________________
૨૭૦
સર્ગ ૫ મો
ઉછાળે મારી મંચ ઉપર ચઢી કેશવડે પકડીને કંસને પૃથ્વી પર પાડી દીધું. તેને મુકુટ પૃથ્વી પર પડી ગયે, વસ્ત્ર ખસી ગયાં અને નેત્ર ભયથી સંભ્રમ પામી ગયાં. કસાઈને ઘેર બાંધેલા પશુની જેમ તે કંસને કૃણે કહ્યું, “અરે અધમ ! તેં તારી રક્ષાને માટે વૃથા ગર્ભહત્યાઓ કરી, હવે તું જ રહેવાનું નથી, તેથી સ્વકર્માનાં ફળ ભેગવ.” તે વખતે ઉન્મત્ત હાથીને સિંહ પકડે તેમ હરિએ કંસને પકડેલે જોઈ બધા લોકે વિસ્મય પામી ગયા અને અંતરમાં બીવા લાગ્યા. તે સમયે રામે બંધનથી શ્વાસરહિત કરી યજ્ઞમાં લાવેલા પશુની જેમ મુષ્ટિકને મારી નાખે. એવામાં કંસની રક્ષા કરવા માટે રહેલા કંસના સુભટો વિવિધ પ્રકારનાં આયુધો હાથમાં લઈને કૃષ્ણને મારવા દેડયા, એટલે રામે એક માંચડાને સ્તંભ ઉખેડી હાથમાં લઈને મધપૂડા ઉપરથી મક્ષિકાઓને ઉડાડે તેમ તેઓને નસાડી મૂક્યા. પછી કૃષ્ણ મસ્તક પર ચરણ મૂકીને કંસને મારી નાખે અને વાળને સમુદ્ર બહાર કાઢી નાખે તેમ તેને કેશથી ખેંચીને રંગમંડપની બહાર ફેંકી દીધે. કંસે પ્રથમથી જરાસંધના કેટલા એક સૈનિકોને બોલાવી રાખ્યા હતા, તેઓ રામ કૃષ્ણને મારવાને તૈયાર થવા લાગ્યા. તેમને તૈયાર થતાં જોઈ રાજા સમુદ્રવિજય તૈયાર થઈ યુદ્ધ કરવાને આવ્યા, કારણ કે તેમનું આવવું તેને માટે જ હતું. જ્યારે ઉશ્કેલ સમુદ્રની જેમ રાજા સમુદ્રવિજય ઉપડીને આવ્યા એટલે જરાસંધના સૈનિકે દશે દિશાઓમાં નાસી ગયા.
પછી અનાધૃણિ સમુદ્રવિજયની આજ્ઞાથી રામ કૃષ્ણને પોતાના રથમાં બેસાડીને વસુદેવને ઘેર લઈ ગયા. સર્વ યાદવ અને સમુદ્રવિજય વિગેરે પણ વસુદેવને ઘેર ગયા અને ત્યાં એકઠા મળી સભા ભરીને બેઠા. વસુદેવ અર્ધાસન પર રામને અને ઉત્સંગમાં કૃષ્ણને બેસાડી નેત્રમાં અશ્રુ લાવી તેમના મસ્તક પર વારંવાર ચુંબન કરવા લાગ્યા. તે વખતે વસુદેવના મોટા સહોદર બંધુઓએ તેને પૂછયું કે “આ શું?’ એટલે વસુદેવે અતિમુક્ત મુનિનાં વૃત્તાંતથી માંડીને બધે વૃત્તાંત કહી આપે. પછી રાજા સમુદ્રવિજયે કૃષ્ણને પોતાના ઉત્સંગમાં બેસાડયા અને તેનું પાલન કરવાથી પ્રસન્ન થઈ રામની વારંવાર પ્રશંસા કરી. તે વખતે દેવકી એક ફેણવાળી પુત્રીને સાથે લઈ ત્યાં આવ્યા, અને એક ઉત્કંગમાંથી બીજા ઉત્સ. ગમાં સંચરતા કૃષ્ણને તેણે દઢ આલિંગન કર્યું.
પછી બધા યાદવે હર્ષાશ્રુ વર્ષાવતા બેલ્યા, “હે મહાભુજ વસુદેવ ! તમે એકલાજ આ જગતને જીતવાને સમર્થ છે, તે છતાં તમારા બાળકને જન્મતાં વેંત જ એ ક્રૂર કંસે મારી નાખ્યા તે તમે કેમ સહન કર્યુ? વસુદેવ બોલ્યા- “મેં જન્મથી જ સત્યવ્રત પાળેલું છે, તેથી તે વ્રતની રક્ષાને માટે પ્રથમ વચન આપેલું હોવાથી) આવું દુષ્ટ કર્મ પણ સહન કર્યું. પ્રાંતે દેવકીના આગ્રહથી આ કૃષ્ણને નંદના ગોકુળમાં મૂકી આવી તેને બદલે આ નંદની પુત્રીને અહીં લઈ આવ્યા, એટલે દેવકીનો સાતમે ગર્ભ કન્યા માત્ર જાણું એ પાપી કસે અવજ્ઞાથી નાસિકનું એક ફોયણું છેદીને આ બાળકીને છોડી મૂકી હતી.”
આ પ્રમાણે વાતચિત થયા પછી ભાઈ અને ભ્રાતૃપુત્રની સંમતિથી સમુદ્રવિજયે કારાગૃહમાંથી ઉગ્રસેન રાજાને તેડાવી મંગાવ્યા, અને તેની સાથે યમુનાને કાંઠે જઈ સર્વેએ કંસનું પ્રેતકાર્ય કર્યું. કંસની માતાએ અને બીજી પત્નીઓએ યમુના નદીમાં તેને જલાંજલિ આપી, પણ તેની રાણી છવયશાએ માન ધરીને જલાંજલિ આપી નહીં. તે તે કેપ કરીને બેલી કે “આ રામ કૃણ ગેપાળને અને સર્વ સંતાન સહિત દશાહને હણાવીને પછી
૧ નાકના એક બાજુનાજ દ્ધિવાળા.