________________
પવ ૮ મુ
૩૦૧
શાંખકુમારને ત્યાં બેઠેલા દીઠા. શાંએ સાપત્ન માતાને પ્રણામ કર્યા, એટલે સત્યભામા કાપ કરીને ખેાલી–અરે નિર્લજ્જ ! તને અહી કોણ લાવ્યું છે ?’ શાંખ ખોલ્યા ‘માતા ! તમે જ મને હાથે પકડીને લાવ્યાં છે અને આ નવાણુ કન્યાઓની સાથે મારા વિવાહ પણ તમે જ કરાવ્યેા છે. આ વિષે બધા દ્વારિકાના લેાકેા મધ્યસ્થ (સાક્ષી) છે.' આ પ્રમાણે કહ્યું, એટલે સત્યભામાએ ત્યાં આવતા નગરજનેાને પૂછવા માંડયુ. તેઓએ કહ્યું કે દેવી ! કાપ કરો નહી. અમારી નજરે તમે શાંખને હાથે પકડીને દ્વારિકામાં લાવ્યા છે અને તેનો જ આ કન્યાઓ સાથે તમે વિવાહ કરાવ્યેા છે.’ આ પ્રમાણેની લેાકાની સાક્ષી સાંભળી સત્યભામા “અરે તું કપટી, કપટીનો પુત્ર, કપટીનો કનિષ્ઠ ભાઈ અને કપટી માતાનો પુત્ર છે, તેથી તું મને કન્યારૂપે છળી ગયા છે.” આ પ્રમાણે કહીને રાષથી ચાલી ગઈ. પછી કૃષ્ણે સ લેાકેાની સમક્ષ તે કન્યાઓને શાંખની સાથે પરણાવી અને જાખવતીએ મેટો ઉત્સવ કર્યાં.
પછી શાંખ વસુદેવને નમસ્કાર કરવાને ગયા. ત્યાં તેણે કહ્યું “તાત ! તમે ચિરકાળ પૃથ્વીમાં ભમી ઘણી સ્ત્રીઓ પરણ્યા હતા અને હું તે પૃથ્વીમાં ભમ્યા વગર એક સાથે સા કન્યાએ પરણ્યા; તેથી મારામાં અને તમારામાં આ પ્રત્યક્ષ અંતર છે !'' વસુદેવ ખેલ્ય ‘રે વત્સ ! તું કુવાના દેડકા જેવા છે. પિતાએ નગરીની બહાર કાઢયો, તોપણ તું પાછે આબ્યા, તેથી માનવર્જિત એવા તને ધિક્કાર છે ! અને હું તો ભાઇએ કિંચિત્ અપમાન કર્યું... એટલે વીરવૃત્તિથી નગરમાંથી નીકળી સવે ઠેકાણે અસ્ખલિતપણે ભમી અનેક કન્યાઆને પરણ્યા, અને પછી અવસરે મળેલા તે જ બંધુઓએ આદરથી પ્રાર્થના કરી એટલે હું પાછે ઘેર આવ્યા છું, તારી જેમ પેાતાની મેળે પા આવ્યા નથી.’ આવે તેમનો ઉત્તર સાંભળી પાતાના પૂજ્ય વસુદેવના પાતે પ્રથમના વાકયોથી તિરસ્કાર કર્યા છે એમ જાણી શાંખ અંજિલ જોડી પ્રણામ કરીને પિતામડુ પ્રત્યે ખાલ્યેા હે પિતામહ ! મે' અજ્ઞાનથી અને માળચેષ્ટાથી કહ્યું તે ક્ષમા કરજો, કેમકે તમે તો ગુણેાવડે લેાકેાત્તર છે.’
અન્યદા કેટલાએક ધનાથ વિણકો મોટાં કરિયાણાં લઈ યવનદ્વીપથી જળમાર્ગે ત્યાં આવ્યા. તેઓએ ખીજાં કરિયાણાં દ્વારિકામાં વેચ્યાં, પણ રત્નકબળ વેચ્યાં નહી., વિશેષ લાભની ઈચ્છાથી તેઓ રાજગૃહીપુરે ગયા. ત્યાંના વ્યાપારીએ આગળ થઈને તેમને મગધેશ્વરની દુહિતા જીવયાને ઘેર લઇ ગયા. તે રત્નક બળ તેમણે જીવયશાને બતાવ્યાં કે જે ઉષ્ણકાળમાં શીત, શીતકાળમાં ઉષ્ણુ અને ઘણા કોમળ રૂવાંટીવાળાં હતાં. જીવયશાએ તે રત્નક બળનું અર્ધું. મૂલ્ય કર્યું. એટલે તેઓ પાકારીને બોલ્યા કે ‘અરે ! આમ અ મૂલ્ય આપવાનાં હોત તા અમે દ્વારિકા છેાડીને અહીં શા માટે આવીએ ?’ જીવયશાએ પૂછ્યું, એ દ્વારિકાનગરી કેવી છે અને ત્યાં રાજા કાણુ છે ?' વ્યાપારી ખેલ્યા ‘સમુદ્રે આપેલા સ્થાનમાં એ દ્વારિકા નગરી દેવતાઓએ રચેલી છે, ત્યાં દેવકી અને વસુદેવના પુત્ર કૃષ્ણ રાજા છે.’ તે સાંભળી જીવયશા રૂદન કરતી ખોલી ‘અરે! શું અદ્યાપિ મારા સ્વામીનો સહાર કરનાર એ કૃષ્ણ જીવે છે અને પૃથ્વીપર રાજ્ય કરે છે ?' તેને જોઈ જરાસંધે ઇન કરવાનું કારણ પૂછ્યું, એટલે તેણીએ અંજલિ જોડી કૃષ્ણનો સવ વૃત્તાંત જણાવ્યા અને કહ્યું કે “પિતાજી ! મને આજેજ રજા આપે, હું અગ્નિમાં પ્રવેશ કરીને મારી પ્રતિજ્ઞા પૂ કરીશ, હવે હું જીવીશ નહી.’જરાસધ મેલ્યા હે પુત્રી ! તું રૂદન કર નહી, હું એ ક'સના શત્રુ કૃષ્ણની માતા, બહેનો અને સખીઓને રોવરાવીશ.
હવે આ પૃથ્વી ચાદવ વગરની થા’ એમ કહી મત્રીએએ વાર્યા છતાં પણ જરાસધે પ્રયાણ કરવા માટે સેનાને આજ્ઞા આપી, મહાપરાક્રમી સહદેવ વિગેરે પુત્રા અને