________________
સગર ઠા
પાંડુરાજા યુધિષ્ઠિરને રાજ્ય આપી મૃત્યુ પામ્યા, અને માદ્રી પણુ પેાતાના બે પુત્ર કુંતીને સાંપીને પાંડુરાજાની પછવાડે મરણ પામી, જયારે પાંડુરાજા અસ્ત પામ્યા, ત્યારે મત્સરવાળા ધૃતરાષ્ટ્રના પુત્રો પાંડવાને ન માનવા લાગ્યા અને તેઓ દુષ્ટ આશયથી રાજ્ય લેવાને લુબ્ધ થયા. દુર્ગંધને વિનય વિગેરેથી સર્વ વૃદ્ધોને સ'તુષ્ટ કર્યા અને પાંડવેાને દ્યુતમાં જીતી લીધા. યુધિષ્ઠિરે લાભથી દ્યુતમાં રાજયનુ અને છેવટે દ્રૌપદીનું પણ કયુ, તે પણ દુર્યાને જીતીને પોતાને સ્વાધીન કર્યું. પણ પછી ક્રોધથા રાતાં થયેલાં નેત્રાવાળા ભીમથી ભય પામીને દુર્ગંધને દ્રૌપદી તેમને પાછી સેાંપી. પછી ધૃતરાષ્ટ્રના પુત્રએ અપમાન કરીને પાંડવાને પોતાના દેશમાંથી કાઢી મૂકયા, એટલે તેઓએ વનવાસ સ્વીકાર્યાં. લાંબા કાળ સુધી વને વન ભટકતાં પાંચે પાંડવાને છેવટે દશાની અનુજ બેન કુંતી દ્વારકામાં લઇ ગઈ, દિવ્ય અસ્ત્રોથી યુદ્ધ કરનારા અનેવિદ્યા તથા ભુજખળથી ઉગ્ર એવા તે પ્રથમ સમુદ્રવિજય રાજાને ઘેર આવ્યા. રાજા સમુદ્ર વિજયે અને અક્ષાભ્ય વિગેરે તેમના ભાઇઓએ પાતાની બહેનના અને ભાણેજોના સ્નેહપૂર્વક સારી રીતે સત્કાર કર્યો. દશાહ ખેલ્યા, હે મહેન ! તે તમારા ભાગીદારો કૌરવા પાસેથી ભાગ્યચેાગે સ`તાન સહિત તુ' જીવતી આવી, તે જ સારૂં થયું.' કુતી પણ ખાલી કે–‘જ્યારે મેં સાંભળ્યું કે તમે પુત્રાદિક પરિવાર સહિત જીવતા છેા, ત્યારેજ હું સંતાન સહિત જીવતી રહી છું. વળી રામ કૃષ્ણનું લેાકેાત્તર ચરિત્ર સાંભળી હર્ષ પામી સતી તેમને જોવાને ઉત્સુક થઇને હું અહીં આવી છું.' પછી ભાઇઓએ કહ્યું એટલે કુંતી પુત્ર સહિત સભામાં આવી. તેને જોઈ રામ કૃષ્ણ ઉભા થયા અને ભક્તિથી તેમને નમસ્કાર કર્યા. પછી રામ કૃષ્ણ અને પાંડવા ક્રમ પ્રમાણે પરસ્પર નમસ્કાર અને આલિંગન કરી યથાયાગ્ય સ્થાને બેઠા. કૃષ્ણે ખાલ્યા‘તમે અહીં તમારેજ ઘેર આવ્યા તે બહુ સારૂ કર્યું.; કારણ કે તમારી અને યાદવાની લક્ષ્મી પરસ્પરને સાધારણ છે.’ યુધિષ્ઠિર ખેલ્યા-“હે કૃષ્ણ ! જે તમને માને છે, તેઓને લક્ષ્મી સદા દાસીરૂપ છે, તેા જેઆને તમે માના, તેઓની તેા વાતજ શી કરવી ? અમારા માતૃકુળ (માશાળ)ને જ્યારથી તમે અલંકૃત કરી છે. ત્યારથી અમે યદુકુળને અને અમને સથી વિશેષ પરાક્રમી માનીએ છીએ.” એવી રીતે વિવિધ આલાપ થયા પછી કુતી અને તેના પુત્રાને સત્કાર કરીને કૃષ્ણે તેમને જુદા જુદા મહેલમાં નિવાસ કરાવ્યા. દશાહે,એ લક્ષ્મીવતી, વેગવતી, સુભદ્રા, વિજયા અને રિત નામની પોતાની પાંચ કન્યાએ અનુક્રમે પાંચે પાંડવાને આપી. યાદવાએ અને રામ કૃષ્ણે પૂજેલા તેઓ ત્યાં સુખે રહેવા લાગ્યા.
૨૯૦
અહીં સંવર વિદ્યાધરને ઘેર પ્રદ્યુમ્ન માટા થયા. પછી બધી કળાએ પ્રાપ્ત કરી. તેને ચૌવનવયમાં આવેલેા જોઈ સવર વિદ્યાધરની સ્રી કનકમાળા કામાતુર થઈ. તેણી ચિંતવવા લાગી કે-“આના જેવા સુંદર પુરૂષ કોઈ ખેચરામાં નથી. દેવ પણ આવા હોય એમ હું માનતી નથી તેા મનુષ્યની શી વાત ? જેમ પાતે ઉછેરેલા વૃક્ષના ફળનુ પાતે આસ્વાદન કરે તેમ મારા ઉછેરેલા આ પ્રદ્યુમ્નના યૌવનનું ભાગરૂપ ફળ મારે સ્વયંમેવજ ભાગવવુ, નહી' તા મારા જન્મ વૃથા છે.” આવા વિચાર કરી એક વખતે તેણે મધુર વાણીથી પ્રદ્યુમ્નને કહ્યું કે “અહીં ઉત્તરશ્રેણીમાં નલપુર નામે નગર છે. તેમાં ગૌરી વંશના નિષધ નામે રાજા છે, તે રાજસિહની ... પુત્રી છું અને તેને ઔષધિ નામે એક પુત્ર છે. મારા પિતાએ મને ગૌરી વિદ્યા આપી છે અને સવર્ વિદ્યાધર પ્રજ્ઞપ્તિ વિદ્યા મને આપીને પરણ્યા છે; મારામાં અનુરક્ત થયેલા સંવર ખીજી કોઈ યુવતીને ઇચ્છતા નથી. હુ` કે જેણે પૂર્વોક્ત બ ંને વિદ્યા સિદ્ધ કરી છે તેના બળથી સ`વરને આ જગત્ તૃણુસમાન છે. આવી હું તારા પર અનુરાગી થઈ છું, માટે મને ભજ. અજ્ઞાનથી પણ મારા પ્રેમનો ભંગ કરીશ નહીં.” પ્રદ્યુમ્ન ખલ્યા