________________
પર્વ ૮ મું
૨૭૩ થયે ત્યારે તેઓએ પર્વત કે ચિતા કાંઈ પણ ત્યાં જોયું નહીં, અને હેરિક લોકોએ આવીને ખબર આપ્યા કે “યાદવો દૂર ચાલ્યા ગયા. કેટલાએક વૃદ્ધજને એ વિચારવડે એ દેવતાને કરેલે મોહ હતો એમ નિર્ણય કર્યો. પછી યવન વિગેરે સવે પાછા વળી રાજગૃહીએ આવ્યા અને સર્વ વૃત્તાંત જરાસંધને જણાવ્યો. તે સાંભળી જરાસંધ મૂછ ખાઈને પૃથ્વી પર પડી ગયો, અને ક્ષણ વારે સંજ્ઞા પામી, “હે કાળ ! હે કાળ! હે કંસ ! હે કંસ !! એમ પોકાર કરીને રોવા લાગ્યો.
અહીં કાળના મૃત્યુના ખબર જાણી માર્ગે ચાલતા યાદ જેની પૂર્ણ પ્રતીતિ આવી છે એવા કાકિને ઘણા હર્ષથી પૂજવા લાગ્યા, મા અતિમુક્ત ચારણમુનિ આવી ચઢયા. દશાર્ણપતિ સમુદ્રવિજયે તેમની પૂજા કરી. તે મહામુનિને પ્રણામ કરીને તેણે પૂછયું હે ભગવન્! આ વિપત્તિમાં અમારૂ છેવટે શું થશે?’ મુનિ બોલ્યા –“ભય પામશે નહી, તમારા પુત્ર કુમાર અરિષ્ટનેમિ વૈકયમાં અદ્વત પરાક્રમી બાવીસમા તીર્થંકર થશે અને બળદેવ તથા વાસુદેવ એવા રામ કૃષ્ણ દ્વારિકા નગરી વસાવીને રહેશે અને જરાસંધનો વધ કરી અર્ધ ભારતના સ્વામી થશે.” આ પ્રમાણે સાંભળી હર્ષ પામેલા સમુદ્રવિજયે પૂજા કરીને મુનિને વિદાય કર્યા અને પોતે સુખકારક પ્રયાણ કરતાં અનકમે સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા. ત્યાં રૈવતક (ગિરનાર) ગિરિની વાયવ્ય દિશા તરફ અઢ કુલકેટી યાદવ સાથે છાવણી નાખી. ત્યાં કૃષ્ણની સ્ત્રી સત્યભામાએ બે પુત્રને જન્મ આપે, તેમનાં ભાનુ અને ભામર એવાં નામ પાડ્યાં. તે બંને પુત્રની જાતિવંત સુવર્ણ જેવી કાંતિ હતી. પછી કોર્ટુકિએ કહેલા શુભ દિવસે કૃષ્ણ સ્નાન કરી બલિદાન સાથે સમુદ્રની પૂજા કરી અને અષ્ટમ તપ આચર્યું. ત્રીજી રાત્રીએ લવણસાગરને અધિષ્ઠાતા સુસ્થિત દેવ આકાશમાં રહી અંજલિ જોડીને પ્રગટ થયે; તેણે કૃષ્ણને પંચજન્ય નામે શંખ અને રામને સુઘોષ નામે શંખ આપે; તે સિવાય દિવ્ય રત્નમાળા અને વસ્ત્રો આપ્યાં. પછી તેણે કૃષ્ણને કહ્યું, તમે મને શા માટે સંભાર્યો છે ? હું સુસ્થિત નામે દેવ છું. કહો, તમારું શું કાર્ય કરૂં ?” કૃષ્ણ કહ્યું, “હે દેવ ! પૂર્વના વાસુદેવની દ્વારકા નામે જે નગરી અહીં હતી તે તમે જળમાં ઢાંકી દીધી છે, તેથી હવે મારા નિવાસને માટે તે જ નગરીવાળું સ્થાન બતાવો.” પછી તે સ્થાન બતાવીને તે દેવે ઈદ્રની પાસે જઈ તે હકીકત નિવેદન કરી.
ઈદ્રની આજ્ઞાથી કુબેરે તે સ્થાને બીર જન લાંબી અને નવ જન વિસ્તારવાળી રત્નમય નગરી બનાવી આપી. અઢાર હાથ ઊંચે, નવ હાથ ભૂમિમાં રહેલા અને બાર હાથ પહોળો, ફરતી ખાઈવાળે તેની આસપાસ કિલ્લો કર્યો. તેમાં ગોળ, ચરસ, લંબચોરસ, ગિરિકૂટાકારે અને સ્વસ્તિકને આકારે સર્વતોભદ્ર, મંદર, અવતંસ અને વદ્ધમાન એવાં નામવાળા એકમાળ, બેમાળ અને ત્રણ માળ વિગેરે માળવાળા લાખો મહેલે બનાવ્યા. તેના ચોકમાં અને ત્રિકમાં વિચિત્ર રત્નમાણિજ્ય વડે હજારે જિનચે નિર્માણ કર્યા. અગ્નિદિશામાં સુવર્ણના કિલ્લાવાળે સ્વસ્તિકના આકારને સમુદ્રવિજય રાજા માટે મહેલ બનાવ્યું. તેની પાસે અક્ષોભ્ય અને તિમિતના નંદાવર્ત અને ગિરિફટાકારે બે પ્રાસાદ કિલ્લા સહિત બનાવ્યા. નૈઋત્ય દિશામાં સાગરને માટે આઠ હાંશવાળે ઊંચે પ્રાસાદ ર અને પાંચમા છઠ્ઠા દશાર્વેને માટે વર્ધમાન નામના બે પ્રાસાદો રચ્યા. વાયવ્ય દિશામાં પુષ્કરપત્ર નામે ધરણ માટે પ્રાસાદ રો અને તેની પાસે આલોકદર્શન ૩૫