________________
પર્વ ૮ મું
૨૭૯ આયુઅરી નામની નગરીમાં સૌરાષ્ટ્ર દેશના રાજા રાવર્ધન રાજ્ય કરતો હતો. તેને વિજયા નામે રાણી હતી. તેમને નમુચિ નામે એક મહાબળવાન નામે યુવરાજ પુત્ર હતો, અને સુસીમા નામ રૂપસંપત્તિની સીમારૂ૫ પુત્રી હતી. નમુચિએ અસ્ત્રવિદ્યા સિદ્ધ કરી હતી તેથી તે કૃષ્ણની આજ્ઞા માનતો નહોતો. એક વખતે તે સુસીમા સાથે પ્રભાસ તીર્થમાં સ્નાન કરવાને ગયો. ત્યાં છાવણું નાખીને પડેલા નમુચિને જાણીને કૃષ્ણ રામની સાથે ત્યાં ગયા, અને તેને સેના સહિત મારી સુસીમાને લઈ આવ્યા. પછી તેને વિધિથી પરણે લમણાના મંદિર પાસે મંદિર આપીને તેમાં રાખી અને તેને મોટી સામગ્રી આપી રાજા રાવને સુસીમાને માટે દાસીઓ વિગેરે પરિવાર અને કૃષ્ણને માટે હાથી વિગેરે વિવાહને દાયજે મોકલ્યો. પછી મરૂ દેશના વીતભય રાજાની ગૌરી નામની કન્યાને કૃષ્ણ પરણ્યા, અને તેને સુસીમાના મંદિર પાસે એક મંદિરમાં રાખી. એક વખતે હિરણ્યનાભ રાજાની પુત્રી પદ્માવતીના સ્વયંવરમાં કૃષ્ણ રામને લઈને અરિષ્ટપુરે ગયા. ત્યાં રોહિણીના સહોદર હિરણ્યનાભે પિતાના ભાણેજ જાણીને બંનેની વિધિ સહિત હર્ષથી પૂજા કરી. તે હિરણ્યનાભ રાજાને રેવત નામે એક જયેષ્ઠ બંધુ હતું, તે નમિ ભગવાનના તીર્થમાં પોતાના પિતા સાથે દીક્ષા લઈને ચાલી નીકળ્યું હતું. તેને રેવતી, રામા, સીતા અને બંધુમતી નામે પુત્રીઓ હતી, તે પૂર્વે હિણીના પુત્ર રામને આપી હતી. પછી સર્વે રાજાઓના જતાં છતાં કૃષ્ણ પદ્માવતીનું હરણ કર્યું અને સ્વયંવરમાં આવેલા રાજાઓમાંથી જે યુદ્ધ કરવા આવ્યા તેમને જીતી લીધા. પછી રામ કૃષ્ણ પોતપોતાની સ્ત્રીઓને લઈને દ્વારકામાં આવ્યા. ત્યાં કૃષ્ણ ગૌરીના મંદિર પાસે એક નવીન ગૃહમાં પદ્માવતીને રાખી.
ગાંધાર દેશમાં પુષ્કલાવતી નગરીને વિષે નગ્નજિત રાજાનો પુત્ર ચારૂદત્ત નામે રાજા હત; તેને ગાંધારી નામે સુંદર બહેન હતી. તે લાવણ્યસંપત્તિથી ખેચરીઓને હરાવતી હતી. ચારૂદત્તનો પિતા નગ્નજિત્ મૃત્યુ પામ્યા પછી તેના ભાગીદારોએ ચારૂદત્તને જીતી લીધે, એટલે તેણે દૂત મોકલીને શરણ કરવા ગ્ય કૃષ્ણનું શરણ લીધું. કૃષ્ણ ગાંધારદેશમાં આવી તેના ભાગીદારને મારી નાખ્યા, અને ચારૂદત્તને રાજ્ય ઉપર સ્થાપન કર્યો, એટલે ચારૂદ પિતાની બહેન ગાંધારી કૃષ્ણની વેરે પરણાવી. કૃષ્ણ તેને દ્વારકામાં લાવ્યા. અને પદ્માવતીના મંદિરની પાસે તેને એક પ્રાસાદ આપે. આ પ્રમાણે કૃષ્ણને આઠ પટ્ટરાણીઓ થઈ, તેઓ અનુક્રમે પૃથફ પૃથફ મહેલમાં રહેવા લાગી.
એક વખતે રૂકૃમિણીના મંદિરમાં અતિમુક્ત મુનિ આવ્યા. તેમને જોઈ સત્યભામાં પણ ઉતાવળે ત્યાં આવ્યાં. રૂકમિણીએ મુનિને પૂછયું કે “મારે પુત્ર થશે કે નહીં?’ મુનિએ કહ્યું, “તારે કૃષ્ણ જેવો પુત્ર થશે” આ પ્રમાણે કહીને મુનિ ગયા પછી મુનિનું આ વચન પિતાને માટે જ છે એમ સત્યભામાં માનવા લાગી અને તેણીએ રૂકૃમિણીને કહ્યું કે “મારે કૃષ્ણ જે પુત્ર થશે.” રૂફમિણી બોલી, “મુનિનું વચન કોઈ છળ કરવાથી ફળતું નથી, માટે તે પુત્ર તે મારે થશે, એમ પરસ્પર વાદ કરતી તે બંને કૃષ્ણની પાસે આવી. એ સમયે સત્યભામાન ભાઈ દુર્યોધન ત્યાં આવી ચઢયે; તેને સત્યભામાએ કહ્યું કે “મારો પુત્ર તારે જામાતા થશે.” રૂકૃમિણીએ પણ તે પ્રમાણે તેને કહ્યું, એટલે તેણે કહ્યું કે “તમારામાંથી જેને પુત્ર થશે તેને હું મારી પુત્રી આપીશ.” સત્યભામા બોલી કે જેને પુત્ર પ્રથમ પરણે, તેના વિવાહમાં બીજીએ પોતાના કેશ આપવા. આ વિષે રામ, કૃષ્ણ અને આ દુર્યોધન સાક્ષી અને જામીન છે. આ પ્રમાણે કબુલ કરીને તે બંને પોતપોતાને સ્થાનકે ગઈ.
૧ બલભદ્રની માતા.