________________
૮૮
સર્ગ ૬ ।
થઈ. એ પ્રમાણે ક્ષુધા તૃષાથી આતુર, ફાટથાં તુટવાં વસ્ત્ર પહેરતી અને નિરાધાર ભટકતી એ સ્ત્રી અનુક્રમે મૃત્યુ પામીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળીને ચ'ડાળ જાતિમાં ઉત્પન્ન થઇ અને મૃત્યુ પામીને સાતમી નરકે ગઇ. પછી મ્લેચ્છ જાતિમાં ઉત્પન્ન થઈને મરીને નરકે ગઇ. એવી રીતે એ પાપિણી સર્વ નરકમાં એ બેવાર જઈ આવી. પછી પૃથ્વીકાય વિગેરેમાં અનેકવાર ઉત્પન્ન થઇ અને અકામનિર્જરાથી ઘણાં કને ખપાવ્યાં, પછી ચંપાનગરીમાં સાગરદત્ત શેઠની સ્ત્રી સુભદ્રાના ઉદરથી સુકુમારિકા નામે પુત્રી થઈ, તે જ નગરમાં જિનદત્ત નામે એક ધનવાન્ સા વાહ રહેતો હતો, તેને ભદ્રા નામે ગૃહિણી અને સાગર નામે પુત્ર હતો. એક વખતે જિનદત્ત સાગરદત્તને ઘેર ગયા, ત્યાં સુકુમારિકાને યૌવનવતી જોઈ. તે મહેલ ઉપર ચડીને કંદુકક્રીડા કરતી હતી. તેને જોઈ જિનદત્તને વિચાર થયો કે
આ કન્યા મારા પુત્રને ચેાગ્ય છે.' આવુ' ચિ'તવન કરતો તે પોતાને ઘેર આવ્યા. પછી ફરીને બવ સહિત સાગરદત્તને ઘેર જઇ પોતાના પુત્રને માટે સુકુમારિકાની માગણી કરી. સાગરદત્ત ખેલ્યા ‘આ પુત્રી મારે પ્રાણથી પણુ પ્રિય છે, એના વિના હું ક્ષણવાર પણ રહી શકતો નથી, માટે જો તમારા પુત્ર સાગર મારે ત્યાં ઘરજમાઈ થઈને રહે તો હું મારી પુત્રી ઘણા દ્રવ્ય સાથે તેને અર્પણ કરૂં.' ‘હું વિચારીને કહીશ' એમ કહી જિનદત્ત પાતાને ઘેર ગયા, અને તે વાત સાગરને કહી તે સાંભળી સાગર મૌન રહ્યો; એટલે જેને નિષેધ ન કરે -તે સમત છે' એવા ન્યાયથી તેના પિતાએ સાગરને ઘરજમાઈણે રહેવા દેવાનું કબુલ કર્યું.... અનુક્રમે સાગરને તે કુમારી સાથે પરણાવ્યેા. રાત્રે તેની સાથે તે વાસગૃહમાં જઈ શય્યામાં સુતા. તે વખતે પૂવ કના ચેાગે તે સુકુમારિકાના સ્પર્શથી સાગરનું અંગ અંગારાની જેમ બળવા લાગ્યુ, તેથી તે માંડમાંડ ક્ષણવાર સહન કરીને સૂઇ રહ્યો. પણ જ્યારે સુકુમારિકા ઊંઘી ગઇ ત્યારે તેને છેડી દઈને તે પેાતાને ઘેર નાસી ગયા. નિદ્રા પૂર્ણ થતાં પાસે પતિને ન જોવાથી સુકુમારિકા ઘણું રૂદન કરવા લાગી. પ્રાતઃકાળે સુભદ્રાએ વવરને દ ંતધાવન કરાવવાને માટે એક દાસીને માકલી, ત્યાં જતાં દાસીએ સુકુમારિકાને પતિરહિત અને રૂદન કરતી જોઈ, એટલે તેણે સુભદ્રા પાસે આવીને તે વાત કહી. સુભદ્રાએ શેઠને જણાવી, એટલે શેઠે જિનદત્ત પાસે જઇને તેને ઉપાલભ આપ્યા. જિનદો પેાતાના પુત્રને એકાંતમાં ખેલાવીને કહ્યું કે ‘ હે વત્સ ! તેં સાગરદત્ત શેઠની પુત્રીનો ત્યાગ કર્યા તે ઠીક કર્યું' નહીં, માટે હમણાં તે સુકુમારિકા પાસે પાછે જા; કારણ કે મેં સજનાની સમક્ષ તને ત્યાં રાખવાનું કબુલ કર્યું' છે,' સાગર ઓલ્યા - હે પિતા ? અગ્નિમાં પેસવાને તૈયાર થવું તે હું સારૂં ગણું છું, પણ તે સુકુમારિકા પાસે જવા કદિ પણ ઇચ્છતો નથી.' આ બધી વાર્તા દીવાલની પાછળ ગુપ્તપણે ઊભા રહીને સાગરદત્ત શેઠ સાંભળતા હતા. તેથી તે નિરાશ થઈને પોતાને ઘેર આવ્યા અને સુકુમારિકાને કહ્યું કે ‘ હે પુત્રી ! તારી ઉપર સાગર તો વિરક્ત થયો છે, માટે હું તારે માટે બીજો પતિ શેાધી આપીશ, તું ખેદ કરીશ નહીં.’
:
એક વખતે સાગરદત્ત શેઠ પેાતાના મહેલના ગેાખમાં બેસીને માર્ગ તરફ જોતા હતા, તેવામાં હાથમાં ખપ્પર ધારણ કરનારા, જીણુ વજ્રના ખ'ડને પહેરનારા અને મક્ષિકાથી વીંટાયેલો કોઇ ભિક્ષુક માર્ગે ચાલ્યા જતો તેમના જોવામાં આવ્યા; એટલે સાગરદત્તો તેને ખોલાવી ખપ્પર વિગેરે છેાડાવી સ્નાન કરાવીને જમાડયા, અને તેનું શરીર ચંદનથી અર્ચિત કરાવ્યું. પછી તેને કહ્યું કે રે ભદ્રે ! આ મારી પુત્રી સુકુમારિકા હું તમને આપું છું, માટે ભાજન વિગેરેમાં નિશ્ચિત થઇને એની સાથે અહીં સુખે રહે,’ આ પ્રમાણે કહેવાથી તે સુકુમારિકાની સાથે વાસગૃહમાં તેની સાથે શયન
ગયા; પણ