________________
સગ ૬ ઠું.
ફેમિણી વિગેરે સ્ત્રીઓનો વિવાહ, પાંડવ દ્રૌપદીનો સ્વયંવર
અને પ્રધૂમ્નનું ચરિત્ર, હવે દ્વારકામાં કૃષ્ણ વાસુદેવ રામ સહિત દશાહને અનુસરતા અને યાદવોના પરિવારથી પરવરેલા સુખે ક્રીડા કરતા સતા રહેવા લાગ્યા અને દશાહને તેમજ રામ કૃષ્ણને હર્ષ આપતા અરિષ્ટનેમિ ભગવાન પણ અનુક્રમે વધવા લાગ્યા. અરિષ્ટનેમિ કરતાં સર્વ બંધુઓ મોટા હતા, પણ અરિષ્ટનેમિ સાથે તેઓ નાના થઈને ક્રીડાગિરિ ઉપર તથા ક્રિીડોદ્યાન વિગેરે ભૂમિમાં કીડા કરવા લાગ્યા. પ્રભુ દશ ધનુષ ઊંચી કાયાવાળા થઈ યૌવન વયને પ્રાપ્ત થયા, પરંતુ જન્મથી જ કામને જીતેનાર હોવાથી તદ્દન અવિકારી મનવાળા હતા. માતાપિતા અને રામ કૃષ્ણાદિ ભ્રાતાએ હમેશાં કન્યા પરણવાને માટે તેમની પ્રાર્થના કરતા, પણ પ્રભુ તે માનતા નહોતા. રામકૃષ્ણ પરાક્રમથી ઘણું રાજાઓને વશ કરતા હતા અને શક્ર તથા ઈશારેંદ્રની જેમ બંને બંધુએ પ્રજાને પાળતા હતા.
એક વખતે નારદજી ફરતા ફરતા કૃષ્ણના મંદિરમાં આવ્યા. રામ કૃષ્ણ વિધિથી તેમની પૂજા કરી. પછી તે અંતઃપુરમાં ગયા. ત્યાં સત્યભામા દર્પણ જોતી હતી, તેથી તેમાં વ્યગ્ર થયેલી તેણે આસન વિગેરે આપીને નારદની પૂજા કરી નહીં, તેથી નારદ ક્રોધ પામીને ત્યાંથી ચાલ્યા ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે “કૃષ્ણના અંત:પુરની બધી સ્ત્રીઓ સદા મારી પૂજા કરે છે, પણ આ સત્યભામા પતિના પ્રેમને લીધે રૂપ યૌવનથી ગર્વિત થયેલ છે, તેથી દૂરથી મને જોઈને ઊભી થઈ નહીં, પણ મારી સામી દષ્ટિ પણ કરી નહીં, માટે એ સત્યભામાને કેઈ તેનાથી અતિ રૂપવાળી સપત્ની (શકય)ને સંકટમાં પાડી દઉં.” એવું વિચારતા નારદ કુંડિનપુર નગરે આવ્યા.
કંડિનપુરમાં ભીષ્મક નામે રાજા હતો, તેને યશોમતી નામે રાણી હતી. તેમને રકૃમિ નામે પુત્ર હતો તથા મિણી નામે બહુ સ્વરૂપવાન પુત્રી હતી. નારદ ત્યાં ગયા એટલે રૂકૃમિણીએ તેમને નમસ્કાર કર્યો. નારદે કહ્યું કે “અર્ધ ભરતક્ષેત્રના પતિ કૃષ્ણ તારા પતિ થાઓ.” રૂફમિણીએ પૂછ્યું કે “તે કૃષ્ણ કેણ છે ?” પછી નારદે કૃષ્ણના રૂપ, સૌભાગ્ય અને શૌર્ય વિગેરે અદ્વૈત ગુણે કહી સંભળાવ્યા. તે સાંભળી રૂકમિણી કૃષ્ણ ઉપર અનુરાગી થઈ, અને કામ પીડિત થઈ સતી કૃષ્ણને જ ઝંખવા લાગી. પછી રૂફમિણીનું રૂ૫ ચિત્રપટમાં આલેખીને નારદ દ્વારકામાં આવ્યા, અને દષ્ટિને અમૃતાંજન જેવું તે રૂપ કૃષ્ણને બતાવ્યું. તે જોઈ કૃણે પૂછયું કે-“ભગવન્! આ કઈ દેવીનું રૂપ તમે પટમાં આલેખ્યું છે ?' નારદ હસીને બોલ્યા- “હરિ ! આ દેવી નથી, પણ માનુષી સ્ત્રી છે, અને કુંડન પતિ રૂફમિ રાજાની રૂફમિણી નામે બહેન છે. તેનું રૂપ જોઈને વિરમય પામેલા કૃષ્ણ તત્કાળ રફમિણી પાસે એક દૂત મોકલી પ્રિયવચને તેની માગણી કરી. તે માગણી સાંભળી રૂકૃમિએ હસીને કહ્યું, “હે ! કૃષ્ણ હકુળવાળો ગોપ થઈ મારી બહેનની માગણી કરે છે તે કેવે મૂઢ છે ? અને તેને આ કે નિષ્ફળ મને રથ ? આ મારી બહેનને તો