________________
પર્વ ૮ મું
૨૮૧ તરત જ પુત્રને શેધ કરાવ્યું, પણ કયાંથી પુત્રના ખબર મળ્યા નહીં, એટલે રૂમિણી મૂછ પામીને પડી ગઈ. થોડીવારે સંજ્ઞા પામીને તે પરિજન સાથે તાર સ્વરે રૂદન કરવા લાગી. એક સત્યભામા વગર સર્વ યાદવે, તેમની પત્નીઓ અને બધે પરિવાર દુ:ખી થઈ ગયે. “કૃષ્ણ જેવા સમર્થ પુરૂષને પણ પુત્રને વૃત્તાંત કેમ ન મળે ?” એમ બોલતી રૂકમિણી દુ:ખી કણને વધારે દુઃખી કરવા લાગી. એ પ્રમાણે સર્વ યાદવે સહિત કણ ઉદ્વેગમાં રહેતા હતા, તેવામાં એકદા નારદ સભામાં આવ્યા, તેમણે “આ શું છે ?” એમ પૂછ્યું, એટલે કૃષ્ણ બોલ્યા કે હે નારદ ! રૂફમિણીને તરતનો જન્મેલ બાળક મારા હાથમાંથી કઈ હરી ગયું છે, તેની શુદ્ધિ કાંઈ તમે જાણે છે ?' નારદ બોલ્યા “અહીં અતિમુક્ત મુનિ મહાજ્ઞાની હતા, તે તો હમણું જ મોક્ષે ગયા. તેથી હવે ભારતવર્ષમાં અત્યારે કેઈ બીજા જ્ઞાની નથી; તોપણ હે હરિ ! હાલમાં પૂર્વ વિદેહક્ષેત્રે સીમંધર નામે તીર્થકર છે, તે સર્વ સંશયને નાશ કરનારા છે, તેથી ત્યાં જઈને હું તેમને પૂછીશ.” પછી કૃષ્ણ અને બીજા યાદવેએ નારદની અનેક પ્રકારે પૂજા કરી અને આ ગ્રહપૂર્વક ખબર લાવવાની પ્રાર્થના કરી. એટલે નારદ જ્યાં સીમંધર પ્રભુ હતા ત્યાં ત્વરાથી ગયા. ત્યાં પ્રભુ સમોસરણમાં બિરાજેલા હતા, તેમને પ્રણામ કરીને નારદે પૂછયું “હે ભગવાન્ ! કૃષ્ણ અને રૂકમિણીનો પુત્ર હાલ ક્યાં છે? પ્રભુ બેલ્યા “ધૂમકેતુ નામે એક તે પુત્રને પૂર્વ ભવનો વેરી દેવ છે, તેણે છળ કરી કૃષ્ણની પાસેથી તે પુત્રનું હરણ કરેલું છે. તેણે વિતાઢય ઉપર જઈ તે બાળકને શિલા ઉપર મૂક્યા હતા પણ તે મૃત્યુ પામ્યું નથી; કારણ કે તે ચરમદેહી છે. તેથી કંઈનાથી મારી શકાય તેમ નથી. પ્રાતઃકાળે ત્યાંથી કાળ સંવર નામે કઈ ખેચર જાતે હતો, તેણે તે બાળકને લઈને પિતાની પત્નીને પુત્ર તરીકે સેપે છે, અને હાલ તે તેને ઘેર વૃદ્ધિ પામે છે. નારદે ફરીથી પૂછયું, “હે ભગવન! તે ધૂમકેતુને તેની સાથે પૂર્વ જન્મનું શું વેર હતું?” નારદના પ્રમાણે પૂછવાથી પ્રભુએ તેના પૂર્વ ભવન વૃત્તાંત કહેવા માંડો.
આ જંબુદ્વિીપના ભરતક્ષેત્રમાં મગધ દેશને વિષે શાલિગ્રામ નામે એક મહકિ ગામ છે, તેમાં મનોરમ નામે એક ઉદ્યાન છે. તે ઉદ્યાનને અધિપતિ સુમન નામે એક યક્ષ હતો. તે ગામમાં સોમદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે સેમદેવની અનિલા નામની પત્નીથી અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે બે પુત્ર થયા. તેઓ વેદાર્થમાં ચતુર હતા. યૌવન વયને પ્રાપ્ત થયેલા તેઓ વિદ્યાથી પ્રખ્યાત થઈને વિવિધ ભેગને ભોગવતા મન્મત્ત થઇને રહેતા હતા. એક દિવસે તે મનોરથ ઉદ્યાનમાં નંદિવર્ધન નામે આચાર્ય સમવસર્યા. લો કે એ ત્યાં જઈને તેમને વંદના કરી. તે સમયે આ ગર્વિષ્ટ થયેલા અગ્નિભૂતિ અને વાયુભૂતિએ ત્યાં આવી આચાર્યને કહ્યું કે “અરે શ્વેતાંબરી ! જે તું કાંઈ શાસ્ત્રાર્થને જાણ હોય તો બોલ.' તેમનાં આવાં વચન માત્રથી નંદિવર્ધન આચાર્યના સત્ય નામના શિષ્ય તેમને પૂછ્યું કે “તમે કયાંથી આવ્યા છે ? તેઓ બોલ્યા કે “અમે શાલિગ્રામમાંથી આવ્યા છીએ.” સત્ય મુનિ ફરીવાર એલ્યા-‘તમે કયા ભવમાંથી આ મનુષ્યભવમાં આવ્યા છે ? એમ મારૂં પૂછવું છે, તે જે તમે જાણતા હો તો કહો.” તે સાંભળી તે બંને તે વિષયના અજ્ઞાની હેવાથી લજજાથી અધોમુખ થઈને ઊભા રહ્યા, એટલે મુનિએ તેમનો પૂર્વભવ કહેવા માંડ્યો :-“અરે બ્રાહ્મણે! તમે પૂર્વભવને વિષે આ ગ્રામની વનસ્થલીમાં માંસભક્ષક શિયાળ થયેલા હતા. એક કણબીએ પિતાના ક્ષેત્રમાં રાત્રે ચર્મની રજજુ વિગેરે મૂકી હતી, તે વૃષ્ટિથી આÁ થતાં તમે બધી ભક્ષણ કરી ગયા. એ આહારથી મૃત્યુ પામીને પોતાના પૂર્વકૃત કર્મથી