________________
૨૬૮
સર્ગ ૫ માં
દેવરાજાની પુત્રી દેવકી તારી માતા છે અને વિશ્વમાં અદ્વિતીય વીર તેમજ મહા સભાગ્યવાનું વસુદેવ તારા પિતા છે. સ્તનપથી પૃથ્વીને સિંચન કરતા દેવકી નેત્રમાં અથુ લાવી પ્રત્યેક માસે તને જોવા માટે અહીં આવે છે. દાક્ષિણ્યતાના સાગર એવા આપણા પિતા વસુદેવ કંસના આગ્રહથી મથુરામાં રહેલા છે. હું તમારે માટે સાપન (સાવક) ભાઈ છું. તમારી ઉપર વિક્રની શંકાવાળા પિતાની આજ્ઞાથી હું તમારી રક્ષા કરવાને અહીં આવ્યો છું.” કૃણે પૂછયું “ત્યારે પિતાએ મને અહીં કેમ રાખે છે?' એટલે રામે કંસનું બ્રાતૃવધ સંબંધી બધું વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી વાયવડે અગ્નિની જેમ કૃષ્ણને દોરૂણ કીધ ચડ્યા, જેથી તેણે તત્કાળ કંસને મારવાની પ્રતિજ્ઞા કરી. પછી નદીમાં સ્નાન કરવાને પ્રવેશ કર્યો.
કંસને પ્રિયમિત્ર હોય તે કાલિય નામે સર્પ યમુનાના જળમાં મગ્ન થઈ કૃષ્ણને ડેસવા માટે તેની સામે દેડે તેના ફણામણિના પ્રકાશથી “ આ શું હશે ?' એમ સંભ્રમ પામી રામ કંઈક કહેતા હતા, તેવામાં તે કૃષ્ણ કમળનાળની પેઠે તેને પકડી લીધે. પછી કમળના નાળથી તેને વૃષભની જેમ નાસિકામાં નથી લીધે, અને તેની ઉપર ચઢીને કૃણે તેને ઘણીવાર જળમાં ફેરવ્યું. પછી તેને નિજીવ જે કરી અત્યંત ખેદ પમાડીને કૃષ્ણ બહાર નીકળ્યા. તે વખતે સ્નાનવિધિ કરનારા બ્રાહ્મણે કૌતુકથી ત્યાં આવીને કૃષ્ણને વિટાઈ વળ્યા. ગેપથી વીંટાયેલા રામ તથા કૃષ્ણ મથુરા તરફ ચાલ્યા, અને કેટલીક વારે તે નગરીના દરવાજા પાસે આવ્યા.
તે વખતે કંસની આજ્ઞાથી મહાવતે પડ્યોત્તર અને ચંપક નામના બે હાથીને તૈયાર રાખ્યા હતા તેને પ્રેરણ કરી, તેથી તે બંને તેની સન્મુખ દેડડ્યા. કૃષ્ણ દાંત ખેંચી કાઢીને મુષ્ટિના પ્રહારથી સિંહની જેમ પડ્યોત્તરને મારી નાખ્યું અને રામે ચંપકને મારી નાખ્યો. તે વખતે નગરજને પરસ્પર વિસ્મય પામી બતાવવા લાગ્યા કે “આ બંને અરિષ્ટ વૃષભ વિગેરેને મારનાર નંદના પુત્ર છે. પછી નીલ અને પીત વસ્ત્રને ધારણ કરનારા, વનમાળાને ધરનારા અને ગે વાળીઓથી વીટાયેલા તે બન્ને ભાઈઓ મલેના અક્ષવાટ (અખેડા)માં આવ્યા ત્યાં એક મહામંચની ઉપર બેઠેલા લોકોને ઉઠાડી તે પર બંને ભાઈઓ પરિવાર સાથે નિઃશંક થઈને બેઠા. પછી રામે કૃષ્ણને કંસ શત્રુને બતાવ્યો અને પછી અનુક્રમે સમુદ્રવિજયાદિ દશા કાકાઓને અને તેની પાછળ બેઠેલા પિતાના પેતાને ઓળખાવ્યા. તે સમયે “ આ દેવ જેવા બે પુરૂષ કોણ હશે ?” એમ મંચ ઉપર રહેલા રાજાઓ અને નગરજનો પરસ્પર વિચાર કરતા તેમને જોવા લાગ્યા.
કંસની આજ્ઞાથી પ્રથમ તો તે અખાડામાં અનેક મલે યુદ્ધ કરવા લાગ્યા. પછી કંસે પ્રેરેલ ચાણુર મલ્લ પર્વતની આકૃતિ ધરતે ઊભે થયે. મેઘની જેમ ઉગ્ર ગર્જના કરતે અને કરારોટવડે સર્વ રાજાઓને આક્ષેપ કરતે તે ઊંચે સ્વરે બોલ્યા “ જે કે ઈ વીરપુત્ર હોય અથવા જે કઈ વીરમાની દુર્ધર પુરૂષ હોય તે મારી બાહયુદ્ધની શ્રદ્ધા પૂરી કરે.” ( આ પ્રમાણે અતિ ગર્જના કરતા ચારના ગવને નહી સહન કરતા મહાભુજ કૃષ્ણ મંચ ઉપરથી નીચે ઊતરીને તેની સામે કરાટ કર્યો. સિંહના પુંછના આટની જેમ તે કૃષ્ણના કરાટે ઉગ્ર ધ્વનિથી ભૂમિ અને અંતરીક્ષને ફાડી નાખ્યાં. “આ ચાણુર વય અને નપુથી મટે, શ્રમ કરવા વડે કઠોર, બાહુયુદ્ધથી જ આજીવિકા કરનારે અને દૈત્યની