________________
પર્વ ૮ મું
૨૭૧ મારા પતિનું પ્રેતકાર્ય કરીશ, નહીંતે હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” આવી પ્રતિજ્ઞા લઈને તે છવયશ મથુરાથી નીકળી તત્કાળ પિતાના પિતા જરાસંધે આશ્રિત કરેલ રાજગૃહી નગરીએ આવી. અહીં રામ કૃષ્ણની અનુજ્ઞાથી સમુદ્રવિજયે ઉગ્રસેનને મથુરાપુરીનો રાજા કર્યો. ઉગ્રસેને પિતાની પુત્રી સત્યભામાં કૃષ્ણને આપી અને ક્રોડુકિએ કહેલા શુભ દિવસે તેને યથાવિધિ વિવાહ થયે.
અહીં છવયશા છુટા કેશે રૂદન કરતી જાણે મૂર્તિમાન્ અલક્ષ્મી હોય તેમ જરાસંધની સભામાં આવી. જરાસંધે રૂદનનું કારણ પૂછ્યું એટલે તેણીએ બહુ પ્રયાસે અતિમુક્તને વૃત્તાંત અને કંસના ઘાત સુધીની સર્વ કથા કહી સંભળાવી. તે સાંભળી જરાસંધ બેકેસે પ્રથમ જે દેવકીને મારી નહીં, તે જ સારું કર્યું નહી. કારણ કે તેને મારી હતો પછી ક્ષેત્ર વિના કૃષિ શી રીતે થાત ? હે વત્સ! હવે તું રૂદન કર નહીં, હું મૂળથી કંસના સર્વ ઘાતકોને સપરિવાર મારી નાખીને તેમની સ્ત્રીઓને રોવરાવીશ.” આ પ્રમાણે કહેવાવડે છવયશાને શાંત કરીને જરાસંધે સમક નામના રાજાને બધી વાત સમજાવી સમુદ્રવિજયની પાસે મોકલ્યો. તે તત્કાળ મથુરા પુરીમાં આવ્યું અને તેણે રાજા સમુદ્રવિજયને કહ્યું “તમારા સ્વામી જરાસંધ તમને એવી આજ્ઞા કરે છે કે–અમારી પુત્રી જીવયશા અને તેના સ્નેહને લીધે તેના પતિ કંસ બંને અમને પ્રાણથી પણ વહાલા છે, તે કેનાથી અજાણ્યું છે? તમે અમારા સેવકો છે તે સુખે રહે, પણ તે કંસનો દ્રોહ કરનારા રામ કૃષ્ણને અમને સેંપી દ્યો. વળી એ દેવકીનો સાતમે ગર્ભ છે તેથી તમે તેને અર્પણ તે કરે જ છે, છતાં તમે તેને ગેપન કરવાનો અપરાધ કર્યો, તેથી હવે ફરીવાર અમને સેંપી દ્યો.”