________________
૨૭૬
સ ૬ ઠ્ઠો
મૈથુનિ શિશુપાલ રાજાને આપીશ કે જેથી ચંદ્ર અને રાહિણીની જેમ તેમના ઘટતો યાગ થશે.' આ પ્રમાણે ઉત્તર સાંભળી તે તે રૂમિની કઠોર અક્ષરવાળી વાણી દ્વારકામાં આવીને કૃષ્ણને જણાવી.
અહીં કુડિનપુરમાં આ ખખર સાંભળી રૂક્ષમણીની કુઇ જે તેની ધાત્રી હતી, તેણીએ એકાંતમાં લઇ જઇને રૂમિણીને પ્રેમ પવિત્ર વાણીએ કહ્યું કે “ હે રાજકુમારી ! જ્યારે તમે બાળક હતા તે વખતે એકવાર મારા ઉત્સંગમાં બેઠા હતા, તેવામાં તમને જોઇ અતિમુકતક નામના મુનિએ કહ્યું હતું કે આ પુત્રી કૃષ્ણની પટ્ટરાણી થશે.' તે વખતે મેં તેમને પૂછ્યું હતું કે · તે કૃષ્ણને શી રીતે ઓળખવા ?” એટલે તેમણે કહ્યું હતું કે · જે પશ્ચિમ સાગરને કીનારે દ્વારકા વસાવીને રહે તે કૃષ્ણ છે એમ જાણી લેવું.' આ પ્રમાણે છતાં આજે તે કૃષ્ણે દૂત દ્વારા તમારી માગણી કરી તોપણ તમારા ભાઈ રૂમિએ તેની માગણી સ્વીકારી નહીં અને દમઘાષ રાજાના પુત્ર શિશુપાલ વેરે તમને આપવાને નિરધાર કર્યો. રૂમિણી ખાલી “ હું માતા ! શું મુનિનાં વચન નિષ્ફળ થાય ? પ્રાતઃકાળના મેઘના શબ્દ (ગજા રવ) શું કદી નિષ્ફળ થયા છે ?” આ પ્રમાણેનાં વચનાથી રૂક્ષ્મિણીના અભિલાષ કૃષ્ણને પરણવાના જાણી તે ફુઈ એ એક શુદ્ઘ ત માકલી કૃષ્ણને આ પ્રમાણે જણાવ્યું કે-‘ માઘ માસની શુકલ અષ્ટમીએ નાગપૂજાના મિષથી હુ રૂમિણીને લઇને નગર બહારની વાડીમાં આવીશ. હું માનદ ! જો તમારે રૂમિણીનું પ્રયોજન હોય તો તે સમયે ત્યાં આવી પહેાંચવું, નહી. તો પછી તેને શિશુપાલ પરણી જશે.’
અહી` રૂમિએ પાતાની બહેન રૂમિણીને પરણવાને માટે શિશુપાલને લાવ્યા, એટલે તે માટી સેના લઇને કુડિનપુર આવ્યો. રૂમિણીને વરવા માટે તૈયાર થઈને આવેલા શિશુ પાલને જાણીને કલહપ્રિય નારદે તે ખખર કૃષ્ણને આપ્યા, એટલે કૃષ્ણ પણ પોતાના સ્વજનથી અક્ષિયપણે રામની સાથે જુદા જુદા રથમાં બેસી કુકડનપુર આવ્યા. તે વખતે પેાતાની કુઇ અને સખીએથી પરવરેલી રૂમણી નાગપૂજાનુ મિષ કરીને ઉદ્યાનભૂમિમાં આવી. ત્યાં કૃષ્ણ રથમાંથી ઊતર્યા અને પ્રથમથી પેાતાને ઓળખાવી રૂમિણીની ફુઈ ને નમસ્કાર કરી રૂક્ષ્મિણી પ્રત્યે આલ્યા, ‘માલતીના પુષ્પની સુગંધથી ભ્રમર આવે તેમ તારા ગુણથી આકર્ષાઇને હુ` કૃષ્ણ તારી પાસે દૂરથી આવ્યેા છું; માટે આ મારા રથમાં બેસી જા.’ પછી તેના ભાવને જાણનારી ફુઈ એ આજ્ઞા આપી, એટલે રૂમિ તરતજ કૃષ્ણના રથમાં હૃદયની જેમ આરૂઢ થઇ. જ્યારે કૃષ્ણે થાડે દૂર ગયા ત્યારે પાતાનો દોષ ઢાંકવાને માટે તે કુઇએ અને દાસીઓએ મળીને મેાટો પોકાર કર્યા કે—અરે રૂમિણી ! અરે રૂમિ ! આ તમારી બહેન રૂમિણીને ચારની જેમ રામ સહિત કૃષ્ણ બળાત્કારે હરી જાય છે.’
દૂર ગયા પછી રામ કૃષ્ણે પાંચજન્ય અને સુઘાષ નામના શખ ફુંકથા, તેથી સમુદ્રની જેમ બધું કુડિનપુર Àાભ પામી ગયુ.. પછી મહા પરાક્રમી અને મહા બળવાન રૂમિ અને શિશુપાલ માટી સેના લઈ રામ કૃષ્ણની પછવાડે ચાલ્યા. તેમને પછવાડે આવતા જોઇ ઉત્સંગમાં બેઠેલી રૂમણી ભય પામી કૃષ્ણ પ્રત્યે બોલી—હે નાથ ! આ મારા ભાઈ રૂમિ અને શિશુપાલ ઘણા ક્રૂર અને ઘણા પરાક્રમી છે, વળી તેના પક્ષના બીજા પણ ઘણા વીરા તૈયાર થઈને તેના સાથે આવે છે; અહીં તમે બંને ભાઈ તા એકલા છે, તેથી મને ભય લાગે છે કે ૧ જણાવ્યા સિવાય છાના,