________________
૨૭૨
સર્ગ ૫ મે
નથી દુભાયા ? હવે આ પરાક્રમી રામ કૃષ્ણ અને બીજા અક્રૂર વિગેરે અમે તારા આવા ભાષણને સહન કરશું નહી." આ પ્રમાણે અનાવૃષ્ણિએ તિરસ્કાર કરે અને સમુદ્રવિજયે ઉપેક્ષા કરેલે તે સોમકરાજા રોષવિવળ થઈ પિતાના સ્થાન તરફ ચાલ્યા ગયે.
બીજે દિવસે દશાપતિએ પિતાના સર્વ બાંધવોને એકઠા કરી હિતકારક એવા ક્રોપ્ટકિ નિમિત્તિયાને આ પ્રમાણે પૂછયું, “હે મહાશય! અમારે ત્રિખંડ ભરતક્ષેત્રના પતિ જરાસંધની સાથે વિગ્રહ ઊભું થયું છે, તે હવે તેમાં પરિણામ શું આવશે તે કહો.” કાર્ટુકિ બોલ્યા, “હે રાજેન્દ્ર ! આ પરાક્રમી રામ કૃષ્ણ થોડા સમયમાં તેને મારી ત્રિખંડ ભારતના અધિપતિ થશે, પણ હમણાં તમે પશ્ચિમ દિશા તરફ સમુદ્રતટને ઉદ્દેશીને જાઓ. ત્યાં જતાં જ તમારા શત્રુઓના ક્ષયનો આરંભ થશે. માર્ગે ચાલતાં આ સત્યભામાં જે ઠેકાણે બે પુત્રને જન્મ આપે, તે ઠેકાણે એક નગરી વસાવીને તમે નિઃશંકપણે રહેજે” ક્રાર્ટુકિનાં આવાં વચનથી રાજા સમુદ્રવિજયે ઉદ્દઘાષણ કરાવીને પિતાના સર્વ સ્વજનેને પ્રયાણના ખબર આપ્યા, અને અગિયાર કુળકેટી યાદને લઈને તેણે મથુરાનગરી છોડી. અનુક્રમે શોર્યપુર આવ્યા, ત્યાંથી પણ સાત કુળકોટી યાદને લઈને જ્ઞાતિ સહિત આગળ ચાલ્યા. ઉગ્રસેન રાજા પણ સમુદ્રવિજયને અનુસરીને સાથે ચાલ્યા. અનુક્રમે સર્વે વિધ્યગિરિની મધ્યમાં થઈને સુખે આગળ ચાલવા લાગ્યા. - હવે પિલા સેમિક રાજાએ અર્ધચકી જરાસંધની પાસે આવી સર્વ વૃત્તાંત જણાવ્યું, કે જે તેના ક્રોધરૂપ અગ્નિમાં ઈધન જેવો થઈ પડયે. તે સમયે ક્રોધ પામેલા જરાસંધને તેના કાળ નામના પુત્રે કહ્યું, “એ તપસ્વી યાદવે તમારી આગળ કેણું માત્ર છે? માટે મને આજ્ઞા આપો, દિશાઓના અંતભાગમાંથી, અગ્નિમાંથી અથવા સમુદ્રના મધ્યમાંથી જ્યાં હશે ત્યાંથી એ યાદોને ખેંચી લાવી મારી નાખીને અહીં આવીશ. તે સિવાય પાછો નહીં આવું, જરાસંધે પાંચ રાજાઓ સાથે મોટી સેના આપીને કાળને યાદવે ઉપર ચઢાઈ કરવાની આજ્ઞા આપી. કાળ પોતાના ભાઈ યવન અને સહદેવ સહિત અપશુકનોએ વાર્યો તે પણ આગળ ચાલ્યા. યાદને પગલે પગલે ચાલતો કાળ છેડા સમયમાં વિધ્યાચળની નજીકની ભૂમિ કે જ્યાંથી યાદવો નજીકમાં જ હતા ત્યાં આવી પહોંચ્યો. કાળને નજીક આવેલે જઈ રામ કૃષ્ણના રક્ષકદેવતાઓએ એક દ્વારવાળો, ઊંચો અને વિશાળ એક પર્વત વિકુઓં; અને “અહીં રહેલું યાદવેનું સૈન્ય અહીં અગ્નિથી ભસ્મ થઈ ગયું” એમ બેલતી અને મોટી ચિતા પાસે બેસીને રૂદન કરતી એક સ્ત્રીને વિકુવી. તેને જોઈ કાળ કાળની જેમ તેની પાસે આવ્યે; એટલે તે સ્ત્રીએ કહ્યું “તારાથી ત્રાસ પામીને બધા યાદ આ 'અગ્નિમાં પેસી ગયા, દશાર્ડ અને રામ કૃષ્ણ પણ અગ્નિમાં પેસી ગયા. તેથી બધાને વિગ થવાથી હું પણ આ અગ્નિમાં પેસું છું. આ પ્રમાણે કહીને તેણે અગ્નિમાં પ્રવેશ કર્યો. દેવતાના એ કાર્યથી મોહ પામેલે કાળ અગ્નિમાં પેસવાને તૈયાર થયે, અને તેણે પોતાના ભાઈ સહદેવ, યવન અને બીજા રાજાઓને કહ્યું કે, મેં પિતાની પાસે અને બહેનની પાસે પ્રતિશ કરી છે કે અગ્નિ વિગેરેમાંથી પણ ખેંચી લાવીને હું યાદવોને મારી નાખીશ . તે યાદવે મારા ભયથી અહીં અગ્નિમાં પેસી ગયા, તે સત્ય પ્રતિજ્ઞાવાળો હું પણ તેમને મારવા માટે આ પ્રજવલિત અગ્નિમાં પ્રવેશ કરું છું. આ પ્રમાણે કહીને તે કાળ ઢાલ તલવાર સહિત પતંગની જેમ અગ્નિમાં કુદી પડયે, અને ક્ષણવારમાં દેવહિત થયેલા પિતાના લોકોના જોતાં જોતાં મૃત્યુ પામી ગયો. એ સમયે ભગવાન સૂર્ય અતગિરિએ ગયે; તેથી યવન અને સહદેવ વિગેરે ત્યાંજ વાસ કરીને રહ્યા. જ્યારે પ્રભાતકાળ