________________
પર્વ ૮ મું
૨૫૫ તથાપિ આ પુરૂષને કુળ વિગેરે પૂછવું જોઈએ. તે વખતે વસુદેવ બોલ્યા કે “મારા કુળ વિષે કાંઈ પણ પૂછવાને આ અવસર નથી. આ કન્યા મને વરી તેથી જેવો તે પણ હું તેને યોગ્ય જ છું. મને વરેલી આ કન્યાને જે સહન કરી શકશે નહીં અને તેને હરવાને આવશે, તેને ભૂજાબળ બતાવીને હું મારું કુળ ઓળખાવીશ. વસુદેવનાં આવાં ઉદ્ધત વચન સાંભળી ક્રોધ પામેલા જરાસંધે સમુદ્રવિજય વિગેરે રાજાઓને આ પ્રમાણે આજ્ઞા કરી કે‘પ્રથમ તે આ રૂધિર રાજા જ રાજાઓમાં વિરોધ ઉત્પન્ન કરનાર છે અને બીજો આ ઢોલી હેલ વગાડવાથી ઉન્મત્ત થઈ ગયેલ છે. તેણે આ રાજકન્યા પ્રાપ્ત કરી એટલાથી પણ તે તૃપ્તિ પામ્ય નથી, તેથી પવને નીચા કરેલા વૃક્ષનું ફળ મેળવીને વામન પુરૂષ ગર્વ કરે તેમ ગર્વ કરે છે, માટે આ રૂધિર રાજાને અને આ વાદકને બન્નેને મારી નાખે. આવી જરાસંધની આજ્ઞા થતાં સમુદ્રવિજય વિગેરે રાજાએ યુદ્ધ કરવાને માટે તૈયાર થયા. તે સમયે દધિમુખ નામે બેચરપતિ પિતે સારથી થઈને રથ લાવ્યું અને તેમાં રણ કરવાને ઉદ્યત એવા વસુદેવને તેણે બેસાડ્યા. રણમાં દુધરે એવા વસુદેવે વેગવતીની માતા અંગારવતીએ જે ધનુષ્યાદિ શસ્ત્રો આપ્યાં હતાં તે ગ્રહણ કર્યા. જરાસંધના રાજાઓએ રૂધિર રાજાનું રોન્ય ભાંગી નાંખ્યું, એટલે વસુદેવે દધિમુખને પ્રેરીને રથના ઘડા આગળ હંકાવ્યા. વસુદેવે પ્રથમ ઉઠેલા શત્રુંજય રાજાને જીતી લીધો. દંતવકને ભગ્ન કર્યો અને શિલ્ય રાજાને હંફાવી દીધું. તે વખતે જરાસંધે સમુદ્રવિજયને કહ્યું કે “આ કાંઈ સામાન્ય વાજિંત્ર વગાડનાર જણાતો નથી, પણ બીજા રાજાઓથી જીતા અસાધ્ય જણાય છે માટે તમેજ તત્પર થઈને તેને મારી નાખો, તેને મારશો તે આ રાજકન્યા રહિણી તમારી જ છે; માટે સર્વ રાજાઓને ભંગ કરી જે વિલખા કર્યા છે તે વિલખાપણું દૂર કરો. સમુદ્રવિજય બોલ્યા- હે રાજન ! મારે પરસ્ત્રી જોઈતી નથી, પણ તમારી આજ્ઞાથી એ બળવાન નરની સાથે હું યુદ્ધ કરીશ.” આ પ્રમાણે કહીને રાજા સમુદ્રવિજયે ભાઈની સાથે યુદ્ધ આરંભ્ય. તે બંનેનું ચિરકાળ સુધી વિશ્વને આશ્ચર્યકારી શસ્ત્રાશાસ્ત્રી યુદ્ધ ચાલ્યું. એટલે ‘આ કેઈ મારા કરતાં પણ સમર્થ પુરૂષ છે એમ સમુદ્રવિજયવિચારમાં પડ્યા. તે વખતે વસુદેવે એક અક્ષર સહિત બાણ નાખ્યું. સમુદ્રવિજયે તે બાણ લઈ તે પર લખેલા અક્ષરે આ પ્રમાણે વાંચ્યા કે “છ%થી નીકળી ગયેલ
અરે બંધુ વસુદેવ તમને નમસ્કાર કરે છે.” આ પ્રમાણેનાં અક્ષરો વાંચતાં જ સમુદ્રવિજય હર્ષ પામ્યા અને સાયંકાળે વાછડાને મળવાને ઉત્સુક થયેલી ગાયની જેમ “વત્સ-વત્સ” એમ કહેતાં રથમાંથી ઊતરીને તેની સામે દેડ્યા. વસુદેવ પણ રથમાંથી ઊતરીને તેમના ચરણમાં પડ્યા. સમુદ્રવિજય તેને ઊભા કરીને બે હાથવડે આલિંગન કરી ભેટી પડયા.
યેષ્ઠ બંધુએ તેને પૂછયું કે “વત્સ ! આજ સે વર્ષ થયાં તું ક્યાં ગયો હતો ?” એટલે વસુદેવે પ્રથમથી માંડી સર્વ વૃત્તાંત તેને કહી સંભળાવ્યું. આવા પરાક્રમી બંધુથી સમુદ્રવિજયને જેટલે હર્ષ થયે, એટલે જ એ જમાઈ મળવાથી રૂધિરરાજાને પણ હર્ષ થયો. જરાસંધે તેને પોતાના સીમંતોનો બંધુ જાણે એટલે તેનો કોપ શાંત થઈ ગયે, કારણ કે “પોતાના જનને ગુણાધિક જાણીને સર્વને હર્ષ થાય છે.”
તમારે બંધુ વસુદેવ ત
પછી તે પ્રસંગે મળેલા રાજાઓએ અને સ્વજનોએ શુભ દિવસે ઉત્સવ સાથે વસુદેવ અને રોહિણીનો વિવાહઉત્સવ કર્યો. રૂધિર રાજાએ પૂજેલા જરાસંધ વિગેરે પિતપોતાને સ્થાનકે ગયા અને યાદ કંસ સહિત એક વર્ષ સુધી ત્યાંજ રહ્યા.
૧ કઈ પ્રકારના મિષથી, કપટથી.