________________
પર્વ ૮ મું
૨૭૭ આપણી શી ગતિ થશે? હરિએ તેનાં આવાં ભયભરેલાં વચન સાંભળી હાસ્ય કરીને કહ્યું, પ્રિયે ! ભય પામીશ નહીં', કેમકે તુ ક્ષત્રિયાણી છે. આ બિચારા રૂફમિ વિગેરે મારી પાસે કેણ માત્ર છે ? હે સુભ્ર ! તું મારું અદ્દભુત બળ જે.” આ પ્રમાણે કહી તેને પ્રતીતિ થવા માટે કૃષ્ણ અર્ધચંદ્ર બાણવડે કમળનાળની પંક્તિની જેમ તાલવૃક્ષની શ્રેણીને એક ઘાએ છેદી નાખી, અને અંગુઠા ને આંગળીની વચ્ચે રાખીને પિતાની મુદ્રિકાને હીરે મસૂરના દાણાની જેમ ચૂર્ણ કરી નાખ્યો. પતિના આવા બળથી રૂકમિણ હર્ષ પામી અને પ્રભાતકાળના સૂર્ય વડે પદ્મિનીની જેમ તેનું મુખ પ્રફુલિત થઈ ગયું. પછી કૃષ્ણ રામને કહ્યું, “આ વધુને લઈને તમે ચાલ્યા જાઓ, હું એકલો આપણી પછવાડે આવતા રૂકમિ વિગેરેને મારી નાખીશ.” રામે કહ્યું, ‘તમે જાઓ, હું એકલો આ સર્વને મારી નાખીશ.” બંનેનાં આવાં વચન સાંભળી રૂકમિણી ભય પામીને બેલી-હે નાથ ! મારા સહોદર રૂફમિને તે બચાવજો.” રામે કૃષ્ણની સંમતિથી રૂકમિણિનું તે વચન સ્વીકાર્યું, અને પોતે એકલા યુદ્ધ કરવાને ત્યાં ઊભા રહ્યા. કૃષ્ણ દ્વારકા તરફ ચાલ્યા ગયા.
અનુક્રમે શત્રુઓનું સૌન્ય નજીક આવ્યું, એટલે રામ મૂશળ ઉગામી સમુદ્રને મંથાચળની જેમ રણમાં તે સૈન્યનું મંથન કરવા લાગ્યા. વાવડે પર્વતોની જેમ રામના હળથી હાથીઓ ભૂમિ પર પડયા અને મૂશળથી ઘડાના ઠીંકરાની જેમ રથ ચૂર્ણ થઈ ગયા. છેવટે શિશુપાલ સહિત રૂફમિની સેના પલાયન કરી ગઈ, પણ વીમાની રકૃમિ એકલે ઊભા રહ્યા. તેણે રામને કહ્યું-“અરે ગોપાળ! મેં તને જે છે મારી આગળ ઊભું રહે, ઊભા રહે, હું તારા ગોપચના પાનથી થયેલા મદને ઉતારી નાખીશ.” તેનાં આવાં અભિમાનનાં વચન છતાં તેને બચાવવાનું પિતે કૃષ્ણની આગળ કબુલ કરેલું હોવાથી તે વચન સંભારીને રામે મૂશળને છોડી દીધું, અને બાણોથી તેને રથ ભાંગી નાંખ્ય, કવચ છેદી નાખ્યું અને ઘેડાને હણી નાખ્યા. પછી જ્યારે રૂકૃમિ વધકેટીમાં આવ્યા ત્યારે રામે ભુરબાણથી તેના મુખ પરના કેશનું લંચન કરી નાખી હસતાં હસતાં કહ્યું કે “અરે મૂર્ખ ! મારી બ્રાતૃવધુને તું ભાઈ થાય છે, તેથી મારે અવધ્ય છો, માટે ચાલ્યા જા. મારા પ્રસાદથી તું મુંડ થયા છતાં પણ તારી પત્ની સાથે વિલાસ કર.” આવાં રામનાં વચનથી લજજા પામીને રૂકમિ કડિનપુરમાં ગયે નહીં, પણ ત્યાં જ ભેજા નામે નગર વસાવીને રહ્યો.
અહીં કૃષ્ણ રૂફમિણને લઈને દ્વારકા પાસે આવ્યા. દ્વારકામાં પ્રવેશ કરતાં કૃષ્ણ રૂફમિણીને કહ્યું, “હે દેવી ! જુઓ, આ મારી રત્નમયી દ્વારકાનગરી દેવતાએ રચેલી છે. હૈ સુભ્ર ! આ નગરીના દેવવૃક્ષમય ઉદ્યાનોને વિષે દેવીની જેમ અવિચ્છિન સુખથી તમે મારી સાથે ક્રીડા કરશો.” રૂફમિણી બેલી, “હે સ્વામિન ! તમારી બીજી પત્નીઓ તેમના પિતાએ એ મોટા પરિવાર તથા સમૃદ્ધિ સાથે તમને આપેલી છે, અને મને તો તમે એકલી કેદીની જેમ લઈ આવ્યા છે, તે હું મારી સપત્નીઓની આગળ હાસ્યપાત્ર થાઉં નહીં તેમ કરો.” આવાં તેનાં વચન સાંભળી ‘તને હું સર્વથી અધિક કરીશ.” એમ કહી કૃષ્ણ રૂકૃમિણીને સત્યભામાના મહેલની પાસેના એક મહેલમાં ઉતારી. ત્યાં તેને ગાંધર્વ વિવાહથી પરણીને કૃષ્ણ તેની સાથે સ્વચ્છેદે ક્રીડા કરવા લાગ્યા - કૃષ્ણ કૃમિણીના ઘરમાં બીજા કોઈનો પ્રવેશ અટકાવ્યા હતા, તેથી એક વખતે સત્યભામાએ કૃષ્ણને આગ્રહથી કહ્યું કે “તમારી પ્રિયાને તે બતાવો.” કૃષ્ણ લીલેદાનમાં શ્રીદેવીના ગૃહમાંથી સ્વજનેથી છાની રીતે તેની પ્રતિમા ઉપડાવી લીધી અને નિપુણ ચિત્રકારે