્યો, તેથી તે સર્વત્ર દુઃખી થઈ ભટકવા લાગી. અને કાસ, શ્વાસ, વર અને કુર્ણ વિગેરે સેળ ભયંકર રોગોથી પીડા પામતી સતી તે ભવમાંજ નારકીપણાને પ્રાપ્ત