________________
પર્વ ૮ મું
૨૭, દેવલોકમાંથી રચવીને કૈટભનો જીવ સિંહના સ્વપ્નથી સૂચિત થઈ જાંબવતીના ઉદરમાં ઉત્પન્ન થયે. જાંબવતી હર્ષ પામીને પિતાને સ્થાનકે ગઈ; એટલામાં ખરી સત્યભામા પિતાનો વારે લેવાને માટે કૃષ્ણના મંદિરમાં આવી. તેને જોઈને કૃષ્ણ ચિંતવ્યું કે “અહો ! સ્ત્રીઓને કેવી ભોગની અતૃપ્તિ હોય છે ! આ સત્યભામાં હમણાં જ અહીંથી ગઈ હતી અને પાછી સત્વરે અહીં આવી છે. અથવા શું કોઈ બીજી સ્ત્રીએ સત્યભામાનું રૂપ લઈને મને છો હશે ? માટે તે તો જે બન્યું હોય તે ખરૂં, પણ આ સ્ત્રીને વિલખી ન કરવી.” એમ વિચારી કૃણે તેની સાથે ક્રીડા કરી. આ ખબર પ્રદ્યુમ્નને પડી એટલે તેણે કૃષ્ણની ક્રીડાને જ વખતે વિશ્વને ક્ષોભ કરે તેવી કૃષ્ણની ભેરી વગાડી, જેથી આ ભેરી કોણે વગાડી?” એમ ક્ષોભ પામીને કૃષ્ણ પૂછયું, એટલે સેવકજને કહ્યું કે રૂકૃમિણીના કુમાર પ્રદ્યુમ્ન વગાડી છે, એટલે કૃષ્ણ હાસ્ય કરી બોલ્યા, “જરૂર એણે જ હમણા સત્યભામાને છળી છે, કારણ કે શેયનો પુત્ર દશ શેક્યના જે હોય છે. આ ભેરોના નાદથી કિંચિત્ ભયયુક્ત મારા સેવનથી સત્યભામાને ભીરૂ પુત્ર થશે, પરંતુ ભવિતવ્યતા અન્યથા થતી જ નથી.”
બીજે દિવસે પ્રાતઃકાળે કૃષ્ણ રૂમિણીને ઘેર ગયા, ત્યાં જાંબવતીને પેલા દિવ્ય હારથી ભૂષિત જોઈ કૃષ્ણ અનિમેષ નેત્રે તેની સામું જોવા લાગ્યા. એટલે જાંબવતી બોલી “સ્વામિના શું જુઓ છો? હું તે જ તમારી પત્ની છું.! હરિ બોલ્યા “દેવી ! આ દિવ્ય હાર ક્યાંથી? જાંબવતી બોલી “તમારા પ્રસાદથી, આપે જ આપે છે, તે શું તમારા કાર્યને તમે ભૂલી ગયા?’ તે જ વખતે જાંબવતીએ પિતાને આવેલા સિંહના સ્વપ્નની વાત જણાવી, એટલે કૃષ્ણ બોલ્યા, “દેવી તમારે પ્રદ્યુમ્ન જે પુત્ર થશે.” આ પ્રમાણે કહીને કૃષ્ણ સ્વસ્થાને ગયા.
સમય આવતાં સિંહણની જેમ જાંબવતીએ શાંબ નામના અતુલ્ય પરાક્રમી પુત્રને જન્મ આ. શબની સાથે જ સારથિને દારૂક અને સુબુદ્ધિ મંત્રીને જયસેન નામે પુત્ર થયા. સત્યભામાને એક ભાવુક નામે પુત્ર હતો અને બીજે ગર્ભાધાનને અનુસાર ભીરૂ નામે પુત્ર થયે. બીજી પણ કૃષ્ણની સ્ત્રીઓને હાથીનાં બચ્ચાંની જેવાં ઘણા પરાક્રમી પુત્રો થયા. શાંબ મંત્રી અને સારથિના પુત્રોની સાથે અનુક્રમે મોટો થયે, અને બુદ્ધિવંત હોવાથી તેણે લીલામાત્રમાં બધી કળાઓ ગ્રહણ કરી.
અન્યદા રૂકમિણીએ પિતાના ભાઈ રૂકૃમિની વૈદભી નામની પુત્રીને પિતાના પુત્ર પ્રદ્યુમ્નની સાથે વિવાહ કરવાનું કહેવા સારૂં એક માણસને ભોજકટ નગરે મોકલ્યો. તેણે ત્યાં જઈ રૂકૃમિ રાજાને પ્રણામ કરીને કહ્યું કે તમારી બેન રૂમિણી દેવી તમને કહેવરાવે છે કે તમારી પુત્રી વૈદર્ભ મારા પુત્ર પ્રદ્યુમ્નની વેરે આપ. પૂર્વે મા ને કૃષ્ણને ઉચિત ગ તે દેવગે થયે હતો, પણ હવે આ પ્રદ્યુમ્નને ને વૈદભને સંગ તો તમારાથી જ થાઓ.” આવાં તે માણસનાં વચન સાંભળી પૂર્વનું વૈર સંભારીને રૂકૃમિ બે કે હું મારી પુત્રી ચંડાળને આપું તે સારૂં, પણ કૃષ્ણવાસુદેવના કુળમાં આપું તે યોગ્ય નથી.” તે આવીને રૂકમિણુને રૂકૃમિનાં કહેલાં વચનો યથાર્થ કહી સંભળાવ્યાં, જેથી ભ્રાતાથી અપમાન પામેલી રૂમિણ રાત્રિએ કમળની જેમ ગ્લાની પામી ગઈ. પ્રદ્યુમ્ન તેને તેવી જોઈને પૂછ્યું કે “માતા ! તમે કેમ ખેદ પામ્યાં છો?” એટલે રૂકૃમિણીએ મનના શલ્યરૂપ પિતાના ભાઈનું વૃત્તાંત કહી સંભળાવ્યું. પ્રદ્યુમ્ન બેલ્યા “હે માતા ! તમે ખેદ કરશે નહીં, તે મારે માતલ સામવચનને યોગ્ય નથી, તેથીજ મારા પિતાએ પૂર્વે તેને યંગ્ય કામ કર્યું હતું. હમણું હું પણ તેની યોગ્યતા પ્રમાણે કરીને તેની પુત્રીને પરણીશ.” આ પ્રમાણે કહી શાંબને સાથે લઈ