________________
૨૮૪
સગ ૬ છે
“આજે મોડા કેમ આવ્યા છે તેણે કહ્યું “આજે એક વ્યભિચાર સંબંધી કેસને ન્યાય આપવો હતો, તેમાં હું રોકાયો હતો. ચંદ્રાભા હસીને બેલી કે-તે વ્યભિચારી પૂજવા ગ્ય છે.” મધુરાજાએ કહ્યું “વ્યભિચારી શી રીતે પૂજવા ગ્ય થાય ? તેઓને તો શિક્ષાજ કરવી જોઈએ.” ચંદ્રાભા બોલી “જે તમે એવા ન્યાયવાન હો તો તમે જ પ્રથમ વ્યભિચારી છે, તે કેમ જાણતા નથી ?” તે સાંભળી મધુરાજા પ્રતિબોધ પામી લજજા પામી ગયા. એ સમયે કનકપ્રભ રાજા ચંદ્રભા રાણીના વિગથી ગાંડે બની ગામેગામ ભટકતો અને બાળકોથી વીંટાયેલો તે જ નગરના રાજમાર્ગમાં ગાતો અને નાચતો નીકળે. તેને જોઈ ચંદ્રામાં વિચાર કરવા લાગી કે-“અહો ! મારો પતિ મારા વિયોગથી આવી દશાને પ્રાપ્ત થયે, તો મારા જેવી પરવશ સ્ત્રીને ધિક્કાર છે !” આ પ્રમાણે ચિંતવી તેણે મધુને પોતાને પતિ બતાવે, એટલે તેને જોઈ પિતાનો દુષ્ટ કામને માટે મધુને અતિ પશ્ચાત્તાપ થયે. તેથી તત્કાળ મધુએ ધુંધુ નામના પિતાના પુત્રને રાજ્ય સેંપી કૈટભની સાથે વિમલવાહન મુનિની પાસે દીક્ષા લીધી. તેઓ હજારો વર્ષ સુધી ઉગ્ર તપ કરી દ્વાદશાંગના ધારણ કરનારા અને સદા સાધુઓની વૈયાવૃત્ય કરનારા થયા. અંતે અનશન કરી સર્વ પાપની આલોચના કરીને તે બનને મૃત્યુ પામી મહાશક દેવકમાં સા માનિક દેવતા થયા, રાજા કનકપ્રભ પણ ક્ષુધાતૃષાથી પીડિત થઈ ત્રણ હજાર વર્ષ વ્યર્થ ગુમાવી મૃત્યુ પામ્યા, અને જ્યોતિષ દેમાં ધૂમકેતુ નામે દેવ થયા. અવધિજ્ઞાનથી પૂર્વનું વૈર જાણી તે મધુના જીવને શોધવા લાગે; પણ મધુ તો સાતમા દેવલોકમાં મહદ્ધિક દેવ હોવાથી તેના જવામાં આવ્યું નહીં. પછી તે ત્યાંથી યવી મનુષ્યભવ પામીને તાપસ થયે. તે ભવમાં બાળતપ કરી મૃત્યુ પામીને તે વૈમાનિક દેવતા થયો. તથાપિ તે ભાવમાં પણ મધુને જેવાને સમર્થ થયો નહીં. પાછો ત્યાંથી ચ્યવી સંસારમાં પરિભ્રમણ કરી કમાગે તિષીમાં ફરીને ધૂમકેતુ નામે દેવતા થા. તે વખતે મધુને જીવ મહાશુકદેવેલેકમાંથી ચ્યવી કૃષ્ણ વાસુદેવની પટ્ટ રાણી રૂકમિણીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયા. પેલે ધૂમકેતુ પૂર્વના વેરથી તે બાળકને જન્મતાંજે હરી ગયો, અને તેને મારવાની ઈચ્છાથી તે દુષ્ટ એક ટેકશિલા ઉપર તેને મૂકીને ચાલ્યો ગયો. પણ પોતાના પ્રભાવથી તે સર્વ અંગે અક્ષત રહ્યો. અને તેને કાળસં' વિદ્યાધર પિતાને ઘેર લઈ ગયે. સોળ વર્ષને અંતે રૂકમિણી સાથે તેને સમાગમ થશે.”
આ પ્રમાણે પ્રદ્યુમ્નના પૂર્વ ભવને વૃત્તાંત સાંભળીને રૂમિણીને પુત્રને વિયેગ ક્યા કર્મથી થયે ? એમ નારદે પૂછયું, એટલે શ્રી સીમંધર પ્રભુએ આ પ્રમાણે તેના પૂર્વ ભવને વૃત્તાંત કહ્યો :--
આ જ બુદ્વીપમાં ભરતક્ષેત્રમાં મગધ દેશને વિષે લક્ષમીગ્રામ નામે એક ગામમાં સેમદેવ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને લક્ષ્મીવતી નામે સ્ત્રી હતી. એક વખતે તે લક્ષ્મીવતી ઉપવનમાં ગઈ. ત્યાં મોરનું ઈંડું પડેલું હતું, તેને તેણે કુંકુમવાળા હાથથી સ્પર્શ કર્યો. તેના સ્પર્શથી તે ઈડાને વર્ણ અને ગંધ ફરી ગયે, તેથી તેની માતા મયરીએ તેને પિતાનું છે એમ નહીં જાણવાથી સેળ ઘડી સુધી છોડી દીધું (સેવ્યું નહી.) ત્યાર પછી અકસમાત વર્ષાદ વરસતાં તેના જળવડે ધોવાઈને તે ઈડું પોતાના મૂળ સ્વભાવમાં આવી ગયું. તેથી તેને ઓળખીને તેની માતાએ તેને સેવ્યું, એટલે યેગ્ય કાળે તેમાંથી મોર થયે. ફરીવાર લમીવતી ત્યાં આવી, તે વખતે મયૂરના રમણીય બચ્ચાને જોઈ તેની માતાના રૂદન કરતાં છતાં તેને પકડી લીધું, અને પિતાને ઘેર લાવીને પાંજરામાં પૂર્યું, પ્રતિદિન ખાનપાનથી તેને પ્રસન્ન કરીને તેણે તેને એવું નૃત્ય શીખવ્યું કે જેથી તે સુંદર