________________
પર્વ ૮ મું
૨૬૯ જે સદા દૂર છે, અને આ કૃષ્ણ દુષ્પમુખ, મુગ્ધ, કમળદરથી પણ કમળ અને વનવાસી હોવાથી મલ્લયુદ્ધના અભ્યાસ વગરની છે, તેથી આ બંનેનું યુદ્ધ ઘટતું નથી, આ અઘટિત થાય છે, આવા વિશ્વનિંદિત કામને ધિક્કાર છે.” આ પ્રમાણે ઊંચે સ્વરે બોલતા લોકોનો કોલાહળ ચારે તરફ થઈ રહ્યો. એટલે કે તે બાળકને અહીં કોણ લાવ્યું છે ? ગાયના દુધ પીવાથી ઉન્મત્ત થયેલા તેઓ સ્વેચ્છાએ અહીં આવેલ છે, તે તે સ્વેચ્છાથી યુદ્ધ કરે તેમાં તેને કોણ વારે ? તેમ છતાં જેને આ બંનેની પીડા થતી હોય તે જુદા પડીને મને જણાવે.” કંસનાં આવાં વચન સાંભળી સર્વે જ ચૂપ થઈ ગયા. પછી નેત્રકમળને વિકાસ કરતા કૃષ્ણ બોલ્યા “ચાણરમલ્લ કુંજર રાજપિંડથી પુર્ણ થયેલ છે, સદા મલ્લયુદ્ધનો અભ્યાસ કરનાર છે અને શરીરે મહા સમર્થ છે, તે છતાં ગાયના દુધનું પાન કરીને જીવનાર હું ગોપાળને બાળક સિંહને શિશુ જેમ હાથીને મારે તેમ તેને મારી નાખું છું, તે સર્વે લોકે અવલેકન કરો.” કષ્ણુનાં આવાં પરાક્રમનાં વચન સાંભળી કંસ ભય પામ્યો, એટલે તત્કાળ એક સાથે યુદ્ધ કરવાને માટે તેણે બીજા મુષ્ટિક નામના મલ્લને આજ્ઞા કરી. મુષ્ટિકને ઉઠેલો જોઈ બળરામ તરતજ મંચ ઉપરથી નીચે ઉતર્યા અને રણકર્મમાં ચતુર એવા તેણે યુદ્ધ કરવા માટે તેને બોલાવ્યા. કૃષ્ણ અને ચાણર તથા રામ અને મુષ્ટિક નાગપાશ જેવી ભુજાવડે યુદ્ધ કરવા પ્રવર્તી. તેઓના ચરણન્યાસથી પૃથ્વી કંપાયમાન થઈ અને કરાફેટના શબ્દોથી બ્રહ્માંડ મંડપ ફુટી ગયે. રામ અને કૃષ્ણ તે મુષ્ટિક અને ચાણરને તૃણના પુળાની જેમ ઊંચે ઉછાળ્યા, તે જોઈ લકે ખુશી થયા. પછી ચાણુર અને મુષ્ટિકે રામકૃષ્ણને સહેજ ઊંચા ઉછાળ્યા તે જેઈ સર્વ લેકે ગ્લાનમુખી થઈ ગયા. તે વખતે કૃષ્ણ હાથી જેમ દંતમૂશળથી પર્વતની ઉપર તાડના કરે તેમ દેઢ મુષ્ટિથી ચાણરની છાતી ઉપર તાડન કર્યું, એટલે જયને ઈચ્છતા ચાણરે કૃષ્ણની ઉરસ્થળમાં વા જેવી મુષ્ટિથી પ્રહાર કર્યો. તે પ્રહારથી મદ્યપાનની જેમ કૃષ્ણને આંખે અંધારા આવી ગયાં અને અતિ પીડિત થઈ આંખ મીંચીને તે પૃથ્વી પર પડયા. તે વખતે છળને જાણનાર કંસે દષ્ટિ વડે ચાણસને પ્રેરણા કરી એટલે પાપી ચાણુર બેભાન થઈને પડેલા કૃષ્ણને મારવા માટે દેડ્યો. તેને મારવાની ઈચ્છાવાળે જાણી તત્કાળ બળદેવે વજ જેવા હાથના પ્રકષ્ટ(પહોંચા)ને તેના પર પ્રહાર કર્યો, જે પ્રહારથી ચાણુર સાત ધનુષ્ય પાછો ખસી ગયે. તેવામાં કૃષ્ણ પણ આશ્વાસન પામીને ઉભા થયા અને તેણે યુદ્ધ કરવા માટે ચારને ફરીવાર બોલાવ્યો. પછી મહા પરાક્રમી કૃષ્ણ ચાણને બે જાનુની વચમાં લઈ દબાવી ભુજાવડે તેનું મસ્તક નમાવીને એ મુષ્ટિનો ઘા કર્યો કે જેથી ચાણુર રૂધિરની ધારાને વમન કરવા લાગ્યા અને તેનાં લેચન અત્યંત વિવળ થઈ ગયાં, તેથી કૃષ્ણ તેને છોડી દીધું. તે જ ક્ષણે કૃષ્ણથી ભય પામ્યા હોય તેમ તેના પ્રાણે પણ તેને છોડી દીધે, અર્થાત્ તે મરણ પામ્યું. તે વખતે ભય અને કોપથી કંપતો કંસ બોલ્યા “ અરે ! આ બંને અધમ ગેપબાળને મારી નાખો, વિલંબ કરે નહીં; અને આ બંને સર્પોનું પોષણ કરનાર નંદને પણ મારે અને એ દુર્મતિ નંદનું સર્વસ્વ લુંટીને અહીં લઈ આવે, તેમજ જે નંદનો પક્ષ લઈ વચમાં આવે તેને પણ તેના જેવા જ દેષિત ગણી મારી આજ્ઞાથી મારી નાખે. એ સમયે ક્રોધથી રાતાં નેત્ર કરી કૃષ્ણ કહ્યું “અરે પાપી ! ચાણુરને માર્યો તે પણ હજુ તું તારા આત્માને મરેલો માનતો નથી ? તે પ્રથમ મારાથી હણાતા તારા આત્માની હમણું રક્ષા કર, પછી ક્રોધ કરીને નંદ વિગેરેને માટે આજ્ઞા કરજે.' આ પ્રમાણે કહી કૃષ્ણ