________________
સર્ગ ૭ મે.
શબ તથ પ્રદ્યુમ્નને વિવાહ અને જરાસંધનો વધ.
પૂર્વોક્ત રીતે દ્વારિકામાં પ્રદ્યુમ્નના આવવાને મહોત્સવ પ્રવર્તતે હતો. તે વખતે દુર્યોધન રાજાએ આવી કૃષ્ણ વાસુદેવને વિજ્ઞપ્તિ કરી કે “વામિન્ ! મારી પુત્રી અને તમારી પુત્રવધુને હમણાંજ કઈ હરી ગયું છે. માટે તેની શોધ કરો કે જેથી આપના પુત્ર ભાવુક સાથે તેને પરણાવીએ.” કૃષ્ણ બોલ્યા “હું સર્વજ્ઞ નથી, જે સર્વજ્ઞ હેઉ તે કોઈએ હરણ કરેલા રૂફણિીના પુત્ર પ્રદ્યુમ્નને જ હું કેમ ન જાણું ?” તે વખતે પ્રદ્યુમ્ન કહ્યું “હું પ્રજ્ઞપ્તિ વિદ્યાથી તે વાત જાણીને તેને અહીં લઈ આવીશ.” એમ કહીને સ્વયંવરા થઈને આવેલી તે કન્યાને ત્યાં લઈ આવ્યો. કૃષ્ણ તે કન્યા પ્રદ્યુમ્નને આપવા લાગ્યા “પણ એ તો મારે નાના ભાઈની સ્ત્રી થવાની હોવાથી વધુ સમાન છે એમ કહી પ્રદ્યુમ્ન તેને ગ્રહણ કરી નહીં, અને ભાવુક સાથે તેને પરણાવી. ત્યારપછી પ્રદ્યુમ્નની ઈચ્છા નહોતી તો પણ કૃષ્ણ મેટા ઉત્સવથી ખેચની અને રાજાઓની અનેક કન્યાએ પ્રદ્યુમ્નને પરણાવી. પછી રૂફમિણીએ અને કૃષ્ણ પ્રદ્યુમ્નને લાવવામાં ઉપકારી નારદની પૂજા કરીને વિદાય કર્યા.
અન્યદા પ્રદ્યુમ્નની મોટી સમૃદ્ધિ જોઈને અને તેની સ્લાઘા સાંભળીને સત્યભામાં કાપડમાં જઈ જુના માંચા ર ઉપર સુઈ ગઈ, ત્યાં કૃષ્ણ આવ્યા એટલે તેને જોઈને સંભ્રમથી બેલી ઉઠયા “હે સુંદરી ! કેણે તમારું અપમાન કર્યું છે કે જેથી તમે આમ ખેદ કરે છે ?? સત્યભામાં બેલી “મારૂં કેઈએ અપમાન કર્યું નથી, પણ જે મારે પ્રદુસ્તના જે પુત્ર નહીં થાય તે હું જરૂર મૃત્યુ પામીશ. તેનો આગ્રહ જાણી કૃષ્ણ નેગમેલી દેવને ઉદ્દેશીને અષ્ટમભક્ત યુક્ત પૌષધવત ગ્રહણ કર્યું. નેગમેષી પ્રગટ થઈને બે કે હું શું કાર્ય કરું?” કૃણે કહ્યું, “સત્યભામાને પ્રદ્યુમ્નના જે પુત્ર આપો.” નૈગમેલી બે જે સ્ત્રીથી તમારે તેવા પુત્રની ઈચ્છા હોય તે સ્ત્રીને આ હાર પહેરાવીને સેવો, જેથી તેને ઇચ્છિત પુત્ર થશે.” આ પ્રમાણે કહી હાર આપીને નૈગમેલી દેવ અંતર્ધાન થઈ ગયા. કૃષ્ણ વાસુદેવે હર્ષ પામી સત્યભામાને શાસ્થાને આવવાનું કહેવરાવ્યું. પ્રજ્ઞપ્તિ વિદ્યાએ તે વાત પ્રદ્યુમ્નને જણાવી, એટલે તેણે પોતાની માતાને કહ્યું કે મારા જેવા પુત્રની ઈરછાએ તે હાર તમે જઈને લ્યો. રૂકૃમિણી બોલી, “વત્સ ! તારા જેવા એક પુત્રથી કૃતાર્થ છું, કારણ કે સ્ત્રીરતનને વારંવાર પ્રસવ થતો નથી.” પ્રદ્યુમ્ન કહ્યું ત્યારે તમારી બધી સપત્નીઓમાં તમને કઈ સપત્ની પ્રિય છે તે કહો, જેથી હું તેને તે પુત્ર થાય તેમ કરૂં.' રૂફમિણી બોલી “વત્સ ! જ્યારે હું તારા વિયેગથી દુઃખી હતીતે વખતે મારી સપત્ની જાબવતી મારી સમાન દુઃખી થઈને મારા દુઃખમાં ભાગ લેનારી થઈ હતી, તેથી તેને તારા જેવો પુત્ર થાઓ.” એમ કહી પ્રદ્યુમ્નની આજ્ઞાથી કૃમિણીએ જાંબવતીને બોલાવી, એટલે પ્રદ્યુમ્ન વિદ્યાથી તેનું રૂપ સત્યભામાના જેવું કરી દીધું. પછી રૂકમિણીએ તેને સમજાવીને હરિના મંદિરમાં મોકલી, સાયંકાળે કૃણે આવી તેને હાર આપીને ભેગવી. તે વખતે જ મહાશુક્ર ૧ રીસાનારને સુવાનું ઠેકાણું'. ૨ જુને ખાટલો.