________________
ર૭૪
સગ ૫ મે,
નામે પૂરણને માટે પ્રાસાદ . તેની નજીક વિમુક્ત નામે ચંદ્રને માટે પ્રાસાદ રચ્યો અને ઈશાન દિશામાં કુબેરચ્છદ નામે વસુદેવને માટે પ્રાસાદ . તેમજ રાજમાર્ગની સમીપે સીવિહારક્ષમ નામે ઉગ્રસેન રાજા માટે અતિ ઊંચે પ્રાસાદ રયે. આ સર્વ પ્રાસાદે કલ્પકમથી વીંટાયેલા, ગજશાળા તથા અશ્વશાળાઓ સહિત, કિલાવાળા, મોટાં દ્વારવાળા અને વજા પતાકાની શ્રેણીવડે શોભિત હતા. તે સર્વની વચમાં ચેરસ, વિશાળ દ્વારવાળો પૃથિવીજય નામે બળદેવને માટે પ્રાસાદ રયો; અને તેની નજીક અઢાર માળને અને વિવિધ ગૃહના પરિવાર સહિત સર્વતોભદ્ર નામે પ્રાસાદ કૃષ્ણને માટે રચવામાં આવ્યો. તે રામ કૃષ્ણના પ્રાસાદની આગળ ઈદ્રની સુધર્મા સભા જેવી સર્વપ્રભા નામે એક વિવિધ માણિક્યમયી સભા રચી. નગરીના મધ્યમાં એકસો આઠ મહા શ્રેષ્ઠ જિન-, બિંબથી વિભૂષિત, મેરૂગિરિના શિખર જેવું ઊંચું, મણિ, રત્ન અને હિરણ્યમય વિવિધ માળ અને ગોખવાળ, તેમજ વિચિત્ર પ્રકારની સુવર્ણની વેદિકાવાળું એક અહંતનું મંદિર વિશ્વકર્માએ બનાવ્યું. સરોવર, દીધિંકાઓ, વાપિકાઓ, રૌત્ય, ઉદ્યાને, અને રસ્તાઓ તેમજ બીજું સર્વ અતિ રમણિક છે જેમાં એવું કુબેરે એક રાત્રિ દિવસમાં તૈયાર કર્યું. એવી રીતે વાસુદેવની દ્વારિકા નગરી દેવતાઓએ નિર્માણ કરેલી હોવાથી ઈદ્રપુરી જેવી રમણીય બની. તેની સમીપે પૂર્વમાં રૈવતગિરિ, દક્ષિણમાં માલ્યવાન શૈલ, પશ્ચિમમાં સૌમનસ પર્વત અને ઉત્તરમાં ગંધમાદન ગિરિ હતો.
પૂર્વોક્ત પ્રકારે દ્વારિકાની રચના કરીને પ્રાત:કાળે કુબેરે આવી કૃષ્ણને બે પીતાંબર, નક્ષત્રમાળા, હાર, મુકુટ, કૌસ્તુભ નામે મહામણિ, શાર્ડ ધનુષ્ય, અક્ષય બાણવાળાં ભાથા, નંદક નામે ખગ, કૌમાદકી ગદા અને ગરૂડધ્વજ રથ એટલાં વાનાં આપ્યાં. રામને વનમાળા, મૂશળ, બે નીલ વસ્ત્ર, તાળધ્વજ રથ, અક્ષય ભાથાં, ધનુષ્ય અને હળ આપ્યાં, અને દશે દિશાહને રત્નનાં આભરણે આપ્યાં, કારણ કે તેઓ રામ કૃષ્ણને પૂજ્ય હતા. પછી સર્વ યાદવોએ કૃષ્ણને શત્રુસંહારક જાણ હર્ષથી પશ્ચિમ સમુદ્રના તીર ઉપર તેને અભિષેક કર્યો, ત્યારબાદ રામ સિદ્ધાર્થ નામના સારથિવાળા અને કૃષ્ણ દારૂક નામના સારથિવાળા રથમાં બેસી દ્વારકામાં પ્રવેશ કરવાને તિયાર થયા, અને ગ્રહ નક્ષત્રોથી પરવરેલા સૂર્ય ચંદ્રની જેમ અનેક રથમાં બેઠેલા યાદવોથી પરવર્યા સતા તેમણે જયજયના નાદ સાથે દ્વારકામાં પ્રવેશ કર્યો. કૃષ્ણની આજ્ઞાથી કુબેરે બતાવેલા મહેલમાં દશા, રામ કૃષ્ણ, બીજા યાદવે અને તેમનો પરિવાર આવીને રહ્યા. કુબેરે સાડા ત્રણ દિવસ સુધી સુવર્ણ, રન, ધન, વિચિત્ર વસ્ત્રો અને ધાન્યોની વૃષ્ટિ કરીને તે અભિનવ નગરીને પૂરી દીધી.
इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि रामकृष्णरिष्टनेमिजन्मकस ___वधद्वारिकाप्रवेश नाम पंचमः सर्गः ।।